અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના દિલધડક ઓપરેશનનો live video viral, જમવા બેઠેલા આરોપીઓને દબોચી લીધા

News18 Gujarati
Updated: June 30, 2021, 5:18 PM IST
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના દિલધડક ઓપરેશનનો live video viral, જમવા બેઠેલા આરોપીઓને દબોચી લીધા
રેસ્ટોરન્ટમાં આરોપીને પકડવા માટે પોલીસનું ઓપરેશન

Ahmedabad news: અમદાવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આ દિલધડક ઓપરેશ કરવામાં આવ્યું હતું. અને આ વીડિયો પાટણનો હોવાનો પણ ખુલાસો થયો છે. બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી. અને આરોપીઓને દબોચી લીધા હતા.

  • Share this:
અમદાવાદઃ અત્યારે સોશિયલ મીડિયા (social media) ઉપર પોલીસ દ્વારા કરવામાં આવેલું દિલધડક ઓપરેશન (police operation) ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયો પોલીસની ટીમ જમવા બેઠેલા આરોપીને (accused caught) દબોચી લીધા હતા. ફિલ્મમાં બતાવવામાં આવતા સીન (Film scene video) જેવી જ રીતે પોલીસની ટીમે આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસની ટીમની કાર્યવાહી દરમિયાન રેસ્ટોરન્ટમાં ઉપસ્થિત અન્ય લોકો પણ આ નજારો જોવા માટે ટોળે વળ્યા હતા. જ્યારે કેટલાક લોકો આ જોઈને ડરી ગયા હતા.

વાયરલ થઈ રહેલો આ વીડિયો પહેલા ભરૂચ દેરોલ ચોકડી પાસેનો હોવાનું માનવામાં આવતું હતું. જોકે, અમદાવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આ દિલધડક ઓપરેશ કરવામાં આવ્યું હતું. અને આ વીડિયો પાટણનો હોવાનો પણ ખુલાસો થયો છે. બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી. અને આરોપીઓને દબોચી લીધા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપી વાહન ચોર હતો અને તેમની પાસેથી કોઈ ઘાતક હથિયારો મળ્યા નથી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે આરોપી પાસેથી લાઈટર મળ્યું હતું. અને તેના કાકાના ઘરેથી હથિયાર મળી આવ્યું હતું. આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

વીડિયોમાં એક રેસ્ટોરન્ટ દેખાઈ રહી છે. અને ચાર યુવકો એક ટેબલ ઉપર બેઠા છે. અને તે કચાજ જમવાનો ઓર્ડર પણ આપી દીધો હશે. તેઓ રાહ જોઈને બેઠા હતા ત્યારે ચાર પોલીસ કર્મચારીઓ સાદા ડ્રેસમાં આવે છે અને બાજુના ટેબલ ઉપર બેશે છે.આ પણ વાંચોઃ-છોટાઉદેપુરઃ તાલિબાની સજાનો કમકમાટી ભર્યો video આવ્યો સામે, મહિલા અને યુવકોએ યુવતીને માર્યો ઢોર માર

આ પણ વાંચોઃ-હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી

થોડી જ ક્ષણોમાં યુવકો કંઈ સમજે તે પહેલા ટેબલ પર બેઠેલા પોલીસ કર્મચારીઓ યુવકોને દબોચી લે છે. આ સાથે અન્ય પોલીસ કર્મચારીઓ પણ ત્યાં આવી પહોંચે છે. યુવકોને તપાસ કરીને પકડી પાડે છે. એક યુવકને પોલીસ જમીન પર સુવડાવી દે છે અને તેની પણ તલાશી લે છે. આ દિલધડક ઓપરેશનથી જમવા આવેલા અન્ય લોકોમાં પણ ભય ફેલાયો હતો.ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ અમદાવાદના રસ્તાઓ ઉપર પણ દિલધડક ઓપરેશનના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં ફિલ્મી સ્ટાઈલમાં પીએસાઈએ આરોપીઓને રોડ ઉપર દોડીને પકડ્યા હતા. આ આરોપી જુહાપુરાનો ડોન હોવાનું પણ ખુલ્યું હતું.
Published by: ankit patel
First published: June 30, 2021, 4:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading