અમદાવાદ: નેટ બેન્કિંગ વાપરો છો તો ચેતી જજો, કંપની સાથે આ રીતે થઇ 94 લાખની છેતરપિંડી


Updated: February 1, 2021, 3:53 PM IST
અમદાવાદ: નેટ બેન્કિંગ વાપરો છો તો ચેતી જજો, કંપની સાથે આ રીતે થઇ 94 લાખની છેતરપિંડી
પ્રતીકાત્મક તસવીર

આરોપીઓએ કંપનીના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરનું નવું સીમકાર્ડ લઈ, કાર્ડ સ્વાઈપ કરી કંપનીના નેટ બેંકિંગ પાસવર્ડ, યુઝર નેમ મેળવી રૂ.94 લાખ અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. આ મામલે સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

  • Share this:
અમદાવાદ: ટ્રેડીંગ ઈન એક્સપોર્ટ ઇન્સેન્ટીવ ડ્યૂટી ક્રેડીટ સ્ક્રિપ્ટનું કામકાજ કરતી કંપનીના ખાતામાંથી શખશે રૂ.94 લાખની રકમ ટ્રાન્સફર કરી ઓનલાઈન ઠગાઈ આચરી છે. કંપનીના એમડીએ કોરોના મહામહારીમાં બેંકમાં જઇ શકાય તેમ ન હોવાથી નેટ બેંકિંગ સુવિધા કંપનીના બેંકના એકાઉન્ટમાં કરાવતા કંપની ઠગાઈનો ભોગ બની હતી. આરોપીઓએ કંપનીના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરનું નવું સીમકાર્ડ લઈ, કાર્ડ સ્વાઈપ કરી કંપનીના નેટ બેંકિંગ પાસવર્ડ, યુઝર નેમ મેળવી રૂ.94 લાખ અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. આ મામલે સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ટ્રાઈડેન્ટ ઈન્ડીયા કંપનીના એચ.આર મેનેજર વિવેક પટેલે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓની કંપનીના ડાયરેકટર અમિષા મહેતા હાલ મુંબઈ ખાતે રહે છે અને કંપનીના એમડી જતીન પારેખ છે. કંપનીનું એકાઉન્ટ નૂતન નાગરિક બેંક લો ગાર્ડન બ્રાન્ચમાં છે. કંપનીના બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર મોબાઈલ નંબર આપેલો છે જેમાં બેંક ટ્રાન્ઝેક્શન OTP આવે છે. શરૂઆતમાં નેટ બેંકિંગની સુવિધા ન હતી. જોકે કોવિડમાં બેંક જઈ શકાય તેમ ન હોવાથી કંપનીના એમડીએ રૂબરૂ બેંકમાં જઇ નેટ બેંકિંગની સુવિધા કરાવી હતી.

ગત તા.26મી ડિસેમ્બરના રોજ જે મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર હતો. તેના સીમ રિપ્લેસનો મેસેજ ટેલિકોમ કંપની તરફથી આવતા ટ્રાઈડેન્ટ ઈન્ડીયા કંપનીના કર્મચારીએ ટેલિકોમ કંપનીના અધિકારીને તેઓએ સીમ રિપ્લેસની કોઈ અરજી ન આપ્યાનું જણાવ્યું હતું. આથી ટેલિકોમ કંપનીના વર્ચ્યુલ મેનેજરે તે મોબાઈલ નંબર ટેમ્પરરી સસ્પેન્ડ કરી બીજું નવું સીમકાર્ડ આપ્યું હતું. આ કાર્ડ ચાલુ ટ્રાઈડેન્ટ ઈન્ડીયા કંપનીની ભાવિકા અગ્રવાલે વોડફોનમાં મેઈલ કર્યા હતા. જોકે કાર્ડ ચાલુ ન થતા મોબાઈલ નંબર બંધ રહ્યો હતો.

કચ્છ: રમતાં રમતાં ત્રણ કિશોર રેતીમાં દટાયા, મોત નીપજતા ગ્રામજનો હિબકે ચઢ્યાં

અમદાવાદઃ કરોડો રૂપિયા ચાઉં કરનાર મહિલા ક્લાર્ક અને તેના પતિ સહિત ત્રણ ઝડપાયા, કર્યો ખુલાસો કેવી રીતે કરી ઉચાપત

ગત તા 26-28 ડિસેમ્બર દરમિયાન મોબાઈલ નંબર એક્ટિવ થયો ન હતો. કંપનીના સિનિયર એકાઉન્ટ રવિએ કંપનીના બેંક એકાઉન્ટ ચેક કરતા ઓનલાઇન રૂપિયા 94 લાખ કંપનીના ખાતામાંથી જુદી જુદી બેંકોના બેંક એકાઉન્ટમાં જમા થયેલા હતા. જે બેંક એકાઉન્ટ ધારકો સાથે કંપનીને કોઈ લેવડદેવડ કે વેપાર નથી. આમ કોઈ અજાણી વ્યક્તિએ ટ્રાઈડેન્ટ ઈન્ડીયા કંપનીના મેઈલ આઇડીમાં અનઅધિકૃત રીતે પ્રવેશ કરી, કંપનીના બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર મોબાઈલ નંબરનું સીમ રિપ્લેસ કરવાની ખોટી માહિતી વોડાફોન કંપનીમાં આપી, નવું સીમકાર્ડ લઈ સ્વાઈપ કર્યું અને કંપનીનો નેટ બેંકિંગ પાસવર્ડ અને યુઝર આઈડી નેમ મેળવી કંપની સાથે રૂ.94 લાખની ઠગાઈ આચરી હતી.સમગ્ર મામલે વિવેકભાઈએ સાયબર ક્રાઇમા ફરિયાદ નોંધાવતા હવે પોલીસે સિમ સ્વેપિંગ બાબતે ઠગાઈ કરતી ટોળકીની તપાસ હાથ ધરી આરોપીઓ સુધી પહોંચવા પ્રયત્નો હાથ ધર્યા છે.
Published by: Kaushal Pancholi
First published: February 1, 2021, 3:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading