અમદાવાદ: યુવતીએ 13 વર્ષ સંબંધ રાખી સગાઈ ન કરી, યુવકે વાતચીત કરવા માટે કર્યું એવું કૃત્ય કે થઈ ધરપકડ


Updated: February 12, 2021, 2:02 PM IST
અમદાવાદ: યુવતીએ 13 વર્ષ સંબંધ રાખી સગાઈ ન કરી, યુવકે વાતચીત કરવા માટે કર્યું એવું કૃત્ય કે થઈ ધરપકડ
જમણે આરોપી.

Ahmedabad cyber crime: આરોપી રઘુવીરસિંહ ડોડીયાએ પોલીસને જણાવ્યું કે તે યુવતી સાથે વર્ષ 2006થી રિલેશનશિપમાં હતો. તેની પૂર્વ મંગેતર એટલે જે ફરિયાદી યુવતી ઘરેથી ભાગી પણ ગઈ હતી.

  • Share this:
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતી થોડા સમય પહેલા એક યુવક સાથે સગાઈ (Engagement) કરવાની હતી. જોકે, આ યુવક તેની સાથે ખૂબ ઝઘડા કરતા તેણીએ સગાઈ કરી ન હતી. બાદમાં આ યુવકે તેનો અને ફરિયાદી યુવતીનો ફોટોગ્રાફ્ટ પ્રોફાઈલ ફોટો (Profile picture) તરીકે મૂકી rveer67, rurudddd અને girlss_attitude નામના ત્રણ ડમી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Dummy instagram account) બનાવ્યા હતા અને યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ (Friend request) મોકલી હતી. યુવતીને કોઈ ઇરાદાપૂર્વક હેરાન કરી રહ્યું હોવાનું લાગતા સાઇબર ક્રાઇમ (Cyber crime)નો સંપર્ક સાધતા પોલીસે તપાસ કરીને આરોપીની ધરપકડ કરી છે. આરોપી અન્ય કોઈ નહીં પરંતુ યુવતી સાથે જે યુવકની સગાઈ ન થઈ હતી તે જ નીકળ્યો હતો.

28 વર્ષીય યુવતી મૂળ નાંદેજ ખાતે તેના માતાપિતા સાથે રહે છે. આ યુવતી સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવે છે. ગત ઓકટોબર માસમાં યુવતી તેના મોટા બાપુજીના ઘરે મણીનગર રોકાવા માટે આવી હતી. આ દરમિયાન તેણીને ઇન્સ્ટાગ્રામ પર એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી તેના પ્રોફાઇલ પિક્ચર તરીકે યુવતીનો પોતાનો અને એક યુવકનો ફોટોગ્રાફ્સ હતો. આ યુવક બીજું કોઈ નહીં પરંતુ તેણીની જે યુવક સાથે સગાઈ થવાની હતી તે હતો. જોકે, સતત ઝઘડાને કારણે યુવતીએ સગાઈ કરી ન હતી.

આ પણ વાંચો: દાહોદ જિલ્લામાં આવેલું 125 વર્ષથી વધુ જૂનું સીમળાનું હેરિટેજ વૃક્ષ આજે પણ તરોતાજા

જે બાદમાં યુવતીને તેને બ્લોક કરી દીધો હતો. બાદમાં ફરી rurudddd અને girlss_attitude નામના આઈડી પરથી રિકવેસ્ટ આવી હતી. આ આઈડી પણ યુવતીએ બ્લોક કરી દીધા હતા. જે બાદમાં યુવતીએ આ મામલે સાઇબર સેલનો સંપર્ક કર્યો હતો. સાઇબર ક્રાઇમે તપાસ કરી આ ગુનો આચરનાર અન્ય કોઈ નહીં પરંતુ યુવતીએ જે યુવક સાથે સગાઈ નહોતી કરી તે જ હોવાનું માનીને તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: હાસ્ય કલાકાર ડૉ. જગદીશ ત્રિવેદીએ પત્નીને જન્મ દિવસે આપી અનોખી ભેટ, સ્વખર્ચે સરકારી શાળા બનાવી
આરોપી રઘુવીરસિંહ ડોડીયાએ પોલીસને જણાવ્યું કે તે યુવતી સાથે વર્ષ 2006થી રિલેશનશિપમાં હતો. તેની પૂર્વ મંગેતર એટલે જે ફરિયાદી યુવતી ઘરેથી ભાગી પણ ગઈ હતી. એકતરફ તે લગ્ન કરવાની ના પાડતી અને બીજી તરફ ઘરેથી ભાગી ગયા બાદ દોઢ વર્ષે પરત આવતા આરોપીએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવતી લગ્ન બાબતે સમજવા તૈયાર ન હોવાથી વાત કરતી ન હતી. જે બાદમાં તેના આઈડી પરથી વાત ન કરવા તેણે યુવતી સાથે વાત કરવા અન્ય આઈડી બનાવી વાત કરી લગ્ન કેમ કરવા નથી માંગતી તેવું પૂછવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: February 12, 2021, 2:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading