અમદાવાદ : ગેમ્સમાં રોકાણ કરાવીને ઉંચા વળતરની લાલચે લાખોની છેતરપિંડી કરનારા બે શખ્સો UPથી પકડાયા


Updated: June 16, 2021, 7:30 PM IST
અમદાવાદ : ગેમ્સમાં રોકાણ કરાવીને ઉંચા વળતરની લાલચે લાખોની છેતરપિંડી કરનારા બે શખ્સો UPથી પકડાયા
અમદાવાદ : ગેમ્સમાં રોકાણ કરાવીને ઉંચા વળતરની લાલચે લાખોની છેતરપિંડી કરનારા બે શખ્સો UPથી પકડાયા

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પોન્જી સ્કીમ ચલાવતા અને છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

  • Share this:
અમદાવાદ : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પોન્જી સ્કીમ ચલાવતા અને છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી સદ્દામ હુસૈન મન્સૂરી અને ધરમપાલસિંહ રાઠોડ ચાંદખેડા વિસ્તારમાં મેગ્નેટા એન્ટરટેઇનમેન્ટ નામની ઓફિસ શરૂ કરી ઓનલાઈન ગેમ્સમાં ચોક્કસ સમયગાળા માટે રોકાણ કરાવી અને રોજનું એક ટકા લેખે રિટર્ન આપવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવી ફરાર થઈ ગયા હતા. જે અંગેની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં નોંધાઈ હતી.

મહત્વનું છે કે ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળતા ઉત્તર પ્રદેશથી બન્ને શખ્સોને ઝડપી પાડયા હતા. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ પેઢી સાથે અન્ય પણ બે વ્યક્તિઓ સંડોવાયેલા છે. આ ટોળકી શરૂઆતમાં રિટર્ન ઓફ ઇન્ટરેસ્ટના થોડા પૈસા ચૂકવી મોટેરામાંથી ઓફિસ બંધ કરી 55 લાખ રૂપિયા જેટલી મત્તાની છેતરપિંડી કરી ફરાર થઈ ચૂક્યા હતા. હાલ તો પોલીસે આ ગેંગમાં સામેલ ચિરાગ પરીખ અને જાવેદ ખાન નામની વ્યક્તિઓ કોણ છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - પુત્રએ માતાની હત્યા કરી 1000 ટૂકડા કર્યા, કૂતરા સાથે મળી એક સપ્તાહ સુધી ખાતો રહ્યો માતાનું માંસ

મળતી માહિતી પ્રમાણે ફરિયાદી પાસેથી 12 લાખ જેટલું રોકાણ કરાવીને તેમને શરૂઆત માં 2 લાખ રૂપિયા પરત આપીને બાકીની રકમની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા હતા. હાલ આ મામલે વધુ આરોપીઓ ફરાર છે અને જેમને પકડવા કામગીરી કરવામાં આવી રહી છે.

આ મામલે acp ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે અન્ય લોકો ભોગ બન્યા છે તે લોકો પણ સામે આવી શકે છે અને આંકડો વધી શકે છે. મહત્વનું છે કે આ પહેલા પણ અમદાવાદમાં આવી જ રીતે એક સ્કીમ ખોલવામાં આવી હતી અને જેનો પણ પોલીસે પર્દાફાશ કર્યો હતો.
Published by: Ashish Goyal
First published: June 16, 2021, 7:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading