વડોદરામાંથી કરોડોના દાગીના ચોરી કરનાર ગેંગનો સાગરીત અમદાવાદથી ઝડપાયો


Updated: July 7, 2021, 7:21 PM IST
વડોદરામાંથી કરોડોના દાગીના ચોરી કરનાર ગેંગનો સાગરીત અમદાવાદથી ઝડપાયો
વડોદરામાંથી કરોડોના દાગીના ચોરી કરનાર ગેંગનો સાગરીત અમદાવાદથી ઝડપાયો

એક આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી 26 લાખથી વધુનો સોનાના દાગીનાનો મુદ્દામાલ કબજે કર્યો

  • Share this:
અમદાવાદ : તાજેતરમાં વડોદરા વિસ્તાર નજીક છાણી જકાતનાકા પાસેથી એક કારની ડેકીમાં 2 કરોડ 35 લાખના દાગીનાની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જેમાં એક આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી 26 લાખથી વધુનો સોનાના દાગીનાનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમે ચોક્કસ હકીકત આધારે વડોદરામાં થયેલી ચોરીમાં સંડોવાયેલા આરોપી ચોરીનો કેટલોક મુદ્દામાલ લઈ આસ્ટોડિયા માંડવીની પોળ પાસેથી નીકળવાનો હોવાની માહિતી આધારે આસ્ટોડિયા પાસેથી ઝડપી લીધો હતો.

પકડાયેલા આરોપી અમિત અભવેકરની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યુ કે પોતાની છ શખ્સોની ગેંગ સાથે વડોદરા ચોરીના ઇરાદે જ ગયા હતા. તે દરમ્યાન રેકી કરતા રાજકોટના સોનીનો પીછો કરી કારનો કાચ તોડીને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. રાજકોટના વી રસિકલાલ નામથી સોનાના દાગીનાનો ટ્રેડિંગ ધંધો કરતા વેપારી વડોદરા ગયા હતા અને તેની કારમાં ડેકીમાં રાખેલા સોનાના દાગીના ચોરી લીધા હોવાનું આરોપીએ કબૂલ્યું હતું. જે અંગે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.

આ પણ વાંચો - પશ્ચિમ બંગાળમાં 52 વર્ષ બાદ શા માટે ફરી બની રહી છે વિધાન પરિષદ?

પકડાયેલો આરોપી અમિત અભવેકર અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. વર્ષ 2016માં આજ પ્રકારની મોડેસ ઓપરેન્ડીથી નિકોલ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં, જ્યારે 2017માં શેરકોટડા અને ઓઢવ વિસ્તારમાં ચોરીના ગુનામાં નામ સામે આવ્યું હતું. એટલું જ નહીં આરોપી અમિત પોતાની ગેંગ સાથે મુંબઈ પણ ચોરી કરવા જતા અગાઉ પકડાઈ ચૂક્યો છે. ચોરીના ગુનામાં સુરત પોલીસે 2020માં પાસા હેઠળ ધકેલતા એક માસ પહેલાં જેલમાંથી આવતા ફરી એક ગુનાને અંજામ આપ્યો હતો.

આ મામલે ક્રાઈમ બ્રાન્ચના acpનું કેહવું છે કે અન્ય આરોપીઓને પકડવા તપાસ ચાલુ છે અને જે લોકો પકડાશે તો અન્ય ગુનાઓનો ભેદ પણ ખુલી શકે તેમ છે. હાલ તો પકડાયેલ આરોપીને વડોદરા પોલીસને સોંપવા કામગીરી કરવામાં આવી રહી છે.
Published by: Ashish Goyal
First published: July 7, 2021, 7:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading