તુલસી અને લવિંગનું મિશ્રણ ફેંફસાને રાખે છે સ્વસ્થ અને ઑક્સિજન સ્તરમાં કરે છે સુધારો


Updated: May 10, 2021, 3:36 PM IST
તુલસી અને લવિંગનું મિશ્રણ ફેંફસાને રાખે છે સ્વસ્થ અને ઑક્સિજન સ્તરમાં કરે છે સુધારો
પ્રતીકાત્મક તસવીર.

કોરોનાનો નવો સ્ટ્રેઈન ફેંફસા પર અટેક કરે છે અને ફેંફસાને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. ફેંફસા ખરાબ હોવાથી શરીરમાં ઓક્સિજનની કમી જોવા મળે છે, જે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

  • Share this:
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર (Coronavirus second wave)માં અનેક લોકો સંક્રમિત થયા છે. કોરોનાના દર્દીઓમાં ઓક્સિજન (Oxygen)ની કમી જોવા મળી રહી છે અને લોકોના જીવ પર જોખમ ઊભું થઈ રહ્યું છે. કોરોનાને કારણે ફેંફસા ઉપર ખૂબ જ ગંભીર અસર જોવા મળે છે તથા દર્દીઓમાં નબળાઈ જોવા મળે છે. રોગ પ્રતિકારક શક્તિની સાથે ફેંફસા પણ મજબૂત હોવા જરૂરી છે, જેનાથી તમને અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે. ફેંફસા મજબૂત હોવાથી હ્રદય (Heart) પણ સ્વસ્થ રહે છે. ફેંફસાને મજબૂત રાખવાના અહીં કેટલાક ઘરેલૂ નુસ્ખા આપવામાં આવ્યા છે.

ફેંફસાઓને સ્વસ્થ રાખવા જરૂરી

કોરોનાનો નવો સ્ટ્રેઈન ફેંફસા પર અટેક કરે છે અને ફેંફસાને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. ફેંફસા ખરાબ હોવાથી શરીરમાં ઓક્સિજનની કમી જોવા મળે છે, જે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ફેંફસાને સ્વસ્થ અને મજબૂત રાખવા ખૂબ જ જરૂરી છે. અહીં કેટલાક ઘરેલૂ નુસ્ખા આપવામાં આવ્યા છે, જેનાથી તમે ફેંફસાને સ્વસ્થ રાખી શકો છો.

આ પણ વાંચો: વડોદરા: પા...પા...પગલી ભરતા શીખેલા દોઢ વર્ષના બાળકને પિકઅપ વાને કચડો નાખ્યો, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

મિશ્રણ

ફેંફસાને મજબૂત બનાવવા માટે મુલેઠી, મરી અને લવિંગને શેકીને તેમાં 4-5 તુલસીના પાન, થોડી મિશરી અને તજ ઉમેરો, હવે આ મિશ્રણને ચાવી લો. તમે નિયમિત આ મિશ્રણનું સેવન કરી શકો છો. આ મિશ્રણ અસ્થમાના દર્દી માટે પણ લાભકારી છે.જેઠી મધ

મુલેઠી (જેઠી મધ) ઔષધીય ગુણોથી ભરપૂર છે. મુલેઠીમાં ભરપૂર માત્રામાં વિટામીન બી, વિટામીન ઈ, ફોસ્ફરસ, કેલ્શિયમ, કોલીન, આયર્ન, મૈગ્નીશિયમ, પોટેશિયમ, સિલિકોન પ્રોટીન, ગ્લિસરાઈજિક એસિડ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે. મુલેઠી શરદી, ખાંસી, તાવમાં રહાતની સાથે સાથે ફેંફસાને મજબૂત રાખવાનું કાર્ય કરે છે. મુલેઠીની તાસીર ઠંડી હોય છે, તેથી 5 ગ્રામ પાઉડર જેટલું જ સેવન કરવું જોઈએ.

આ પણ વાંચો: પાટણ: રેવન્યૂ તલાટી બન્યા 'સિંઘમ', માસ્ક બાબતે યુવકોને ડંડાથી ફટકાર્યાં, તલાટીને આવી સત્તા કોણે આપી? 

તુલસી

તુલસીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, આયર્ન, ક્લોરોફિલ, મૈગ્નીશિયમ, કેરીટીન અને વિટામીન સી રહેલું છે, જે તમારા ફેંફસાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. નિયમિત સવારે 4-5 તુલસીના પાનને ચાવીને સેવન કરવું જોઈએ.

લવિંગ

લવિંગ અનેક પ્રકારના ગુણોથી ભરપૂર છે. લવિંગમાં યુજિનૉલ નામનું તત્વ રહેલ છે, જે તણાવ, પેટની સમસ્યા, પાર્કિસંસ, શરીરના દુખાવાની સમસ્યાને દૂર કરવામાં લાભકારી છે. લવિંગમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટી-બૈક્ટીરિયલ ગુણ રહેલા છે તથા વિટામિન ઈ, વિટામિન સી, વિટામિન એ, વિટામિન ડી, રાઈબોફ્લેવિન, થાયમિન, ઓમેગા 3 ફેટી એસિડ જેવા આવશ્યક તત્વ રહેલા છે. લવિંગ હ્રદય, ફેંફસા, લિવરને મજબૂત રાખે છે તથા પાચનતંત્ર માટે પણ લાભદાયી છે.

તજ

તજની મદદથી ફેંફસાને મજબૂત કરી શકાય છે, જેમાં ભરપૂર માત્રામાં થાયમિન, ફોસ્ફરસ, પ્રોટીન, સોડિયમ, વિટામિન, કૈલ્શિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, નિયાસીન, કાર્બોહાઈડ્રેટ રહેલા છે. તજમાં યોગ્ય માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ રહેલા છે, જે ફેંફસાને અને હ્રદયને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચના સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટિ કરતું નથી. આ બાબત પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરવો.)
First published: May 10, 2021, 3:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading