ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ- હેરિટેજ શહેર અમદાવાદ હવે ‘સ્પોર્ટ્સ સિટી’ તરીકે ઓળખાશે

News18 Gujarati
Updated: February 24, 2021, 2:18 PM IST
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ- હેરિટેજ શહેર અમદાવાદ હવે ‘સ્પોર્ટ્સ સિટી’ તરીકે ઓળખાશે
અમિત શાહે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ખાસિયતો ગણાવી, અમદાવાદમાં ભવિષ્યમાં ઓલિમ્પિક યોજવાની સજ્જતા વિશે કહી આ વાત

અમિત શાહે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ખાસિયતો ગણાવી, અમદાવાદમાં ભવિષ્યમાં ઓલિમ્પિક યોજવાની સજ્જતા વિશે કહી આ વાત

  • Share this:
અમદાવાદ. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન અમદાવાદ (Ahmedabad)માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind)ના હસ્તે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ એલાન કર્યું કે આ સ્ટેડિયમનનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) હશે. નોંધનીય છે કે આ સ્ટેડિયમ પર બુધવારથી ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England)ની વચ્ચે પિન્ક બોલ ડે-નાઇટ ટેસ્ટ (Pink Ball Test) રમાવા જઈ રહી છે.

ગૃહ મંત્રી અમિત શાહે એલાન કર્યું કે અમે અહીં એવા પ્રકારની સુવિધા કરી દીધી છે કે 6 મહિનામાં ઓલમ્પિક, એશિયાડ અને કોમનવેલ્થ જેવી ઇવેન્ટ્સનું આયોજન થઈ શકે છે. હે હેરિટેજ શહેર અમદાવાદને હવે સ્પોર્ટ્સ સિટી (Ahmedabad Sports City)ના નામથી ઓળખવામાં આવશે.

આ પણ વાંચો, અમદાવાદ: વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું નામ બદલાયું, હવે 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' તરીકે ઓળખાશેઅમિત શાહે જાહેરાત કરી કે સ્ટેડિયમની પાસે જે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બની રહ્યું છે તેને સમગ્ર વિસ્તારમાં 20 સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે જેમાં અલગ-અલગ સ્પોર્ટ્સ માટે વ્યવસ્થા હશે.

આ પણ વાંચો, Bank Holidays: માર્ચમાં 11 દિવસ બંધ રહેશે બેન્ક, લિસ્ટ ચેક કરી લો નહીં તો ખાવો પડશે ધક્કો

અમિત શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જેનું સપનું જોયું હતું તે હવે પુરું થયું છે. નવા સ્ટેડિયમને દુનિયાના સૌથી મોટા અને સૌથી હાઇટેક સ્ટેડિયમ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રીએ કહ્યું કે, હું નરેન્દ્ર મોદીની સાથે લાંબા સમયથી કામ કરી રહ્યો છું. તેઓએ હંમેશા યુવાઓને રમત-ગમત માટે પ્રોત્સાહિત કર્યા છે. ખેલો ઈન્ડિયા યોજના હેઠળ આ વિઝનને ગામ-ગામ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે.
Published by: Mrunal Bhojak
First published: February 24, 2021, 2:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading