અમદાવાદ : કરફ્યુમાં બહાર નીકળેલ રિક્ષા ચાલકને પોલીસે પકડ્યો, તો પોલીસને મારી દીધી છરી


Updated: July 3, 2021, 10:00 PM IST
અમદાવાદ : કરફ્યુમાં બહાર નીકળેલ રિક્ષા ચાલકને પોલીસે પકડ્યો, તો પોલીસને મારી દીધી છરી
પ્રતિકાત્મક તસવીર

'તમે પોલીસવાળા ઓ મને કેમ રોક્યો છે. મને જવા દો' તેમ કહી હુલાવી દીધી, ગળામાં છરી મારવાની કોશિશ નિષ્ફળ રહી, તો પીંડીમાં મારી દીધી

  • Share this:
અમદાવાદ : કોરોના કાળ દરમિયાન કાયદાના પાલન કરાવતા પોલીસ અને લોકો વચ્ચે અનેક વખત સંઘર્ષ થઈ ચુક્યા છે. લોક ડાઉન હોય કે રાજ્ય સરકારની ગાઈડ લાઈન પોલીસ અને પ્રજા વચ્ચેના ઘર્ષણના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે આજે જમાલપુર વિસ્તારમાં આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે. કરફ્યુ સમયે બહાર નીકળેલ રિક્ષા ચાલકને રોકતા જ રિક્ષા ચાલકે પોલીસ સાથે ઝપાઝપી કરીને છરી મારી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોક રક્ષક નરેન્દ્રસિંહ ગત મોડી રાત્રે નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે સમયે રાત્રિના ૩ વાગ્યાની આસપાસ જમાલપુર ચાર રસ્તા પાસે એક રિક્ષા ચાલક રોંગ સાઈડમાં આવતો હતો, તેને રોક્યો હતો. જોકે કરફ્યુ સમયે બહાર નીકળવા અંગે પૂછપરછ કરતાં આ રિક્ષા ચાલકે સંતોષ કારક જવાબ આપ્યો ન હતો. જેથી ફરિયાદી અને હાજર સ્ટાફે તેની અંગજડતી તપાસ કરી રહ્યા હતા.

આ પણ વાંચોઅમરેલીના બાબરામાં બર્બરતાનો Video: જુઓ - બે યુવકોને પાઈપ અને લાકડીઓથી માર્યો ઢોર માર, 8 વિરુદ્ધ ફરિયાદ

આ દરમિયાન રિક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો. અને 'તમે પોલીસવાળા ઓ મને કેમ રોક્યો છે. મને જવા દો' તેમ કહીને પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેમાં રિક્ષા ચાલક નીચે પડી ગયો હતો. અને એકદમ ઊભો થઈને તેની પાસે રહેલ છરીથી ફરિયાદી પોલીસ જવાનને ગાળાના ભાગે મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ જવાન સ્વબચાવ કરતા પડી ગયા હતા. પરંતુ આરોપીએ બીજી વખત છરી મારતા પોલીસ જવાનને પિંડીના ભાગે છરી વાગી હતી, અને લોહી નીકળ્યું હતું. આ જોઈ તુરંત આરોપીએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આરોપી પણ આગળ જતાં નીચે પટકાયો હતો.

આ પણ વાંચોસુરત : 'મારી પત્નીની છેડતી કરી હતી તે', પતિએ લોખંડથી પાઈપથી યુવકનું માથુ ફોડી કર્યો લોહીલુહાણ

હાજર અન્ય સ્ટાફે ઇજાગ્રસ્ત પોલીસ જવાનને તાત્કાલિક સારવાર આપીને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેને ઝડપી લીધો છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: July 3, 2021, 10:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading