અમદાવાદ : 'મમ્મી, મારા સસરા ક્રાઇમ સીરિયલના બીભત્સ દ્રશ્યો જોઈને મને..' યુવતીએ કર્યો આપઘાત

News18 Gujarati
Updated: July 18, 2021, 4:42 PM IST
અમદાવાદ : 'મમ્મી, મારા સસરા ક્રાઇમ સીરિયલના બીભત્સ દ્રશ્યો જોઈને મને..' યુવતીએ કર્યો આપઘાત
આરોપી સસરાની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી

Ahmdabad Suicide : આણંદની રહેવાસી અને અમદાવાદ સાસરે રહેતી મૃતક યુવતીના સસરા સામે છેડતી અને દુષપ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી

  • Share this:
અમદાવાદ: ચારેક દિવસ પહેલા એક યુવતીએ (suicide) આપઘાત કર્યો હોવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. યુવતીએ અન્ય કોઈ કારણ નહિ પણ તેના સસરા (Father in Law) તેની છેડતી (Molestation) કરતા હોવાનો આક્ષેપ (allegation) તેની માતા પાસે કર્યો હતો. તેણે તેની માતાને એ પણ કહ્યું હતું કે તેના સસરા ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોવે અને બીભત્સ દ્રશ્યો આવે તો તે ત્યાંથી જતી રહેતી પણ તેના સસરા તેને ત્યાં બેસાડતા અને શરીરના અલગ અલગ ભાગે અડપલા (Molested) કરતા હતા. આખરે આ બધું સહન ન થતા યુવતીએ આપઘાત કરી લીધો હતો. જે મામલે યુવતીની માતાએ વેવાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સસરા ની ધરપકડ કરી છે.

આણંદ જિલ્લાના એક ગામમાં રહેતી 40 વર્ષીય મહિલા ના વર્ષ 1999 માં અમદાવાદ ખાતે લગ્ન થયા હતા. લગ્ન જીવનથી આ મહિલાને એક પુત્રીનો જન્મ થયો હતો. જોકે થોડા સમય બાદ પતિ સાથે મનમેળ ન રહેતા આ મહિલા અલગ થઈ ગઈ અને પિયરજનો સાથે રહેવા લાગી હતી.

આ પણ વાંચો : મોરબી : 'બાય મિતાલી એકવાર મારી લાશ પર રોવા આવજે..,' આયેશાની જેમ FB Live કરી યુવકનો આપઘાત

અને દીકરીનો કબજો પણ પોતાની પાસે રાખ્યો હતો. મહિલાની આ પુત્રીના વર્ષ 2021 ના જાન્યુઆરી માસમાં એક યુવક સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ આ યુવતી તેના પતિ, સસરા, બે જેઠ અને જેઠાણી સાથે રહેવા લાગી હતી. જ્યારે જ્યારે આ યુવતી પિયર જાય ત્યારે તેની આ ફરિયાદી માતા ને સસરા માટેની ફરિયાદ કરતી હતી.

યુવતીએ આક્ષેપ કર્યો હતો કે તે રસોડામાં કામ કરતી હોય ત્યારે કોઈ ન હોય તો તેના સસરા રસોડા માં આવી તેની આસપાસ પડેલી વસ્તુઓ લેવાના બહાને તેને શરીરના અલગ અલગ ભાગો પર સ્પર્શ કરતા હતા. યુવતીએ તેની માતાને એવું પણ જણાવ્યું હતું કે તેના સસરા વધુ સમય ઘરે જ રહેતા હતા અને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોતા રહેતા હતા.આ પણ વાંચો : Gujarat Rains: વલસાડમાં આભ ફાટ્યું, ઉમરગામમાં બે કલાકમાં સવા 8 ઈંચ, વાપીમાં સવા 6 ઈંચ વરસાદ

આ સિરિયલ માં કોઈ બીભત્સ સીન આવે તો યુવતી ત્યાંથી જતી રહે તો તેના સસરા તેને ત્યાં બેસાડી દેતા અને બાદમાં શરીર ના અલગ અલગ ભાગો પર સ્પર્શ કરતા હતા. ગત 14 જુલાઈના રોજ ફરિયાદી મહિલા એટલે કે યુવતીની માતાને જાણ થઈ કે તેમની પુત્રી ઘરે દાદરા પરથી પડી ગઈ છે જેથી પરિવારજનો અહીં અમદાવાદ યુવતીના સાસરે આવ્યા હતા. જ્યાં આવીને જોયું તો યુવતીએ ફાસો ખાઈ આપઘાત કર્યો હતો અને તેની લાશ પલંગ પર પડી હતી.

આ પણ વાંચો : Exclusive : મહીસાગરમાં ગેરકાયદેસર ગર્ભપાતનો Viral Video, મકાનના વાડામાં 'માનવતાની હત્યા'

મૃતક યુવતીની માતાએ આપઘાત નું કારણ પૂછતાં યુવતીના પતિએ જણાવ્યું કે તેઓ કામકાજ માટે બહાર હતા અને યુવતીના સસરાએ જણાવ્યું કે તે ચશમા રીપેર માટે શાહપુર ગયા હતા. બપોરે જમવા માટે યુવતીનો ફોન આવ્યો ત્યારે સસરાએ સાંજે આવીશ તેમ કહ્યું હતું. બપોરે બે ત્રણ ફોન પણ કર્યા હતા પણ યુવતીએ ઉપાડયા નહોતા.

અને યુવતીના સસરા ઘરે આવ્યા ત્યારે આ યુવતી કે જે તેમની પુત્રવધુ થાય તે સૂતી હોવાનું માની તેઓ નીચે બેસી રહ્યા હતા. પણ સાંજની રસોઈનો સમય થતા સામેવાળી છોકરીને બોલાવવા મોકલતા આ યુવતી ફાસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જેથી યુવતીની માતાએ પુત્રીના સસરા સામે છેડતી અને દુષપ્રેરણાની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી નફ્ફટ સસરાની ધરપકડ કરી છે.
Published by: Jay Mishra
First published: July 18, 2021, 4:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading