ભ્રષ્ટાચાર પર સપાટો: અમદાવાદથી 1 તો વડોદરામાં 2 લાંચિયા 'બાબુ' રંગેહાથ ઝડપાયા


Updated: July 7, 2021, 12:09 AM IST
ભ્રષ્ટાચાર પર સપાટો: અમદાવાદથી 1 તો વડોદરામાં 2 લાંચિયા 'બાબુ' રંગેહાથ ઝડપાયા
ડાભે-એએમસી કર્મી - જમણે બે સી-જીએસટી કર્મચારી

લાંચ રૂશ્વત વિરોધી ખાતાના પ્રયાસ બાદ હવે લોકોમાં પણ જાગૃતતા આવી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એ સી બીના કેસમાં નોંધપાત્ર વધારો પણ જોવા મળ્યો છે.

  • Share this:
અમદાવાદ : છેલ્લા કેટલાક વર્ષથી સરકારી વિભાગોમાંથી ભ્રષ્ટાચારનું પ્રમાણ દૂર થાય તે માટે લાંચ રૂશ્વત વિરોધી ખાતા દ્વારા અનેક કાર્યવાહી કરવામાં આવી છે. લાંચ રૂશ્વત વિરોધી ખાતાના પ્રયાસ બાદ હવે લોકોમાં પણ જાગૃતતા આવી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એ સી બીના કેસમાં નોંધપાત્ર વધારો પણ જોવા મળ્યો છે. છતાં હજી પણ કેટલાક સરકારી બાબુઓ સુધારવાનું નામ નથી લઈ રહ્યા. આજે અમદાવાદથી મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારી તો વડોદરાથી જીએસટી કચેરીના બે કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.

તમને જણાવી દઈએ કે, એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે. ઘરે-ઘરેથી કચરો એકઠો કરવાની યોજના અમલમાં છે. તો બીજી તરફ શહેર ને સ્વચ્છ રાખવાની જવાબદારી જેના પર છે એવા કોર્પોરેશનના જ કર્મચારી કચરો ઉપાડવા માટે લાંચ માંગતા ઝડપાયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિકોલ કઠવાડા વોર્ડમાં વોર્ડ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અજય ભાઈ વાઘેલા રૂપિયા ૬ હજારની લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાઈ ગયા છે. કઠવાડા રોડ પર આવેલા સફલ એસ્ટેટ ના ૭૮ શેડનો નોર્મલ કચરો એસ્ટેટના કોમન પ્લોટમાં નાંખવામાં આવે છે. જે કચરો ઉપાડવા માટે અજય વાઘેલાએ રૂપિયા ૬૫૦૦ની અને દર મહિને લાંચ આપવાની માંગણી કરી હતી. જો કે ફરિયાદીને આ લાંચ આપવી ના હોવાથી તેમણે એ સી બીનો સંપર્ક કર્યો હતો. એ સી બી એ છટકું ગોઠવીને આરોપીને રૂપિયા ૬ હજારની લાંચ લેતા ઝડપી પાડયા છે. હાલમાં એ સી બીએ આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા સી-જીએસટી કચેરીના બે કર્મચારી લાંચ લેતા ઝડપાયા

રાજેશ જોષી, ગોધરા : વડોદરા સી જીએસટી કચેરીના બે કર્મચારીઓને ૨.૫૦ લાખની લાંચ લેતાં ગોધરા એસીબીએ વડોદરા સી જીએસટી કચેરી-૨માં જ રંગેહાથ ઝડપી લીધા છે. હાલોલના બાસ્કા ખાતે આવેલી જય કુબેર ફ્લોર એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ નામની કંપનીને સીલ નહીં થવા દેવા માટે ૧૦ લાખની લાંચ માંગી હતી, જે પૈકી ૨.૫૦ લાખ લેતાં બંને કર્મચારીઓ ઝડપાઇ ગયા છે. એસીબીએ વડોદરા સી જીએસટી કચેરી-૨ માં લાંચના છટકાનું આયોજન કરી વર્ગ-૨ના કર્મચારી નિતીનકુમાર રામસીંગ ગૌતમ, (અધિક્ષક) અને અને વર્ગ-૩ના કર્મચારી શિવરાજ સત્યનારાયણ મીણા(ઈન્સ્પેકટર) બંને ઝડપી લેતાં કચેરીમાં સોપો પડી ગયો હતો.

હાલોલ તાલુકાના બાસ્કા ગામે જય કુબેર ફ્લોર એન્ડ ફુડ પ્રોડક્ટ્સ પ્રા.લી. કંપની આવેલી છે. જેમાં પાણી, સોફ્ટ ડ્રીંક્સ અને નમકીનના ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવે છે. આ કંપનીમાં સી જીએસટી વડોદરા-૨ કચેરીના અધિક્ષક નીતિન કુમાર ગૌતમ અને સી.જી.એસ.ટી.ના અન્ય કર્મચારીઓએ ૧૫ જૂને ફેકટરીમાં સર્ચ કરી કામગીરી અંગેનું પંચનામુ કર્યુ હતું. આ દરમિયાન કંપની સંચાલકને ૨૨ જૂને વડોદરા કચેરીએ હાજર રહેવા સમન્સ પણ પાઠવ્યું હતું એ વેળાએ અધિક્ષક નીતિન ગૌતમે કંપની સંચાલકને રૂપિયા આપશો તો કામ થશે એમ જણાવી કંપનીને સીલ નહિં કરવા માટે દસ લાખની માંગણી કરી હતી અને પચાસ હજાર લીધા હતા. હવે બાકીની લાંચ લેતા પહેલા ઝડપાઈ ગયા.
Published by: kiran mehta
First published: July 7, 2021, 12:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading