અમદાવાદ : 'હવસખોર ચોકીદાર' રજિસ્ટરમાંથી મેળવતો યુવતીઓનાં નંબર, મોકલતો હતો બીભત્સ સંદેશા


Updated: May 15, 2021, 1:21 PM IST
અમદાવાદ : 'હવસખોર ચોકીદાર' રજિસ્ટરમાંથી મેળવતો યુવતીઓનાં નંબર, મોકલતો હતો બીભત્સ સંદેશા
અમદાવાદના સેટેલાઇટમાં નોકરી કરતો ગાર્ડ હતો હવસનો પૂજારી કર્યુ શરમજકન કામ

મહિલાને જુદા જુદા મોબાઈલ નંબરથી બિભત્સ પ્રકારના શારીરિક સંબંધો બાંધતા અને સ્ત્રી-પુરુષના જાતીય અંગ દેખાડતા વીડિયો અને ફોટા મોકલતો હતો. સાયબર ક્રાઇમે ઝડપી પાડતા ફૂટ્યો ભાંડો

  • Share this:
અમદાવાદ: શહેરમાં રહેતી એક પરિણીતાને (Married Woman) અલગ-અલગ ત્રણ નંબર ઉપરથી ટ્રુ કોલર અને વોટ્સએપ માં મેસેજ આવતા આ પરિણીતા ચોંકી ગઈ હતી. અજાણ્યા નંબર ઉપરથી પુરુષ તથા સ્ત્રીના જાતીય અંગોના વીડિયો અને ફોટા મોકલનાર આરોપી સામે મહિલાએ સાઇબર ક્રાઇમમાં (Cyber Crime) ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ફરિયાદી મહિલા એક ફ્લેટમાં કામર્થે ગઈ ત્યારે તેણે ફ્લેટના એન્ટ્રી ગેટ પર પોતાની વિગતો ભરી હતી. મહિલા સ્વરૂપવાન હોવાથી ગાર્ડને પસંદ આવી અને તેનો નમ્બર લઈ તેને હાઈ હેલો ના મેસેજ કરી બીભત્સ કલીપ મોકલવાની શરૂ કરી હતી.

શહેરના ઇસ્કોન આંબલી રોડ પર રહેતી ૨૭ વર્ષીય પરિણીતા તેના પતિ તથા બીજા સભ્યો સાથે ત્રણ વર્ષથી રહે છે. આ મહિલાનો પતિ કેમિકલ ડાઈ નો વટવા જીઆઈડીસી ખાતે ફેક્ટરી ધરાવી વેપાર કરે છે અને મહિલાને સંતાનમાં બે વર્ષનો દીકરો પણ છે.

આ પણ વાંચો : સુરત : કતારગામાં પતિ-પત્નીએ જાહેરમાં શરમજનક કૃત્ય કર્યુ, પોલીસે કરી અટકાયત

સોશિયલ મીડિયા ઉપર બધાના સંપર્કમાં રહેવા માટે આ મહિલા વોટ્સએપ ફેસબુક જેવી જુદીજુદી એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. ગત 28 ફેબ્રુઆરીના રોજ આ મહિલાને અજાણ્યા નંબર ઉપરથી ટ્રુ કોલર એપ્લિકેશનની ચેટમાં પહેલા એક થમ્બ ઈમોજી વાળો મેસેજ આવ્યો હતો. પરંતુ આ નંબરથી તે અજાણ હોવાથી મહિલાએ તે મેસેજ ઉપર કોઈ ધ્યાન આપ્યું ન હતું.

ત્યારબાદ ફરીથી બે માર્ચના રોજ આ મહિલા ઘરે હાજર હતી ત્યારે અજાણ્યા નંબરના ધારકે ફરીથી મહિલાને ટ્રુ કોલર એપ્લિકેશન ની ચેટમાં અશ્લીલ પ્રકારના વિડીયો તેમજ ગંદા ફોટા મોકલી Hi લખી મેસેજ કર્યો હતો. આ મહિલા તે નંબરના ધારકને ઓળખતી ન હોવાથી મહિલાએ કોઈ રીપ્લાય આપ્યો ન હતો.

આ પણ વાંચો : આ પણ વાંચો : સુરત : ઘાડ પાડવા નીકળેલી ચીકલીગર ગેંગે PSIને કચડી નાખવાનો પ્રયાસ કર્યો, અડધી રાતે ફિલ્મી દૃશ્યો સર્જાયાબાદમાં ફરીથી 24 માર્ચ ના રોજ મહિલાને ટ્રુ કોલર એપ્લિકેશનની ચેટમાં તથા વોટ્સએપ ઉપર અજાણ્યા નંબર પરથી અશ્લીલ પ્રકારના વીડિયો તેમજ ગંદા ફોટા આવ્યા હતા અને તેમાં "હાઈ ઓનલાઇન આવો દોસ્ત" એવું લખાણ મોકલી આપ્યું હતું. જેથી મહિલાને એવું લાગ્યું હતું કે તેને કોઈ હેરાન કરવા માટે થઈ અલગ-અલગ મેસેજ કરી રહ્યું છે.

જેથી મહિલાએ આ નંબર બ્લોક કરી તેના પતિને જાણ કરી હતી. બાદમાં 13 માર્ચના રોજ પણ ટેક્સ્ટ મેસેજ આવ્યા હતા. જેમાં આ મેસેજ કરનાર રોઝ અને દીલ આકારનું ઈમોજી મોકલતો હતો. આટલું જ નહીં અન્ય નંબર ઉપરથી આવેલા ટેક્સ મેસેજમાં "How are you true caller kyu bandh kiya chalu karo na pls" તેવો મેસેજ કર્યો હતો.

આ રીતે મહિલાને જુદા જુદા મોબાઈલ નંબરથી ટ્રુ કોલર તથા વોટ્સએપ ઉપર બીભત્સ પ્રકારના શારીરિક સંબંધો બાંધતા અને સ્ત્રી-પુરુષના જાતીય અંગ દેખાડતા વીડિયો અને ફોટા મોકલી શખશે હેરાન કરતાં આ મહિલાએ સાઇબર ક્રાઇમમાં અરજી આપી હતી.

આ પણ વાંચો : સુરત : ટોળાએ મહિલાના ઘર પર હુમલો કરી લૂંટ ચલાવી,આતંકની ઘટના CCTVમાં કેદ

જેથી સાયબર ક્રાઈમે અલગ-અલગ ત્રણ નંબર ઉપરથી મેસેજ કરનાર વ્યક્તિ સામે ગુનો નોંધી આરોપી પુષ્કરરામ આર્યાની ધરપકડ કરી છે.આરોપીની પૂછપરછ માં સામે આવ્યું કે આરોપી સેટેલાઇટમાં આવેલા અર્ચન રેસિડેન્સીમાં નોકરી કરે છે. આરોપીના લગ્ન ન થયા હોવાથી તેને છોકરીઓ સાથે મિત્રતા કરવાની ગમતી હતી.

આ પણ વાંચો : આ પણ વાંચો : સુરત : હેવાનિયતની હદ વટાવતો કિસ્સો, ચપ્પુની અણીએ ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

જેથી ફેસબુક પર અલગ અલગ ગમતી છોકરીઓને તે મેસેજો કરતો હતો. આ દરમિયાન ફરિયાદી મહિલા આ ફ્લેટમાં આવી ત્યારે આ આરોપીને તે ગમી ગઈ હતી અને તેણે રજીસ્ટરમાં આપેલો નમ્બર મેળવી મહિલાને ટ્રુ કોલર અને વોટ્સએપ પર મેસેજો કરી બીભત્સ વિડીયો અમે ફોટો મોકલ્યા હતા.
Published by: Jay Mishra
First published: May 15, 2021, 1:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading