અમદાવાદઃ corona નેગેટિવ આવતા મહિલાએ બેડરૂમમાં મિત્રો સાથે જમાવી દારૂની મહેફિલ, ચાર મહિલા સહિત પાંચ ઝડપાયા


Updated: May 16, 2021, 9:13 PM IST
અમદાવાદઃ corona નેગેટિવ આવતા મહિલાએ બેડરૂમમાં મિત્રો સાથે જમાવી દારૂની મહેફિલ, ચાર મહિલા સહિત પાંચ ઝડપાયા
પ્રતિકાત્મક તસવીર

દારૂની બોટલ કેતન પાટડીયા લાવ્યા હતા. મહિલાને કોરોના નેગેટિવ આવતા માનસિક તણાવ દૂર કરવા તમામ લોકોને ભેગા કરી આ પાર્ટીનું આયોજન કરાયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

  • Share this:
અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં (thalatej) આવેલા ગ્રીન એવન્યુના મેપલ કાઉન્ટી-1ના એક ફ્લેટમાંથી સોલા પોલીસે (sola police) દારૂની મહેફિલ (liquor party) ઝડપી છે. પોલીસે ચાર મહિલાઓ અને એક પુરુષની ધરપકડ કરી છે. સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી જાડેજાએ જણાવ્યું કે મકાનમાં દારૂની મહેફિલની મેસેજને આધારે દરોડો પાડતા ઘરમાં ચાર મહિલા અને એક પુરુષ દારૂ પીધેલા મળી આવ્યા હતા. એક મહિલાએ દારૂ પીધો ન હતો. મહિલા પોતે કોરોના નેગેટિવ આવતાં તેણે મિત્રોને બોલાવી દારૂની પાર્ટી યોજી હતી.

થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુ મેપલ કાઉન્ટી- 1માં દારૂની મહેફિલ ચાલતી હોવાની સોલા પોલીસ સ્ટેશનને કંટ્રોલરૂમમાંથી મેસેજને આધારે પોલીસે ગ્રીન એવન્યુના મકાનમાં દરોડો પાડ્યો હતો.

જ્યાં બેડરૂમમાં થલતેજના ગ્રીન એવન્યુમાં રહેતા કેતન પાટડીયા, અદાણી શાંતિગ્રામમાં રહેતા અનુરાધા ગોયલ, બોડકદેવના અક્ષર સ્ટેડિયામાં રહેતા શેફાલી પાંડે, માણેકબાગ સોસાયટીમાં રહેતા પ્રિયંકા શાહ અને થલતેજના હેલિકોનીયા એપાર્ટમેન્ટમાં રહેતા પાયલ લિબાચિયા દારૂ પીધેલા મળી આવ્યા હતા. ટીપોઈ પર દારૂના ગ્લાસ અને બોટલ મળી આવી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ અકસ્માતનો live video, ફૂલ સ્પીડે જતો બાઈક ચાલક ડેપોમાંથી નીકળી બસ સાથે ભટકાયો

આ પણ વાંચોઃ-આણંદઃ રોયલ ફાર્મ હાઉસમાં DJ અને ડાન્સ સાથે જામેલી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, 9 યુવક અને ચાર ડાન્સર યુવતીઓ ઝડપાઈ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ live stunt video, ઓઢવ રીંગ રોડ પર રીક્ષાચાલકે રીક્ષાથી કર્યા 'ધૂમ સ્ટાઈલ સ્ટંટ'આ પણ વાંચોઃ-મેડિકલ સાયન્સની ચોંકાવનારી ઘટના! સેક્સ વગર 15 વર્ષની કિશોરીની પ્રેગ્નેન્ટ થવાની અવિશ્વનીય કહાની!

ઘરમાં અન્ય એક મહિલા અમોલા કેતન પાટડીયા પણ હાજર મળી આવી હતી. જે દારૂ પીધેલી હાલતમાં  ન હતી. અમોલા કોરોના નેગેટિવ આવ્યા હતા. જેઓએ માનસિક તણાવમાંથી દૂર થવા માટે તેઓએ મિત્રો સાથે મળી અને દારૂની મહેફિલ યોજી હોવાનું સોલા પોલીસે જણાવ્યું હતું. પોલીસે ચાર મહિલાઓ અને એક પુરુષ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.સોલા પોલીસસ્ટેશનના પીઆઇ જે પી જાડેજા એ જણાવ્યું કે દારૂની મહેફિલની રેડ કરતા આ મહિલાઓ અને એક પુરુષની ધરપકડ કરી છે. દારૂની બોટલ કેતન પાટડીયા લાવ્યા હતા. મહિલાને કોરોના નેગેટિવ આવતા માનસિક તણાવ દૂર કરવા તમામ લોકોને ભેગા કરી આ પાર્ટીનું આયોજન કરાયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
Published by: ankit patel
First published: May 16, 2021, 4:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading