શિયાળામાં પગની એડી ફાટી જવાની સમસ્યાથી પીડાવ છો? આ રહ્યું તેનું કારણ અને ઉપચાર


Updated: October 25, 2021, 7:38 PM IST
શિયાળામાં પગની એડી ફાટી જવાની સમસ્યાથી પીડાવ છો? આ રહ્યું તેનું કારણ અને ઉપચાર
શિયાળાની ઋતુમાં ક્રેક હીલ્સની સમસ્યા સામાન્ય બાબત છે. તસવીર- shutterstock

સિઝન બદલાય ત્યારે શરીરમાં પાણીની ઉણપ જોવા મળે છે સાથે જ ત્વચાની યોગ્ય સારસંભાળના અભાવે એડી ફાટી જતી હોય છે. કેટલાક ઘરેલુ ઉપચારો (Home Remedies) ની મદદથી આ સમસ્યાથી બચી શકાય છે.

  • Share this:
Avoid Crack Heels : શિયાળાની ઋતુમાં ક્રેક હીલ્સની સમસ્યા સામાન્ય બાબત છે. પણ ઘણી વખત શિયાળાની ઋતુ શરૂ થતા પહેલા જ એડીમાં ડ્રાયનેસની સમસ્યા થવા લાગે છે. વધુ પડતો સાબુનો પ્રયોગ, વારંવાર નહાવું અને મોશ્ચરાઈઝર ન લગાવાને કારણે આ સમસ્યા થઈ શકે છે. ઘણી વખત વધુ સમય તડકામાં રહેવાને કારણે પણ આ સમસ્યા થતી હોય છે. જ્યારે પણ એડીનાં રિમ આસપાસની ત્વચા ડ્રાય થઈ જાય, ત્યારે ક્રેક હીલ્સ (Crack heels)ની સમસ્યા જોવા મળતી હોય છે. રિમ આસપાસની ડ્રાય સ્કિન વધુ સમય ત્યાં રહે છે અને ડેડ સ્કિન ભેગી થાય છે. ઘણી વખત ખોટા ફુટવિયર પહેરવાને કારણે પણ આ સમસ્યા જોવા મળતી હોય છે. સિઝન બદલાય ત્યારે શરીરમાં પાણીની ઉણપ જોવા મળે છે સાથે જ ત્વચાની યોગ્ય સારસંભાળના અભાવે એડી ફાટી જતી હોય છે. કેટલાક ઘરેલુ ઉપચારો (Home Remedies) ની મદદથી આ સમસ્યાથી બચી શકાય છે. આજે અણે આપને અહીં ક્રેક હીલ્સથી બચવા (Avoid Crack Heels)ના કેટલાક ઉપાયો જણાવીશું

ક્રેક હીલ્સથી બચવાના ઉપાયો

1.મોજા પહેરો

તમે ઘરમાં હોવ કે બહાર, હંમેશા મોજા પહેરીને રાખવા જોઈએ. તમારા પગને સારી રીતે ધોઈ તેના પર ક્રીમ અથવા મોશ્ચરાઈઝર લગાવી ત્યાર બાદ મોજા પહેરવા જોઈએ. આવુ કરવાથી સ્કિન મોશ્ચરાઈઝ રહે છે અને ડ્રાયનેસથી બચી શકાય છે.

2.મોશ્ચરાઈઝરનો ઉપયોગ

જે રીતે તમે ચહેરા પર બે વખત મોશ્ચરાઈઝર લગાવો છો તે જ રીતે તમારા પગમાં પણ મોશ્ચરાઈઝર લગાવવું જરૂરી છે. સવારે નાહ્યા પછી અને રાત્રે સુતા પહેલા તમે મોશ્ચરાઈઝર લગાવી શકો છો. આવુ કરવાથી તમારી ત્વચા શુષ્ક નહી થાય અને નરમ રહેશે.આ પણ વાંચો: Hair tips: ઘરમાં Coconut Milkથી હેર સ્પા કરવાથી વધશે વાળની લંબાઈ અને સુંદરતા

3.પગની સ્વચ્છતા

જેમ દર અઠવાડિયે તમે તમારા ચહેરા પણ સ્ક્રબ કરો છો તે જ રીતે એડી પર પણ સ્ક્રબ કરવો જરૂરી છે. આ માટે તમે હોમમેડ અથવા તો બજારમાં મળતા સ્ક્રબ ખરીદી શકો છો.

આ પણ વાંચો: Health care: સ્વાદમાં કડવી આ પાંચ વસ્તુઓ ખાવાથી તમારુ શરીર રહેશે ટનાટન

4.પેડિક્યોર જરૂરી

દર મહિનામાં એક વકત પેડિક્યોર જરૂર કરાવો. આવું કરવાથી ડેડ સ્કિન દુર થાય છે અને ત્વચા નરમ રહે છે. પેડિક્યોર કરાવ્યા પછી પણ સ્કિનની સંભાળ રાખો.

આ પણ વાંચો: Hair tips: ઘરમાં Coconut Milkથી હેર સ્પા કરવાથી વધશે વાળની લંબાઈ અને સુંદરતા

5.તડકામાં સનસ્ક્રીન

જ્યારે પણ બહાર જવું હોય તો ફુટવિયર તરીકે જો ચપ્પલ પહેરતા હોવ તો સનસ્ક્રીનનો ઉપયોગ જરૂર કરવો. સનસ્ક્રીન સ્કિનને ડલ અને ડ્રાય થતા બચાવે છે સાથે જ ટેનિંગ પણ અટકાવે છે. આવું કરવાથી તમારી સ્કિન સોફ્ટ રહેશે અને ફાટશે નહી.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી તમામ જાણકારી અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. અમે આની ચોક્કસાઈનો દાવો કરતા નથી. આ ઉપાયો અજમાવતા પહેલા સંબંધિત નિષ્ણાંતોનો સંપર્ક સાધવો.)

 લાઈફ સ્ટાઈલને લગતી વધુ માહિતી અને સમાચાર વાંચવા માટે  ક્લિક કરો...
Published by: kuldipsinh barot
First published: October 25, 2021, 7:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading