અમદાવાદઃ ખુખાર સુભાષ ઠાકુર ગેંગનો મુખ્ય શૂટર મનિષ ઉર્ફે રાજુ ઝડપાયો, આવો છે ગુનાનો કાળો ભૂતકાળ


Updated: September 29, 2021, 9:06 PM IST
અમદાવાદઃ ખુખાર સુભાષ ઠાકુર ગેંગનો મુખ્ય શૂટર મનિષ ઉર્ફે રાજુ ઝડપાયો, આવો છે ગુનાનો કાળો ભૂતકાળ
શાર્પ શૂટર મનિષ ઉર્ફે રાજુને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો

Ahmedabad crime news:આરોપી (double murder accused) નામ બદલી શિવલાલ શર્માના નામે અમદાવાદનાં (Ahmedabad) ખાડિયા વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરોની (labor) સાથે છુપાઈને રહેતો હતો અને ફાઇનાન્સનો ધંધો (business of finance) કરતો હતો.

  • Share this:
અમદાવાદઃ ઉત્તરપ્રદેશની (Uttar pradesh news) ખુખાર સુભાષ સિગ ઠાકુર ગેંગના (subhash sing thakur) મુખ્ય શૂટરની (shooter) અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad crime branch) ધરપકડ કરી છે. બોટાદના ડબલ મર્ડર કેસમાં (botad double murder case) આરોપી છેલ્લા 7 વર્ષથી વોન્ટેડ હતો મહત્વનું છે કે 1 કરોડની સોપારી મેળવી બોટાદમાં ડબલ મર્ડરને અંજામ આપ્યો હતો.

મનીષ ઉર્ફે રાજુ સિંગની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મનીષ સિંગ ઉત્તર પ્રદેશની કુખ્યાત ગેંગ (Uttar pradesh gang) સાથે સંકળાયેલ છે. જે ગેંગે ઉત્તર પ્રદેશ સહિત દેશ માં અન્ય રાજ્યો માં ગુનાહિત પ્રવુતિ ને અંજામ આપ્યો હતો. મહત્વનું છે કે આરોપી એ કુલ 20 ગુના આચર્યા છે જેમાંથી 9 ગુનાઓમાં વોન્ટેડ હતો.

સુભાષ સિંગ ઠાકુર ગેંગના મુખ્ય શાર્પ શૂટર વિરુદ્ધ હત્યા , હત્યાના પ્રયાસ , ખંડણી , આર્મ્સ એક્ટ , ધાડ , અને ગુંડા એક્ટ સહિત ની અલગ અલગ ગુનાઓ ઉત્તર પ્રદેશ , મહારાષ્ટ્ર, અને ગુજરાતમાં નોંધાયા છે. છેલ્લા 7 વર્ષથી વોન્ટેડ રહેલા આરોપી છેલ્લે ઉત્તર પ્રદેશ પોલીસની કસ્ટડીમાંથી પોલીસને ચકમો આપી ફરાર થયો હતો. અને ત્યાર બાદ આરોપી નામ બદલી શિવલાલ શર્માના નામે અમદાવાદનાં ખાડિયા વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરોની સાથે છુપાઈને રહેતો હતો અને ફાઇનાન્સનો ધંધો કરતો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ અડધી રાત્રે પાડોશી યુવક ઉપરના ભાગે ઘરમાં ઘૂસ્યો, સગીરાને બાથમાં લઈ કરી કિસ.. દાદીનો અવાજ આવ્યો અને...

આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલ હથિયાર ધારાના ગુનામાં વોન્ટેડ હતો. સાથે જ આરોપી પાસેથી બનાવટી આધારકાર્ડ સહિતના દસ્તાવેજો મળી આવ્યા છે. જેને લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-મહિલા જેલર રાત્રે સંતાઈને બેરેકમાં જતી, કેદીઓ સાથે બાંધતી શરીર સંબંધ, હત્યાના દોષીઓને પણ ન છોડ્યાઆરોપી મનીષ એટલો શાતિર હતો કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છેલ્લા 6 મહિનાથી તેની શોધખોળ કરી રહી હતી તેમ છત્તા તે પોતાની ઓળખ બદલી નાસતો ફરતો હતો. જોકે આરોપી મુંબઈમાં છૂપાયો હોવાની હકીકત મળતા ક્રાઇમ બ્રાન્ચના બે પોલીસ કર્મી મહાવીર સિંહ અને કિશોર ગઢવીને મળતા 15 દિવસ રશ્મિ ગાર્ડન પાસે ખાનગી સિક્યુરિટીના વેસમાં નોકરી પણ કરી હતી.

આ પણ વાંચોઃ-નવા મોબાઈલ SIM લેવાના નિયમો બદલાયા! સરકારે કર્યા ફેરફાર, હવે કોને નહીં મળે SIM

પોલીસ કર્મચારીઓ દિવસ માં 10 વાર કપડાં બદલીને વોચ કરતા હતા અને તે સમયે આરોપી મળી આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ના ગુના માં તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મનીષ સિંગ પર ઉત્તર પ્રદેશ સરકારે 50 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. જોકે પોલીસ ને ડર હતો કે આરોપી મુંબઈની લોકલ ગેંગ સાથે મળી અન્ય ગુનાને અંજામ આપી શકે છે માટે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Published by: ankit patel
First published: September 29, 2021, 5:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading