Motherhood: માતા બનવા માટે કેરિયર છોડવું અને પોતાના જીવનને ભૂલી જવું જરૂરી છે?


Updated: August 17, 2021, 11:20 PM IST
Motherhood: માતા બનવા માટે કેરિયર છોડવું અને પોતાના જીવનને ભૂલી જવું જરૂરી છે?
તસવીર- Shutterstoc

Busting Motherhood stereotypes in Style:રોશની ભાટિયાએ @thechiquefactor નામના ઈન્સ્ટાગ્રામ (Instagram) હેન્ડલ પર વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ સુંદર દેખાય છે. માતાની જીવનશૈલી અંગે સમાજની પ્રથા-રૂઢિઓ તોડવા માટે રોશનીએ પ્રયાસ કર્યો છે.

  • Share this:
Busting Motherhood stereotypes in Style: માતા બનવાનો અનુભવ દરેક સ્ત્રી માટે ખાસ હોય છે. માતા બન્યા બાદ શારીરિક, માનસિક અને સામાજિક સહિતના ફેરફાર થાય છે. લગ્ન કર્યા બાદ અથવા માતા બન્યા બાદ મહિલા અમુક સીમાઓમાં બંધાઈ જાય તેવું સમાજના કેટલાક લોકો ઈચ્છે છે, પરંતુ ફેશન બ્લોગર અને યુટ્યુબર રોશની ભાટિયા (Fashion Blogger and YouTuber Roshni Bhatia) સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરી પોતાની સ્ટાઈલમાં આ સીમાઓ તોડતી જોવા મળે છે. તેમણે માતૃત્વ સાથે જોડાયેલ રૂઢિગત માન્યતા (Motherhood stereotypes)ને ખૂબ જ સ્ટાઈલિશ અંદાજમાં તોડી છે.

ઉલ્લેખનીય છે કે, રોશની ભાટિયાએ @thechiquefactor નામના ઈન્સ્ટાગ્રામ (Instagram) હેન્ડલ પર વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ સુંદર દેખાય છે. માતાની જીવનશૈલી અંગે સમાજની પ્રથા-રૂઢિઓ તોડવા માટે રોશનીએ પ્રયાસ કર્યો છે. તેણે વિડીયો પર ટેક્સ્ટ લખીને મધરહૂડ સાથે જોડાયેલી સ્ટીરિયોટાઈપ્સને તે કઈ રીતે સ્ટાઈલથી તોડે છે તે જણાવ્યું છે. રોશનીએ મેકઅપ લગાવી અને બેકલેસ ડ્રેસ (Backless dress) પહેરીને લોકો વ્યંગાત્મક રીતે કહ્યું છે કે, માતૃત્વ- માતા બનવાનો (Motherhood)નો મતલબ પિંજરામાં કેદ થઈ રહેવાનો નથી. તમે માતા બન્યા પહેલા જે કરવાનું ઈચ્છતા હતા, તે માતા બન્યા બાદ પણ કરી શકો છો.







ઘણા લોકો ઈચ્છે છે કે, માતા બન્યા બાદ સ્ત્રીને માત્ર ટ્રેડિશનલ કપડાં પહેરવા જોઈએ. તેમજ બાળક અને પરિવાર જ સ્ત્રીની પ્રાથમિકતા હોવી જોઈએ અને કામ નહીં કરે તો પણ ચાલે. આ ઉપરાંત લોકો મહિલાઓ પોતાની પસંદગીની વસ્તુઓના સ્થાને બાળક માટે પૈસા બચાવે અને મેકઅપ કરવામાં સમય બગડ્યા વગર બાળક સાથે સમય વિતાવે તેવો આગ્રહ પણ રાખે છે. રોશનીએ પોતાના વીડિયોના માધ્યમથી આવું કહેતા લોકોને આગવી શૈલીમાં જવાબ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બીજા લગ્ન કરતા પહેલા રોશની મુક્તપણે જીવન જીવવાની આઝાદી ન હોય તેવા સંબંધમાં બંધાયેલી હતી. તેને અત્યારે એક પુત્ર છે. જે તેનો બેસ્ટ ફ્રેન્ડ પણ છે. રોશનીના મત મુજબ માતા બનવાનો અર્થ એ નથી કે, મહિલાએ પોતાની ઈચ્છાઓ ત્યાગી દેવી જોઈએ. તેમનું કહેવું છે કે, કામ કરવું, ના કરવું અને પોતાની રીતે જીવવું દરેક વ્યક્તિનો અધિકારી હોવા જોઈએ.
Published by: kuldipsinh barot
First published: August 17, 2021, 11:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading