અમદાવાદ: શહેરનું મુખ્ય amazon સર્વિસ સેન્ટર કરાયું સીલ, હજારો પ્રોડક્ટની ડિલિવરી અટકી


Updated: May 7, 2021, 10:50 PM IST
અમદાવાદ: શહેરનું મુખ્ય amazon સર્વિસ સેન્ટર કરાયું સીલ, હજારો પ્રોડક્ટની ડિલિવરી અટકી
અમદાવાદમાં અમેઝોન સર્વિસ સેન્ટર સીલ

કોવિડ ગાઇડલાઇનના ઉલ્લંઘન બદલ એએમસીની મોટી કાર્યવાહી, એમેઝોન સેલર સર્વિસ એકમ સીલ કરાયું

  • Share this:
અમદાવાદ : સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી હાહકાર મચાવ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત કોરોના કેસમાં એક પછી એક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ભારત સરકાર ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ કોવિડ માર્ગદર્શિકા ચુસ્ત પાલન કરવા માટે સ્થાનિક સત્તા મંડળોને સત્તા આપવામાં આવી છે.

અમદાવાદ મહાનગર પાલિકા સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના જોધપુર વિસ્તાર આવેલ અમદાવાદ શહેરના મુખ્ય એમેઝોન સેલર સર્વિસ સેન્ટર પર ચેકીંગ હાથ ધર્યું હતુ. અહીં એએમસીએ જાહેર કરાયેલ ગાઇડલાઇન સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું હતુ. એમેઝોન સેલર સર્વિસ સેન્ટર પર ૧૦૦ થી વધુ ડિલેવરી બોય એકત્ર થયા હતા તેમજ અહીં કોઇ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક નિયમનું પાલન જોવા મળ્યું ન હતું.

આ પણ વાંચો - હાહાકાર : હોમિયોપેથીક દવા ખાવાથી એક જ પરિવારના 8 લોકોનાં મોત, ચારની હાલત ગંભીર, કઈં દવા હતી?

એએમસી સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવી હતી, અને એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે એમેઝોન સેલર સર્વિસ એકમને નિયમ ઉલ્લંઘન બદલ નોટિસ પણ આપવામા આવી હતી. એમેઝોનથી ઓનલાઇન મંગાવેલ વસ્તુઓ હવા થોડી દિવસ માટે ડિલેવરી થઇ શકશે નહી. કારણ કે, આખા અનદાવાદ શહેરનું મુખ્ય સેલર સર્વિસ સેન્ટર એમેઝોનનું જોધપુર વિસ્તાર ગોડાઉન આવેલ છે. જે હાલ એએમસી દ્વારા સીલ કરાયું છે.

આ પણ વાંચોહેવાનીયતનો Video: અશ્લિલ હરકતનો વિરોધ કર્યો તો, રોમિયો યુવકે નિર્દયતાથી યુવતીની કરી પિટાઈ

એએમસી સોલિડ વેસ્ટ સહિત અન્ય વિભાગ દ્વારા પણ શહેરના ખાનગી ઓફિસ એકસમા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધી ચેકીંગ કામગીરી દરમ્યાન 3903 ઓફિસ / એકમ ચેક કરવામાં આવેલ છે. જે પૈકી 39 એકમોને સીલ બંધ કરવામાં આવેલ છે. કોરોના સંક્રમણને કાબુમા લેવા માટે ખાનગી ઓફિસ / એસ્ટાબીશમેન્ટ ફક્ત ૫૦ ટકા જેટલા કર્મચારીઓ ચાલુ રાખવા તેમજ માસ્ક, સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સસિંગ તમામ પ્રોટોકોલનુ પાલન કરવા તાકિદ કરવામાં આવે છે.
Published by: kiran mehta
First published: May 7, 2021, 10:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading