અમદાવાદ : હેવાનિયયતની હદ વટાવતો કિસ્સો, 9 વર્ષની બાળકી સાથે ગેરેજવાળો કરી રહ્યો હતો અડપલા, રંગેહાથ ઝડપાયો


Updated: May 28, 2021, 7:08 AM IST
અમદાવાદ : હેવાનિયયતની હદ વટાવતો કિસ્સો, 9 વર્ષની બાળકી સાથે ગેરેજવાળો કરી રહ્યો હતો અડપલા, રંગેહાથ ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર

પસ્તીની દુકાન ચલાવતી મહિલાની દીકરીને સીડી પાછળ લઈ જઈ અને ગેરેજવાળાએ વિકૃતિની તમામ હદો પાર કરી, ગરીબ મા રડતી દીકરીને લઈને પહોંચી પોલીસ મથક

  • Share this:
અમદાવાદ: શહેરમાં (Ahmedabad Molestation) અવારનવાર મહિલાઓની છેડતી તથા બળાત્કા (Rape)ર જેવા કિસ્સા સામે આવે છે. ત્યારે વધુ એક આવી ઘટના શહેરના વાડજ (vadaj) વિસ્તારમાં બનતા અરેરાટી ફેલાઈ છે. વાડજ વિસ્તારમાં નવ વર્ષની બાળકી (Children) સાયકલ લઈને તેના માતા-પિતા ની દુકાન પાસેથી પસાર થતી હતી. ત્યારે ગેરેજવાળા (Garage owner) એક વ્યક્તિએ તેને બોલાવી તેના શરીરે અડપલા કર્યા હતા. ગભરાઇ ગયેલી બાળકીને અન્ય લોકો જોઈ જતા ગેરેજ વાળા ને લોકોએ રંગેહાથ ઝડપી પોલીસને સોંપ્યો હતો.

જુના વાડજ માં રહેતા ૩૫ વર્ષીય મહિલા તેમના પતિ સાથે પેપર પસ્તી ની દુકાન ધરાવી વેપાર કરે છે. તેઓને સંતાનમાં પાંચ બાળકો છે જેમાં એક નવ વર્ષની બાળકી ધોરણ-3માં અભ્યાસ કરે છે. અને તેના માતા-પિતાની સાથે દુકાને બેસે છે. ગુરૂવારના રોજ આ મહિલા તેના પતિ તથા દીકરી સાથે દુકાન ઉપર ગયા હતા અને બાદમાં દુકાન ખોલી વેપાર ધંધો કરતા હતા.

આ પણ વાંચો : સુરત : યુવક હાફ પેન્ટ પહેરીને જામીન દેવા આવ્યો, પોલીસે કર્યુ એવું કે Video થયો Viral

આ પણ વાંચો : હળવદ : 'હે અલખધણી મારા જેવું દુ:ખ કોઈને ન દેતો', ભાવુક અંતિમ ચિઠ્ઠી લખી ખેડૂતનો આપઘાત

આ પણ વાંચો : જામનગર : યુવરાજસિહના મર્ડરના આરોપીઓ ઝડપાયા, હત્યાનું કારણ રેતીનો ધંધો?

ત્યારે તેમની 9 વર્ષની દીકરી સાયકલ લઈને આમતેમ આંટા મારતી હતી અને બપોરના સુમારે જ ત્યાં સોસાયટીમાં રહેતા એક મહિલા તેમની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે તેમની દીકરી ને ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર સાયકલ ઉપર બેસાડી ગેરેજવાળા ભાઈ અડપલા કરતા હતા.

આ મહિલાએ બૂમાબૂમ કરતા બ્લોકના માણસોએ તે વ્યક્તિને પકડી પાડયો હતો. જેથી બાળકીની માતા ત્યાં ગઈ હતી અને ગેરેજ વાળા ભાઈને જોઈ પોતાની બાળકી રડતી હોવાથી તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે તે સાયકલ ચલાવતી હતી તે વખતે ગેરેજ વાળા કાકા એ સીડી નીચે બોલાવી હતી અને બાળકી જ્યારે અંદર ગઈ ત્યારે ગેરેજ વાળા કાકા એ તેના કપડા ઉતારી શરીર ઉપર અલગ અલગ ભાગે હાથ ફેરવ્યો હતો. જેથી આ તમામ લોકો એ ભેગા થઈને પોલીસને જાણ કરતા વાડજ પોલીસે આરોપી મોતી કનોજીયા નામના આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: May 28, 2021, 7:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading