અમદાવાદ : શૂટર બોય 'માયા' ગુજરાતમાં બનાવવા જઈ રહ્યો હતો પોતાની Gang, હત્યા-લૂંટ કેસનો ભેદ ઉકેલાયો


Updated: August 20, 2021, 5:05 PM IST
અમદાવાદ : શૂટર બોય 'માયા' ગુજરાતમાં બનાવવા જઈ રહ્યો હતો પોતાની Gang, હત્યા-લૂંટ કેસનો ભેદ ઉકેલાયો
માયા ગુજરાતમાં પોતાની ગેંગ બનાવવા જઈ રહ્યો હતો

અવધેશને 20 જેટલા ઘા મારી મોત ઘાટ ઉતારી દિધો હતો, અને હત્યા કરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

  • Share this:
અમદાવાદ : ક્રાઈમબ્રાન્ચે  (Crime Branch) અમરાઈવાડિમાં થયેલી હત્યા ( Amraiwadi Murder Case)અને કાકગડાપીઠમાં થયેલી લુંટના આરોપીઓની ક્રાઈબ્રાન્ચે ઘરપકડ કરી ઓડિયાથી સ્પેશ્યલ આરોપીઓને બોલાવી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસ ગીરફ્તમાં આવેલા આરોપી જીગ્નેશ ઉર્ફે બાદલ મુકેશ ઉર્ફે માયા અને યુનુશ શેખની ધરપકડ થઈ છે, ત્યારે આ ગુનામાં મુખ્ય આરોપી ભાવેશ અને રંજન મલિક પોલીસ ગીરફ્ટથી દુર છે.

મહત્વનુ છે કે મુખ્ય આરોપી ભાવેશ યુપિમાં પોલીસની સાથે બબાલમાં ઈજાગ્રસ્ત છે જે હાલ યુપિ પોલીસના સંકજામાં આવી ગયો છે. અમરાઈવાડીમાં અવધેશ હરીચંદ્ર શાહની અંગત અદાવતમાં હત્યા નિપજાવવામાં આવી, જેમાં મુખ્ય આરોપી ભાવેશ ઉર્ફે રાજાને અવધેશ સાથે અંગત અદાવત હતી, જેને લઈને ભાવેશે રંજન મલિક, મુકેશ માયા, બ્રીજાશ બાદલ સહિતના ઓારોપીઓને અંગત અદાવતનો બદલો લેવા માટે વાત કરી, જેને લઈ ભાવેશ અને અન્ય આરોપીઓએ સાથે મળીને અવધેશને 20 જેટલા ઘા મારી મોત ઘાટ ઉતારી દિધો હતો, અને હત્યા કરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટનાનની વિગતે વાત કરીએ તો, ભાવેશ અને રંજન મલિક કચ્છની જેલમાં બંધ હતા, તે દરમિયાન ભાવેશ અને રંજનની મુલાકાત થઈ હતી. ભાવેશની અવધેશની સાથે માથાકુટ ચાલતી હતી, તે બાબતે રંજન સાથે વાત કરી હતી. રંજન એ મુળ ઓડિશા અને સુરતમાં રહેતા મુકેશ અને જીગ્નેશ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાદલ સાથે વાત કરી ભાવેશની મદદ કરવા અમદાવાદ બોલાવ્યો હતો.

આ તમામ આરોપીઓને ઘોડાસર પાસે ફ્લેટમાં રાખવામાં આવ્યા હતા, બાદમાં હત્યાને અંજામ આપી બરોડા જતા રહ્યા હતા, ત્યાર બાદ બીજા દિવસે ભાવેશ અને માયાએ કાગડાપીઠમાં ૧૬ લાખમી લુંટ પણ કરી હતી અને નારોલ ખાતે બાઈકને બીન વારસી હાલતમાં મુકી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો -

મહત્વનુ છે કે આરોપી યુનિશ શેખે જેલમાં બંધ અન્ય એક શખ્સના કહેવાથી આ હથિયાર ભાવેશને આપેલુ. નોંધનિય વાત એ છે કે, તમામ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને ભાવેશનો કબજો મેળવવા યુપી પોલીસના સંપર્કમાં છે.
Published by: kiran mehta
First published: August 20, 2021, 5:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading