અમદાવાદ: પતિ કમાવવું ન પડે તે માટે બન્યો વ્યંડળ, પત્નીએ ચબરાકીથી આ રીતે શીખવાડ્યો પાઠ

News18 Gujarati
Updated: June 19, 2021, 10:00 AM IST
અમદાવાદ: પતિ કમાવવું ન પડે તે માટે બન્યો વ્યંડળ, પત્નીએ ચબરાકીથી આ રીતે શીખવાડ્યો પાઠ
પ્રતીકાત્મક તસવીર

અભયમની ટીમનાં સમજાવ્યાં બાદ પતિએ કામ કરીને પરિવારની જવાબદારી ઉપાડવાનું સ્વીકાર્યું હતું.

  • Share this:
અમદાવાદ: શહેરમાં (Ahmedabad) એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પતિ પરિવારનાં નિર્વાહની જવાબદારીમાંથી છટકવા માટે વ્યંડળ (transgender) બનીને તેમની ટોળીમાં ફરતો હતો. આ અંગે પતિ અને પત્ની (Husband wife) વચ્ચે અવારનવાર બોલવાનું પણ થતું હતું. આ દંપતીનાં (couple) બે સંતાનો પણ છે. જેથી કંટાળીને પત્નીએ અભયમ હેલ્પલાઇનમાં (Abhayam Helpline) ફોન કરીને પોતાની સમસ્યામાં મદદ માંગી હતી. અભયમનાં કાઉન્સિલરોએ પતિને સમજાવકા તેણે વ્યંડળ બનવાનું છોડીને પરિવાર માટે કમાવવાનો વાયદો કર્યો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પત્નીએ પોતાની સમસ્યા અંગે અભયમમાં ફોન કરીને મદદ માંગી હતી. જે બાદ અભયમની ટીમ ઘરે આવીને તેના પતિનો સંપર્ક કર્યો હતો. તેનો પતિ ઘરે આવ્યો ત્યારે તે સ્ત્રી વેશમાં જ વ્યંડળ બનીને આવ્યો હતો. જે જોઇને અભયમની ટીમે પતિને સમજાવ્યો હતો કે, તમે એક પુરુષ તરીકે જન્મ લીધો છે. તમે બે બાળકોનાં પિતા છો, પતિ છો તો ઘરની જવાબદારી તો નીભાવવી પડે. અભયમની ટીમનાં સમજાવ્યાં બાદ પતિએ કામ કરીને પરિવારની જવાબદારી ઉપાડવાનું સ્વીકાર્યું હતું.

'ફ્લાઇંગ શીખ' મિલ્ખા સિંહનું નિધન, વડાપ્રધાને કહ્યું,'આપણે મહાન ખેલાડી ગુમાવ્યો'

પત્નીએ અભયમની ટીમને જણાવ્યું હતું કે, મને અનેકવાર મરી જવાનો વિચાર આવે છે, પરંતુ ત્યારે મને મારા બે બાળકો જ દેખાય છે. જેથી હું તે વિચારને મનમાંથી કાઢી નાંખું છું. મેં પતિને અનેકવાર સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે માનવા તૈયાર જ નથી અને પછી ઝઘડો કરે છે. આ બધું જોઇને મારા બાળકોનાં માનસ પર પણ અસર થાય છે. પતિ રોજ સ્ત્રીનાં કપડાં પહેરીને સ્ત્રીની જેમ તૈયાર થઇને વ્યંડળોની ટોળકી સાથે ફરવાનું શરૂ કરતાં પત્નીએ નાછૂટકે મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો અને અંતે પતિને પોતાની ભૂલ સ્વીકારી કામ કરવાનું વચન આપ્યું છે.

અમદાવાદની સ્પોર્ટ્સ સિટી બનવા તરફ કૂચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસની સાત ગામની સરકારી જમીન અનાતમ રાખવા સૂચના
બનાસકાંઠાના ડીસામાં થોડા દિવસ પહેલા બે સંતાનની માતાની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારી હોવાની ઘટના સામે આવી હતી. સ્ત્રી પરના અત્યાચારો ઘટે અને માનવ વધ જેવા ગુન્હાઓ અટકે તે માટે ડીસાની સેશન્સ કોર્ટે દાખલારૂપ ચુકાદો આપ્યો હતો. કાંકરેજ તાલુકાના કાકરાળા ગામે રહેતા જશીબેન ઠાકોરના લગ્ન 11 વર્ષ અગાઉ સમાજનાં રીતિ-રિવાજ મુજબ મૈડકોલ ગામે રહેતા ભગાજી રામાજી ઠાકોર સાથે થયા હતા. શરૂઆતમાં બંનેનું દામ્પત્યજીવન સુખરૂપ ચાલતાં તેઓને બે સંતાનની પ્રાપ્તિ પણ થઈ હતી તે દરમિયાન 2018 ની સાલમાં જશીબેન પોતાના બે બાળકો સાથે પિયર ગયા હતા અને બાદમાં તેમના પતિ તેમને તેડવા માટે સાસરીમાં પહોંચ્યા હતા.
Published by: Kaushal Pancholi
First published: June 19, 2021, 9:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading