અમદાવાદ : 80થી વધારે ગુના આચરનાર ખુંખાર આરોપી ઝડપાયો, આવી રીતે આઠ વર્ષથી પોલીસને આપતો હતો ચકમો


Updated: May 7, 2021, 6:00 PM IST
અમદાવાદ : 80થી વધારે ગુના આચરનાર ખુંખાર આરોપી ઝડપાયો, આવી રીતે આઠ વર્ષથી પોલીસને આપતો હતો ચકમો
અમદાવાદ : 80થી વધારે ગુના આચરનાર ખુંખાર આરોપી ઝડપાયો, આવી રીતે આઠ વર્ષથી પોલીસને આપતો હતો ચકમો

ઝડપાયેલા આરોપી પાસેથી ઘાતક તિક્ષણ હથિયાર અને ત્રણ કારતૂસ સાથે લોડેડ પિસ્તોલ મળી આવી

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં 80 કરતા વધુ ગુના આચરનાર આરોપી અને છેલ્લા આઠ વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર રહેતા આરોપીને ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડયો છે. આરોપીના ગુનાહિત ભૂતકાળની વાત કરીએ તો ચાલુ ગાડીએ તાડપત્રી કાપી ચોરીથી માંડી હત્યાના પ્રયાસ અને પોલીસ પર હુમલાના ગુનામાં પણ ફરાર હતો. પોલીસ પૂછપરછમાં ગેડિયા ગેંગ નામ મુખ્ય આરોપીએ 80 જેટલા ગુનાની કબૂલાત કરી છે.

ગુજરાતના જુદા-જુદા હાઇવે પર રાતના અંધારાનો લાભ લઈને ચોરીનો આતંક માચાવતી ગેડિયા ગેંગના મુખ્ય સૂત્રધારને અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડયો છે. ઝડપાયેલા આરોપી પાસેથી ઘાતક તિક્ષણ હથિયાર અને ત્રણ કારતૂસ સાથે લોડેડ પિસ્તોલ મળી આવી છે.ગેડીયા ગેંગનો આ માથાભારે કુખ્યાત આરોપી છેલ્લા આઠ વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો પણ આખરે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન એક ડઝનથી વધારે ગુનાઓના ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા મળી છે.

ઝડપાયેલા આરોપી પાસેથી ઘાતક તિક્ષણ હથિયાર અને ત્રણ કારતૂસ સાથે લોડેડ પિસ્તોલ મળી આવી


ખૂંખાર ગેડિયા ગેંગના આરોપી હઝરત ખાન ઉર્ફે હજુ મલેકની ઉંમર માત્ર 29 વર્ષની છે. પરંતુ જો તેના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો ચોરી, હત્યાની કોશિશ, લૂંટ અને ધાડ સહિત પોલીસ પર હુમલો કરવાના અનેક ગુના તેના સામે દાખલ થયેલા છે. માત્ર 29 વર્ષની ઉંમરમાં જ તે 80થી વધારે ગંભીર ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે. રાતના અંધારામાં હાઇવે પર માલ સામાન લઈ જઈ રહેલી ટ્રક નજીક ચાલુ ગાડીએ તાડપત્રી કાપીને ચોરી કરવામાં આ ખૂંખાર આરોપી અને તેના સાગરીતોની માસ્ટરી હતી.

આ પણ વાંચો - કોરોના વચ્ચે રાહતના સમાચાર, અમદાવાદમાં 108 એમ્બ્યુલન્સના કોલમાં ધરખમ ઘટાડો

નોંધનીય છે કે આરોપી વર્ષ 2013થી ફરાર હતો. આરોપી હઝરત ખાન ઉર્ફે હજુ મલેક અને તેના સાગરિતો પોલીસની કે તેના બાતમીદારોની નજરમાં ન આવી જાય તે માટે ઝાડીઓમાં છુપાઈને રહેતા હતા. એટલા માટે જ અત્યાર સુધી પોલીસની નજરથી બચતો રહ્યો છે.

ગેડિયા ગેંગે સમગ્ર ગુજરાતના અલગ-અલગ હાઇવે પર આતંક મચાવીને રાખ્યો છે. ત્યારે એલસીબીની બાહોશ પોલીસે ખૂંખાર આરોપીને દબોચી ગેંગના તમામ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસનું માનવું છે કે ગેડીયા ગેંગના આ ખૂંખાર આરોપીની પૂછપરછમાં વધુ ગુનાઓના ભેદ ખુલશે. જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે હઝરત ખાન ઉર્ફે હજુ મલિકના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: Ashish Goyal
First published: May 7, 2021, 6:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading