AMCની સામાન્ય સભા તોફાની બની, ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલર આમને સામને


Updated: July 30, 2021, 8:17 PM IST
AMCની સામાન્ય સભા તોફાની બની, ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલર આમને સામને
AMCની સામાન્ય સભા તોફાની બની, ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલર આમને સામને

AMC general meeting- મેયર કિરીટ પરમાર પાસે કોંગ્રેસના કાઉન્સિલર ઘસી આવતા મામલો વધુ બિચક્યો, કોંગ્રેસ અને ભાજપના કાઉન્સિલરે એક બીજા પર કાગળ ઉડાવી વિરોધ નોધાયો

  • Share this:
અમદાવાદ : અમદાવાદ મહાનગર પાલિકાની સામાન્ય સભા (AMC general meeting) ફરી એકવાર તોફાની બની હતી. ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલર (councilors) આમને સામને આવી સૂત્રોચ્ચાર કરતા સામાન્ય સભા મોકૂફ રાખવી પડી હતી. એક સમય તો મેયર કિરીટ પરમાર પાસે કોંગ્રેસના કાઉન્સિલર ઘસી આવતા મામલો વધુ બિચક્યો હતો. કોંગ્રેસ અને ભાજપના કાઉન્સિલરે એક બીજા પર કાગળ ઉડાવી વિરોધ નોધાયો હતો. મેયરની સુરક્ષા માટે સુરક્ષાકર્મી મેયર સમક્ષ દોડી આવ્યા હતા. કોંગ્રેસના કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણે ભાજપના નેતાઓ રેમડેસિવર ચોર કહેતા મામલો બિચક્યો હતો.

દાણીલીમડાના કાઉનિસલર શહેઝાદ ખાન પઠાણ દ્વારા સામાન્ય સભામાં ભાજપ નેતાઓ રેમડેસિવર ચોર હોવાનો આરોપ ભાજપના કાઉન્સિલર સમક્ષ લગાવ્યો હતો. શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે ભાજપ પ્રદેશ પ્રમુખ સુરતમાં ક્યાંથી રેમડેસિવર લાવ્યા હતા. એક તરફ પ્રજા રેમડેસિવર માટે દોડધામ કરી રહી હતી ત્યારે ભાજપે રેમડેસિવર ખરીદી સામાન્ય પ્રજાને મારી નાંખવાની સોપારી લીધી હોય તેમ લાગે છે. આ શબ્દ બોલવાની સાથે ભાજપના દંડક અરૂણસિંહે મેયર સમક્ષ રજૂઆત કરી હતી કે આ શબ્દ સભામાંથી દુર કરવામાં આવે આ શબ્દ ગરીમાં જાળવતા નથી.

આ પણ વાંચો - સુરત : NRI યુવતી સાથે વાત કરી ખુશ રાખવાની લાલચ આપી રૂપિયા પડાવતા 2 ઝડપાયા

પૂર્વ વિપક્ષ નેતા કમળાબહેન ચાવડાએ એસવીપી માં ભાવ વધારા મુદ્દે રજૂઆત કરતા ભાજપના કાઉન્સિલર તેઓને ટોક્યા હતા. આ મુદ્દે કોંગ્રેસના કાઉન્સિલર ભાજપ તરફ ઘસી આવ્યા હતા .

લાખો રૂપિયાનો ખર્ચ કરી દર મહિનામાં એક સામાન્ય સભા મળતી હોય છે પરંતુ ભાજપ -કોગ્રેસના કાઉન્સિલરો પોતાના રાજકીય રોટલા શેકવામાં પ્રજાના પૈસા વેડફી રહ્યા છે. પ્રજાના વિકાસના કામોની ચર્ચા કરવામાં બદલે આરોપ પ્રતિઆરોપ લગાવી સમયનો વ્યય કર્યો હતો.
Published by: Ashish Goyal
First published: July 30, 2021, 8:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading