અમદાવાદ: યુવતીનું બન્યું ફેક FB એકાઉન્ટ, ફોટા શેર કરી મોબાઇલ નંબર સાથે લખ્યુ -'I love u jaan, અકેલી હું'


Updated: January 19, 2021, 8:20 AM IST
અમદાવાદ: યુવતીનું બન્યું ફેક FB એકાઉન્ટ, ફોટા શેર કરી મોબાઇલ નંબર સાથે લખ્યુ -'I love u jaan, અકેલી હું'
પ્રતીકાત્મક તસવીર

આ યુવતી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ સોશિયલ સાઇટ્સ પર કોઈ એકાઉન્ટ ધરાવતી નથી.

  • Share this:
અમદાવાદ: શહેરમાં રહેતી 19 વર્ષીય વિદ્યાર્થીનીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. તેનું ફેસબુક આઈડી કે ઇન્સ્ટાગ્રામ આઈડી ન હોવા છતાં કોઈ શખ્સે તેના ભળતા નામનું ફેસબુક આઈડી બનાવ્યું હતું. સાથે સાથે અન્ય એક આઈડી પણ બનાવ્યું હતું. આ આઈડી પર યુવતીએ વોટ્સએપ સ્ટેટ્સમાં રાખેલા ફોટો અપલોડ કરી તેમાં તેની માતાનો નંબર રાખી બીભત્સ લખાણ લખ્યું હતું. યુવતીની બદનામી કરનાર શખશે આ પોસ્ટમાં હિન્દી ભાષામાં એવું પણ લખ્યું હતું કે "અકેલી હું, My whatsapp number ********** , i love u jaan તેમજ અકેલી હું શેર કરો રાત 11 બજે કોલ કરૂગી. લોકોના ફોન આવતા જ યુવતીએ અરજી કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઓઢવમાં રહેતી 19 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. આ યુવતી પાંજરાપોળ પાસે સીએનો અભ્યાસ કરે છે. આ યુવતી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ સોશિયલ સાઇટ્સ પર કોઈ એકાઉન્ટ ધરાવતી નથી. ગત સપ્ટેમ્બર માસમાં તેના ફોઈના દીકરાનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે, ફેસબુક પર ફોટો મૂકી મોબાઈલ નંબર કેમ વાયરલ કર્યો છે? જેથી આ યુવતીએ જણાવ્યું કે, તેણે આવું કંઈ કર્યું નથી.

સુરત: કીમ માંડવી રોડ પર ટ્રક-ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં રસ્તા પર ઊંઘી રહેલા 18 શ્રમજીવી કચડાયા, 13નાં મોત

બાદમાં આ યુવતીએ તેની માતાના મોબાઇલમાંથી તેમના ફેસબુક એકાઉન્ટ ચેક કરતા આ પ્રકારની પોસ્ટ મળી હતી. અને આ યુવતીએ વોટ્સએપ સ્ટેટ્સમાંજે ફોટો મુક્યા હતા તે જ ફોટો અપલોડ થયા હતા. બાદમાં તપાસ કરી તો યુવતીના ભળતા નામથી અને કોઈ યુવકના નામથી બે આઈડી બનાવેલા હતા.

તુલા રાશિના જાતકોની આજે વધશે પ્રસિદ્ધિ, જાણો કેવો રહેશે આપનો દિવસ

જેમાથી થયેલી પોસ્ટમાં હિન્દી ભાષામાં એવું પણ લખ્યું હતું કે "અકેલી હું, My whatsapp number ********** , i love u jaan તેમજ અકેલી હું શેર કરો રાત 11 બજે કોલ કરૂગી. જેમા નંબર યુવતીની માતાનો હોવાથી કેટલાક લોકોના ફોન આવવાના શરૂ થઈ ગયા હતા.જેથી યુવતીએ આ મામલે સાયબર ક્રાઇમમાં અરજી આપતા સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પણ આ કિસ્સામાં કોઈ જાણભેદુ હોવાનું પણ પોલીસ માની રહી છે.
Published by: Kaushal Pancholi
First published: January 19, 2021, 7:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading