પોલીસ બેડામાં ભારે ચર્ચા: અમદાવાદનાં PI મોડલિંગ કરતા હોય તેવા ફોટા મૂકે તો વાંધો નહી પરંતુ અમે ચંદ્રશેખર આઝાદને યાદ કરીએ તો ઠપકો

News18 Gujarati
Updated: July 24, 2021, 12:02 PM IST
પોલીસ બેડામાં ભારે ચર્ચા: અમદાવાદનાં PI મોડલિંગ કરતા હોય તેવા ફોટા મૂકે તો વાંધો નહી પરંતુ અમે ચંદ્રશેખર આઝાદને યાદ કરીએ તો ઠપકો
પ્રતીકાત્મક તસવીર

શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાણીપીણી બજાર વચ્ચે આવેલા એક પોલીસસ્ટેશનમાં એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

  • Share this:
અમદાવાદ: 23 જુલાઈ એટલે મહાન ક્રાંતિકારી, દેશભક્ત અને શહીદ ચંદ્રશેખર આઝાદની (Chandra Shekhar Azad) જન્મજયંતિનો દિવસ. સ્વાભાવિક રીતે ક્રાંતિકારી લોકો પોલીસના દિલમાં વસતા હોય છે, કારણકે પોલીસ જે ફરજ બજાવે છે તેમાં દેશ માટે તેવો જ કંઈક ભાગ તેઓને ભજવવાનો રહેતો હોય છે. પણ હવે આજના દિવસે શહેરના એક પોલીસ (Ahmedabad Police) સ્ટેશનના પીઆઇનો વિવાદ સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ અને પોલીસબેડાની ચર્ચા મુજબ, પશ્ચિમ વિસ્તારમાં ખાણીપીણી બજારની વચ્ચે આવેલા એક પોલીસસ્ટેશનના વોટ્સએપ ગ્રુપમાં ચંદ્રશેખર આઝાદના ફોટો સાથે કોઈ પોલીસકર્મીએ એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટમાં તમામ લોકોએ રીપ્લાય કર્યો હતો. પણ પોલીસસ્ટેશનના પીઆઇને આ પોસ્ટ જાણે કે ન ગમી હોય તેવું વર્તન કર્યું હતું.

આ પોસ્ટ મૂકાતા જ તેઓએ ગ્રુપમાં જ મીઠો ઠપકો આપ્યો અને આ ગ્રુપ મારું ગ્રુપ છે અને પોલીસસ્ટેશનની કામગીરી માટેનું ગ્રુપ હોવાનો મેસેજ કરી દીધો હતો. જોકે, પોલીસકર્મીઓને તેમનો આ વ્યવહાર ગમ્યો ન હતો. પોલીસકર્મીઓએ જણાવ્યું કે, તેઓ પોતાની મૂછો અને સ્ટાફ સાથે જાણે કે મોડલિંગ કરતા હોય તેવા ફોટો મૂકે ત્યારે તેઓને આ ગ્રુપ કામગીરી માટેનું ગ્રુપ યાદ નથી આવતું અને ક્રાંતિકારીની જયંતિ પર તેઓને તેમના નિયમો યાદ આવતા હોવાનો બળાપો અંદરો અંદર પોકારી રહ્યા છે.

જૂની પેઢીના લોકો હોય કે આજની નવી પેઢીના લોકો. આ તમામ લોકો દેશ માટે કુરબાની આપનારને માન સન્માન સાથે જુવે છે અને તેઓ માટે દિલમાં એક અલગ માન રાખે છે. શહીદોએ દેશ માટે કરેલી સેવાનું કામ સહુ કોઈ માટે ગૌરવપૂર્ણ હોય છે. પોલીસ વિભાગ પણ ક્રાંતિકારીઓને વધુ માન સન્માન આપતો હોય છે. 23 જુલાઈ એટલે નિર્ભયતાનું પ્રતીક મહાન ક્રાંતિકારી, દેશ ભક્ત શહીદ ચંદ્રશેખર આઝાદની જન્મજયંતી હતી. આ દિવસે સહુ કોઈ તેઓને યાદ કરી તેમને અને તેમની બહાદુરીને વંદન કરે છે. પણ કેટલાય એવા લોકો હોય છે જે લોકો આવી પોસ્ટ જોઇને નારાજ પણ થાય છે. આવી જ એક બાબત સામે આવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાણીપીણી બજાર વચ્ચે આવેલા એક પોલીસસ્ટેશનમાં એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરા: સમલૈંગિક સંબંધ બાંધતા સમયે યુવક-સગીર નિર્માણાધીન બિલ્ડિંગ પરથી પડ્યા નીચે અને...

23મીએ ચંદ્રશેખર આઝાદની જયંતિ હોવાથી પોલીસકર્મીઓ એ તેઓને યાદ કરી એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ મુકાતા જ અન્ય સ્ટાફના લોકોએ રીપ્લાય કર્યો હતો. પણ અચાનક ગણતરીની મિનિટોમાં જ આ મૂછોવાળા પીઆઇને જાણે કે પોસ્ટ ગમી ન હોય તેમ તાડુક્યા અને બે મેસેજ કર્યા હતા. જેમાં તેઓએ જણાવી દીધું કે, આ મારું પોલીસસ્ટેશનનું ગ્રુપ છે. તેમાં કામગીરી સિવાયની કોઈ પોસ્ટ મુકવી નહિ.

સુરત: અપહરણકર્તાઓને બાતમી આપનારને બદલે વેપારીનું અપહરણ કરવું પડ્યું ભારે, પાછળ પડી ગઇ પોલીસઆમ તો આ વાત પોલીસસ્ટેશનની ઈન્ટર્નલ મેટર કહેવાય. પણ પોલીસ સ્ટેશનના સ્ટાફમાં આ બાબતને લઈને નારાજગી જોવા મળી હતી. પોલીસ સ્ટેશનના સ્ટાફના સૂત્રોના કહેવા મુજબ આ અધિકારી જાણે કે, પીઆઇ નહિ પણ મોડલ હોય તેમ પોતાની લાંબી મૂછો અને માનીતા સ્ટાફ સાથેના ફોટો સેશન કરાવી તે ફોટો ગ્રુપમાં મૂકે છે.મિજાજી અને કડક બોલવાના સ્વભાવ ધરાવતા આ પીઆઈને આ ફોટો મૂકવામાં અને તેમાં લોકો તેમની વાહવાહી કરે તે બાબત જો પસંદ હોય અને શહીદની જયંતિ બાબતની પોસ્ટ પર તેઓ તાડુકતા હોય તો તે એક શરમજનક બાબત કહેવાય તેવી પણ ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે. પોલીસ સ્ટેશનના સ્ટાફમાં આ નારાજગી જોવા મળતા હવે ઉચ્ચ અધિકારીઓ આ બાબત ધ્યાન પર લેશે કે કાયમની માફક છાવરી લેવામાં આવશે તે જોવાનું રહેશે.
Published by: Kaushal Pancholi
First published: July 24, 2021, 11:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading