અમદાવાદ : સાબરમતીમાં 2 ભાઈની હત્યાનો મામલો, 12 વર્ષે બબલુ અને સુંદર દબોચાયા


Updated: July 7, 2021, 5:41 PM IST
અમદાવાદ : સાબરમતીમાં 2 ભાઈની હત્યાનો મામલો, 12 વર્ષે બબલુ અને સુંદર દબોચાયા
સાબરમતી ડબલ મર્ડર કેસના બે આરોપીની ધરપકડ

વર્ષ 2009માં સાબરમતી વિસ્તારમાં ધંધાકીય હરીફાઈની અદાવતમાં બે વ્યક્તિઓની ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ બંને સગાભાઇઓના મોત નિપજ્યા હતા

  • Share this:
અમદાવાદ : સાબરમતી વિસ્તારમાં બે ભાઈઓની થયેલી હત્યા કેસમાં 12 વર્ષ પછી બે આરોપીઓ પકડાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત વિસ્તારમાંથી બન્ને આરોપીઓને ઝડપી લેવાયા છે. જ્યારે આ કેસમાં 15 આરોપીઓની સંડોવણી સામે આવતા અગાઉ ત્રણ આરોપીઓને પોલીસ પકડેલા. વર્ષ 2009માં સાબરમતી વિસ્તારમાં ધંધાકીય હરીફાઈની અદાવતમાં બે વ્યક્તિઓની ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ બંને સગાભાઇઓના મોત નિપજતા સાબરમતી પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી હતી. જોકે 11 વર્ષ બાદ પણ હત્યા કેસમાં કેટલાક આરોપીઓ ફરાર હતા, જેને શોધવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા સુરત વિસ્તારમાંથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

આરોપી બબલુ કુશવાહ અને સુંદર સિંઘ કુશવાહની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે, સામાન્ય તકરારમાં બન્ને ભાઈઓની હત્યા કરવામાં આવી. બનાવ અંગે વાત કરીએ તો આરોપી ભૂરા સિંહ કુશવાહ અને તેના ભાઈ સહિત ભત્રીજો અમદાવાદ એરપોર્ટ પર ઉભા રહીને ચણાચોર ગરમ વેચવાનો વ્યવસાય કરતા હતા.

આ પણ વાંચોઆઘાતજનક: ભાઈઓને રૂમમાં બંધ કરી 'કોરોના સંક્રમિત' યુવક સુતલજ નદીમાં કૂદી પડ્યો, ન બચાવી શક્યા

આ દરમિયાન તેમના જ ગામના 4 અન્ય લોકો એરપોર્ટ પર આવી ચણાચોર ગરમ વેચવા લાગ્યા. જેથી ધંધાકીય હરિફાઈને કારણે ઝઘડા થવા લાગ્યા અને અવારનવાર મારામારી પણ થતી હોવાથી અદાવત રાખી હુમલો કરવા માટે પ્લાનિંગ કર્યું હતું. જેમાં 22 નવેમ્બર 2009ના રોજ રામ અવતાર પ્રજાપતિ અને તેના ચાર સાગરીતો એરપોર્ટથી ઓટો રીક્ષામાં બેસી સાબરમતી જતા હતા, તે દરમિયાન પ્રબોધ રાવળ બ્રિજના છેડા પર 2 રીક્ષાઓ આવી, ફરિયાદી અને મરણ જનાર મુકેશ પ્રજાપતિ અને શ્રીકાંત પ્રજાપતિ પર ફાયરિંગ કરી જીવલેણ હુમલો કર્યો હતો.

આ પણ વાંચો25 વર્ષીય યુવકને માર મારી અધમરો કરી દીધો, પછી રેલ્વે ટ્રેક પર ફેંકી દીધો, મોત

જેમાં સારવાર દરમ્યાન શ્રીકાંત તને મુકેશ પ્રજાપતિનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે તપાસ કરતા 15 જેટલા શખ્સોની સંડોવણી બહાર આવતાં ત્રણ આરોપીઓની અગાઉ ધરપકડ કરી ચૂકી હતી. જ્યારે હજુ પણ અન્ય આરોપીઓ આ કેસમાં પોલીસ ચોપડે ફરાર છે.
Published by: kiran mehta
First published: July 7, 2021, 5:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading