અમદાવાદ : હોટલમાં રૂમ બુક કરાવી નબીરાઓ જામી હતી દારૂની મહેફિલ, પોલીસે રેડ કરી 9ની કરી અટકાયત


Updated: June 29, 2021, 9:15 PM IST
અમદાવાદ : હોટલમાં રૂમ બુક કરાવી નબીરાઓ જામી હતી દારૂની મહેફિલ, પોલીસે રેડ કરી 9ની કરી અટકાયત
9 નબીરા દારૂ પાર્ટી કરતા ઝડપાયા

દારૂની મહેફીલ માં બે મહિલાઓ પણ સાથે હતિ જોકે મહિલાઓ દારૂ નહિ પીધો હોવાથી પોલીસે તેમને જવા દીધી

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં દારૂબંધી હોવા છતા દારૂ પીવાના શોખિનોની સંખ્યા ઓછી નથી. દારૂના શોખીનો દારૂ પીવા માટે વાર-તહેવારનું બહાનું જ જોતા હોય છે, અને પાર્ટી કરવા ઉત્સુક હોય છે. આવા જ દારૂના શોખિન જીવડા વસ્ત્રાપુર પોલીસના હાથે ચઢી ગયા છે. વસ્ત્રાપુર પોલીસે 9 નબીરાઓને હોટલમાં દારૂની પાર્ટી કરતા ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વસ્ત્રાપુર પોલીસે હોટેલમાં દારૂની મહેફીલ માણતા નબીરાઓની ધરપકડ કરી છે. દારૂની મહેફીલ માં બે મહિલાઓ પણ સાથે હતિ જોકે મહિલાઓ દારૂ નહિ પીધો હોવાથી પોલીસે તેમને જવા દીધી છે. આરોપીઓ વેપારીઓ હોવાનું અને અમદાવાદ આવ્યા હોવાથી મિત્રો સાથે મળીને મદિરા પાન નું સેવન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોસુરત: 16 વર્ષની તરૂણી પર નજર બગાડવાનો મામલો, યુવતીના કાકાએ પટ્ટે-પટ્ટે માર મારતા યુવાનનું મોત

પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરીને નવ જેટલા નબીરાઓની ધરપકડ કરી હતી, જેમાં ત્રણ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. હોટેલ એસ એન બ્લ્યુમાં દારૂ પીવા માટે જ નબીરાઓએ રૂમ બુક કરાવ્યો હતો. પોલીસે તમામની ધરપકડ કરી છે. પરંતુ દારૂની એક પણ બોટલ કબજે કરવામાં આવી નથી. વેપારીઓ પાલનપુરના હોવાથી અને વેપારના કામકાજ માટે અમદાવાદ આવ્યા હોવાનું પોલીસનું માનવું છે. જેથી મિત્રો સાથે મળીને દારૂ પાર્ટી કરવાનું આયોજન કર્યું હતું, જે વેપારી નબીરાઓને ભારે પડ્યું છે.

આ પણ વાંચો - જુઓ નજીવી બાબતે બાઇક સવારને લાકડી વડે માર મારી માથુ ફોડી નાખ્યું, ઘટના CCTV Videoમાં કેદ

પોલીસની ફરિયાદ અનુસાર, વરસાદ શાહ (પાલનપુર), વૈભવ શાહ (અમદાવાદ), શાલીન શાહ (અમદાવાદ), સંજય પટેલ (અમદાવાદ), વિકાસ શાહ (પાલનપુર), વિકી શાહ (પાલનપુર), વિશાલ પરીખ (અમદાવાદ), જીગર પરમાર (અમદાવાદ) અને જૈનમ શાહ (અમદાવાદ)ની પોલીસે ધરપકડ કરી ત્રણ લોકોને જામીન પર મુક્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: June 29, 2021, 9:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading