અમદાવાદ : વરસાદનું બહાનું કરી પ્રેમી પ્રેમિકાને હોટલમાં લઈ ગયો, બીભત્સ ફોટા પાડી દુષ્કર્મ ગુજાર્યુ


Updated: October 2, 2020, 6:48 AM IST
અમદાવાદ : વરસાદનું બહાનું કરી પ્રેમી પ્રેમિકાને હોટલમાં લઈ ગયો, બીભત્સ ફોટા પાડી દુષ્કર્મ ગુજાર્યુ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના સાબરમીત પોલીસ મથકમાં નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ, 19 વર્ષની યુવતીને અંગત તસવીરો Viral કરવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ

  • Share this:
અમદાવાદ: શહેરના એક પોલીસસ્ટેશનમાં (Ahmedabad Police) એક યુવતીએ તેના જ પ્રેમી (Lover) સામે ફરિયાદ નોંધાવી છે. પ્રેમિકાએ આક્ષેપ કર્યો છે કે યુવકે તેને લગ્નની લાલચો (Offer of marriages) આપી હતી. પણ પહેલા તેણે મનાઈ કરી હતી. જેથી પ્રેમમાં પાગલ યુવકે પગના ભાગે બ્લેડો મારી યુવતીને લગ્ન સબન્ધ બાંધવા મજબુર કરી હતી. બાદમાં અવાર નવાર મળવા બોલાવતો હતો. એક વાર આ યુવતીને મળવા બોલાવી ત્યારે વરસાદ પડશે તેમ લાગે છે તેમ જણાવી હોટલમાં લઈ જઈ (Raped girl in hotel) બળાત્કાર ગુજાર્યો હતો. બે બે વાર આ ઘટના બની ત્યારે તેના પ્રેમીએ યુવતીના ન્યૂડ ફોટો મોબાઈલમાં પાડયા હતા. અને બાદમાં લગ્ન ન કરવાનું કહી યુવતીને ફોટો વાયરલ કરવાની ધમકી આપતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા (Police complain in ahmedbad) પોલીસે તપાસ શરૂ કરી છે.

સાબરમતી માં રહેતી 19 વર્ષીય યુવતી સાબરમતી માં જ આવેલી એક કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આજથી ત્રણેક વર્ષ પહેલા તેની બહેનપણીએ તેની કીર્તિ સોલંકી નામના યુવક સાથે મિત્રતા કરાવી હતી. બાદમાં અનેક સમય બાદ બને વચ્ચેની મિત્રતા ગાઢ બની હતી અને એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી. બને એકબીજા સાથે ફોન અને મેસેજથી વાતો કરતા હતા. એક વાર કીર્તિએ આ યુવતીને કહ્યું કે "તું મને બહુ ગમે છે મારે તારી સાથે મેરેજ કરવા છે." જોકે યુવતીએ આ બાબતે સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ બાદમાં આ કીર્તિ યુવતીને ફોન મેસેજ પર લગ્ન કરવા દબાણ કરતો હતો.

આ પણ વાંચો :  સુરત : કતારગામમાં મામાના છોકરાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધો બાંધી તરછોડી દીધી

એક વાર યુવતીએ ખખડાવીને ના પાડી દેતાં કીર્તિએ પોતાના પગમાં જાંઘ ના ભાગે બ્લેડો મારી દીધી હતી. જેથી યુવતીએ કંટાળીને તેને લગ્ન કરવા હા પાડી હતી. બાદમાં બને એકબીજાને અલગ અલગ જગ્યાઓ પર મળતા હતા. રિવરફ્રન્ટ સહિતની અનેક જગ્યાઓ પર ફરવા મળવા જાય ત્યારે કીર્તિ તેને લગ્નના પ્રલોભનો આપીને યુવતીની છાતી પર હાથ મૂકી કિસ કરવાની કોશિશો કરતો હતો. યુવતી આ બાબતે મનાઈ કરે તો તેને લગ્ન કરવાના જ છે ને તેમ કહી વિશ્વાસમાં લેતો હતો.

અવાર નવાર કીર્તિ આ યુવતીને શરીર સબન્ધ બાંધવા પણ દબાણ કરતો હતો જોકે યુવતી તે વાતો ટાળતી હતી. વર્ષ 2019 માં શ્રાવણ માસમાં કીર્તિએ યુવતીને મળવા ફોન કર્યો હતો ત્યારે યુવતીએ કહ્યું તે કોલેજ જાય ત્યારે મળી લેશે. કીર્તિ યુવતીની કોલેજ પર પહોંચી ગયો બાદમાં વરસાદ પડે તેમ લાગે છે તેમ કહી ત્યાંથી નીકળી હોટલમાં લઈ ગયો હતો.આ પણ વાંચો :  આણંદ : 3.5 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર 44 વર્ષના નરાધમને ફાંસીની સજા

જ્યાં તેની પર બળાત્કાર ગુજારી યુવતીના ન્યૂડ ફોટો પાડયા હતા. યુવતીને આ સમયે બ્લીડીંગ થયું તેના પણ ફોટો પાડયા હતા. અઠવાડિયા બાદ ફરી હોટલમાં લઈ જઈ કીર્તિએ બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં કીર્તિ આ યુવતી સાથે ફોન પર સરખી વાત ન કરતો અને લગ્નની વાત યુવતીએ કરી તો તે વાત કરવાનું ટાળતો હતો. જેથી યુવતીએ એક વાર મળવા બોલાવતા કીર્તિએ લગ્ન ન કરવાનું કહી યુવતીને ધમકી આપી કે વધારે બોલીશ તો ફોટો વાયરલ કરી દઈશ. સમગ્ર બાબતને લઈને આ યુવતીએ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ આપતા સાબરમતી પોલીસે કીર્તિ સામે ફરિયાદ નોંધી આ મામલે તપાસ શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: October 2, 2020, 6:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading