અમદાવાદ : CGSTના 2 ઉચ્ચ અધિકારી ઉપરની કમાણી લેતા રંગેહાથ ઝડપાયા, જાણો - કયા કામ માટે લીધા 1.5 લાખ


Updated: March 27, 2021, 12:05 AM IST
અમદાવાદ : CGSTના 2 ઉચ્ચ અધિકારી ઉપરની કમાણી લેતા રંગેહાથ ઝડપાયા, જાણો - કયા કામ માટે લીધા 1.5 લાખ
સીજીએસટી વિભાગના બે ઉચ્ચ અધિકારી લાંચ લેતા ઝડપાયા

ઉચ્ચ અધિકારીઓ સામેલ હોવાથી તપાસ સંપૂર્ણ રીતે કરવામાં આવશે. ચોંકાવનારી વાત તો એ છે કે, જે રીતે ઉચ્ચ અધિકારી ઝડપાયા છે, જેથી મામલો ગંભીર બન્યો છે

  • Share this:
અમદાવાદ : રાજ્ય સહિત દેશભરમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારા ફૂલ્યો ફાલેલો છે. ત્યારે આવા લાંચીયા બાબુઓ પર લગામ કસવા એસીબી હંમેશા તત્પર રહેતી હોય છે. ત્યારે આજે એસીબીએ છટકુ ગોઠવી સીજીએસટી વિભાગના બે ઉચ્ચ અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એસીબીએ પ્રકાશ યશવંતભાઇ રસાણીયા, ઉ.વ.૫૩, વર્ગ-૨,સુપ્રિટેન્ડન્ટ CGST ઓફિસ, ડિવિઝન-૬, સેટેલાઇટ અને નિતુસિંહ અનિલ ત્રિપાઠી, ઉ.વ.૩૫, વર્ગ-૧ જોઈન્ટ કમિશ્નર CGST ઓફિસ, ડિવિઝન-૬, સેટેલાઇટ, અમદાવાદને 1.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, હું રીટેઇલ ફર્નિશિંગનું કામ કરૂ છે. જેમાં તેઓ માલ ઇમ્પોર્ટ કરી મંગાવે છે. ઇમ્પોર્ટ કરેલા માલ સામે લેવાની થતી ઇમ્પોર્ટ ઉપરની ટેક્ષ ક્રેડીટ(આઇ.ટી.સી.) તેને ચુકવવાના થતાં જી.એસ.ટી સામે મજરે લેવા બાબતે સીજીએસટી વિભાગના બે અધિકારીઓ દ્વારા લાંચ માંગવામાં આવી રહી છે. પહેલા તેમણે 5 લાખની લાંચ માંગી હતી, પરંતુ આખરે 1.50 લાખ આપવાના નક્કી કર્યા હતા.

આ પણ વાંચોઅમદાવાદ : માસ્કના દંડને લઈ મહિલાએ હદ વટાવી, જાહેરમાં ઉતારવા લાગી કપડા, પોલીસને માર્યા લાફા

આ રકમ ફરિયાદીએ આપવી ન હતી, જેને પગલે તેણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદીની ફરિયાદ મળતા એસીબી દ્વારા છટકુ ગોઠવી દેવામાં આવ્યું, ત્યારે બંને અધિકારી દ્વારા એકબીજાના મેળાપીપણમાં ફરીયાદી પાસેથી પ્રકાશ રસાણીયા મારફતે લાંચની રકમ લેવડાવી હતી, જ્યારે જોઈન્ટ કમિશ્નર નિતુસિંહે હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસે લાંચ લેતા રંગેહાથે પકડાઇ ગયા હતા. આ મામલે ઉપરોક્ત આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ પણ વાંચોઅમદાવાદ : પિતા પેટ્રોલ પંપ ચલાવતા અને પુત્ર બન્યો દેશમાં ઓઈલ માફિયા, 300 કરોડથી વધુનું ઓઈલ ચોર્યું આ મામલે એસીબી અધિકારીઓએ જણાવ્યું છે કે, હાલ તપાસ કરવામાં આવી રહી છે અને આ બંને અધિકારીઓએ જેમણે લાંચ લીધી છે, તેમાં કોઈ અન્ય અધિકારીઓ સામેલ છે કે નહીં, તેની પણ તપાસ કરવામાં આવશે. સાથો સાથ આરોપીઓનાા ઘરની તપાસ અને બેંકની માહિતી પણ ચેક કરવામાં આવશે. આ મામલો ખુબ ગંભીર હોવાથી અને ઉચ્ચ અધિકારીઓ સામેલ હોવાથી તપાસ સંપૂર્ણ રીતે કરવામાં આવશે. ચોંકાવનારી વાત તો એ છે કે, જે રીતે ઉચ્ચ અધિકારી ઝડપાયા છે, જેથી મામલો ગંભીર બન્યો છે.
Published by: kiran mehta
First published: March 26, 2021, 11:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading