અમદાવાદ : યુવકને પાડોશી 'ભાભી' સાથે થયું 'ILU-ILU', કર્યો મોબાઈલ Gift, પતિને જાણ થતા જ...


Updated: October 6, 2021, 12:34 AM IST
અમદાવાદ : યુવકને પાડોશી 'ભાભી' સાથે થયું 'ILU-ILU', કર્યો મોબાઈલ Gift, પતિને જાણ થતા જ...
યુવકને પાડોશી ભાભી સાથે થયું ILU-ILU

વર્ષ 2021થી આ યુવકને સોસાયટીમાં રહેતી જ પરિણીતા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. બાદમાં પરિણીતાના પતિને પત્નીના આડા સબંધની જાણ થઈ અને...

  • Share this:
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક યુવકને પ્રેમ કરવો ભારે પડ્યો હોવાની ઘટના સામે આવી છે. એક યુવક ને થોડા મહિનાઓ પહેલા સોસાયટીમાં રહેતી એક પરિણીતા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. આ દરમિયાન યુવકે ફોન તેને આપ્યો હતો. જે વાતની જાણ પરિણીતાના પતિને થતા તે આ યુવકને મોબાઈલ ફોન બાબતે પૂછવા ગયો હતો. સાથે કેટલાક લોકોને લઈને ગયો હતો. યુવકે પોતે આ ફોન આપ્યો હોવાનું કહેતા જ લોકો તેની પર તૂટી પડ્યા અને લાકડીઓ થી માર મારી અધમુઓ કરી નાખ્યો હતો. સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નરોડામાં રહેતો 31 વર્ષીય યુવક ગાંધીનગર ખાતે ફર્નિચરની દુકાન ધરાવી વેપાર કરે છે. વર્ષ 2021 થી આ યુવકને સોસાયટીમાં રહેતી જ પરિણીતા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. બાદમાં પરિણીતાના પતિને પત્નીના આડા સબન્ધ ની જાણ થતાં યુવક અને તેની પ્રેમિકા ના પરિવાર વચ્ચે સમાધાન થયું હતું. યુવકે આ પ્રેમ સબન્ધ દરમિયાન પરિણીત પ્રેમિકા ને મોબાઈલ ફોન પણ આપ્યો હતો. સોમવારે આ યુવક તેના બ્લોકના ધાબે ઉભો હતો. ત્યારે તેની પ્રેમીકાનો પતિ અને અન્ય લોકો ત્યાં આવ્યા હતા. પરિણીતાના પ્રેમીને તેના પતિએ મોબાઈલ ફોન બાબતે પૂછ્યું હતું. જેથી યુવકે આ ફોન તેણે જ્યારે પરિણીત પ્રેમિકા સાથે સબંધ હતો ત્યારે આપ્યો હોવાનું જણાવ્યું હતું.

આ વાત જાણતા જ પરિણીત પ્રેમિકા ના પતિ સહિતના લોકો યુવક પર તૂટી પડ્યા હતા. યુવકને આ બાબતની દાઝ રાખી માર મારી અધમૂઓ કરી નાખ્યો હતો. કેટલાક શખસોએ તો લાકડીઓથી માર મારી આ યુવકને લોહી કાઢી નાખ્યું હતું. તાત્કાલિક યુવકને હોસ્પિટલમાં ખસેડતા તેને પાંચ ટાકા આવ્યા હતા. અને બરડા માં પણ મૂઢ માર વાગ્યો હતો.

આ પણ વાંચોઅમદાવાદ: પિતરાઈ ભાઈએ પવિત્ર સંબંધ પર લગાવ્યું લાંછન, 'પાડોશીઓ જોઈ ગયા અને...'

આ મારામારી દરમિયાન યુવકની સોનાની ચેઇન, રોકડા અને મોબાઈલ ફોન પણ ક્યાંક પડી ગયા હતા. સમગ્ર બાબતે યુવકે પોલીસને જાણ કરતા નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: October 6, 2021, 12:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading