cyclone tauktae live updates : વાવાઝોડાની લેન્ડફૉલ પ્રક્રિયા શરૂ, દીવમાં ફૂંકાઈ રહ્યો છે 133 કીમીથી વધુ ઝડપનો પવન

News18 Gujarati
Updated: May 17, 2021, 10:30 PM IST
cyclone tauktae live updates : વાવાઝોડાની લેન્ડફૉલ પ્રક્રિયા શરૂ, દીવમાં ફૂંકાઈ રહ્યો છે 133 કીમીથી વધુ ઝડપનો પવન
રાજ્યના કાંઠે ટકરાઈ રહ્યુ છે વાવાઝોડું, દીવમાં સાંજે ઉઠી હતી ભયાનક લહેરો

દીવમાં સાંજે દરિયામાં 2 મીટરથી વધુ ઉંચી લહેર ઉઠી, ગીરસોમનાથમાં મોબાઇલનો ટાવર ધરાશાયી થયો, અનેક મકાનોના છાપરા ઉડવાની માહિતી

  • Share this:
હવામાન ખાતાની તાજેતરની આગાહી મુજબ તાઉ'તે વાવાઝોડાએ અત્યંત ગંભીર રૂપ ધારણ કરી લીધું છે અને તે ગુજરાતની ખૂબ નજીક પહોંચી ગયું છે. સાંજે ચાર વાગ્યાની સ્થિતિએ ‘તાઉ’તે’ (cyclone tauktae)ની લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ વાવાઝોડું આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારથી લઈને આાગમી 3 કલાક સુધી ટકારવાની પ્રક્રિયામાંથી પસાર થશે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ રાત્રે 9.30 વાગ્યે દીવમાં પવનની ગતિ 133 કિલોમીટર પ્રતિકલાકની નોંધાઈ છે જે આગામી સમયમાં વધીને 185 કલાક સુધી જઈ શકે છે.

આ પહેલાં સાંજે દીવના (Diu Current in sea) દરિયામાં મહાકાય મોજા ઉછળ્યા હતા. દીવના દરિયામાં ઘોઘલા બીચ પર અને ચક્રતીર્થ બીચ પર તેમજ નાગવા બીચ પર દરમિયામાં ઊંચી ઊંચી લહેરો ઊઠી હતી. આ ઘટનાનો લાઇવ વીડિયો (Live Video) કેમેરામાં કેદ થયો છે.

વાવાઝોડાના તમામ સમાચારો વાંચવા અહીંયા ક્લિક કરો



દીવના દરિયામાં મહાકાય મોજા ઉછળી રહ્યા હતા. અહીંયાના જલંધર, ચક્રતીર્થ, ધોઘલાથી લઈને વાડી વિસ્તારના કાંઠાઓમાં દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. હાલમાં દીવના તમામ માછીમારોને સલામત રીતે પરત બોલાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : cyclone tauktae : ગીરસોમનાથમાં મોબાલઇનો ટાવર ધરાશાયી, ઘટનાનો Live Video થયો વાયરલ

અહીંયા રાહત બચાવ માટે એનડીઆરએફ અને એસડીઆરએફ તહેનાત છે. જરૂરી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેમના કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલો 3-D ગ્રાફ,દર્શાવી રહ્યો છે વાઝોડાની 9.30 વાગ્યા મુજબની સ્થિતિ


આ પણ વાંચો : સુરત : દબાણ હટાવવા ગયેલી ટીમ પર માલધારીઓએ કર્યો જીવલેણ હુમલો, રામજી-લાલા ભરવાડની દાદાગીરી

દરમિયાન આજે રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવે વાવાઝોડા અંગે સરકારની તૈયારી અંગે માહિતી આપી હતી જેના મુજબ જેમાં સૌથી વધુ પ્રભાવિત પાંચ જિલ્લા-પોરબંદર, જુનાગઢ, ગિરસોમનાથ, અમરેલી અને ભાવનગર ખાતેથી 1.25 લાખ કરતાં વધારે નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

વાવાઝોડાના તમામ સમાચારો વાંચવા અહીંયા ક્લિક કરો

ગુજરાતની એક પણ બોટ હાલ દરિયામાં નથી. દરિયામાંથી 19811 માછીમારો પરત આવી ગયા છે. જ્યારે 11 હજારથી વધારે અગરિયાઓને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

રેપિડ રિસ્ટોરેશન ટીમની રચના

આ પ્રકારની નુકસાનીની ઘટનાઓને ત્વરિત પહોંચી વળવા અને તેનો નિકાલ લાવવા રાજ્ય સરકારે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. રેપિડ રિસ્ટોરેશન રિસ્પોન્સ ટીમ-RRRની રચના કરી આ પ્રકારની ઘટનાઓનો ત્વરિત નિકાલ કરવા સૂચનાઓ અપાઈ છે. આ ટીમમાં 661 વીજ ટુકડીઓ, માર્ગ અને મકાન વિભાગની 287 ટુકડીઓ, વનવિભાગની 276 ટુકડીઓ અને મહેસૂલ વિભાગની 367 ટુકડીઓનો સમાવેશ થાય છે.
Published by: Jay Mishra
First published: May 17, 2021, 10:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading