નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના પોઝિટિવ, યુ.એન.મહેતા હૉસ્પિટલમાં દાખલ થયા

News18 Gujarati
Updated: April 24, 2021, 5:05 PM IST
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના પોઝિટિવ, યુ.એન.મહેતા હૉસ્પિટલમાં દાખલ થયા
સવારે મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં હતા હાજર

નીતિન પટેલે ટ્વીટ કરીને માહિતી આપી, પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા કરી વિનંતી

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. દરમિયાનમાં આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા છે. તેમને લક્ષણો જણાતા તેમણે એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો અને ત્યારબાદ આરટીપીસીઆર રિપોર્ટ કરાવ્યો હતો જે બંનેમાં તેઓ સંક્રમિત થયા હતા. આજે સવારે જ તેઓ કોલવડા ખાતે આવેલી કોવીડ ડેઝીગ્નેટેડ હૉસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટના ખાતમહૂર્તમાં મુખ્યમંત્રી રૂપાણી અને કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ઉપસ્થિત હતા.

નીતિન પટેલની તબિયત સ્થિર, ઑબ્ઝર્વેશનમાં રહેવું પડશે

ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની તબિયત સ્થિર છે પરંતુ હાલમાં તેમણે કેટલાક દિવસો ઑબ્ઝર્વેશનમાં રહેવું પડશે. તેઓ યુએએન મહેતા હૉસ્પિટલમાં સારવાર મેળવશે. દરમિયાન તબીબો દ્વારા તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને લક્ષણો જણાતા ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે છેલ્લા બે દિવસથી નીતિન પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સતત સાથે હતા. આજે સવારે પણ તેઓ કોલવડા ખાતે કોવીડ હૉસ્પિટલના ઓક્સીજન પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગમાં હતા.


આ પણ વાંચો : સુરત : Expired રેમડેસિવિર વેચવાના કેસમાં પૂર્વ નગરસેવકનાં પુત્રની સંડોવણી, પોલીસે કરી ધરપકડ

ડે.સીએમ લઈ ચુક્યા છે કોરોના રસીનો બંન્ને ડોઝદરમિયાન પ્રાપ્ત વિગતો મુજબ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોરોના રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. હાલમાં તેમની તબિયત પણ સ્થિર છે. જોકે છેલ્લા કેટલાક દિવસોમાં તેઓ જામનગર, ભુજ, દાહોદ, પાટણ, મોરબી સહિત અનેક ઠેકાણે કોરોના યુદ્ધમાં મીટિંગોમાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં પણ તેમણે સોલા અને મેડિસિટી સિવિલમાં અવારનવાર મુલાકાતો કરી હતી.

આ અંગે તેમણે ટ્વીટર પર લખ્યું, 'મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા મેં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવેલ હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ પર હું યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું.મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.'આ પણ વાંચો : રાજકોટ :'અમારી આંખો સામે 40 ગ્રામજનો તરફડીને મર્યા, નેતાઓ-અમલદારોએ અમને નોધારા છોડી દીધાં કોઈ મદદ ન મળી'

ઉલ્લેખીય છે કે રાજ્ય સરકારના અનેક મંત્રીઓ અત્યારસુધી કોરોનાની ઝપટમાં આવી ગયા છે. હાલમાં પણ કેબિનેટ મંત્રી અને માણાવદરના એમએલએ જવાહર ચાવડા ઘરે હોમ ક્વોરન્ટાઇન છે. અગાઉ યુ.એન. મહેતા હૉસ્પિટલમાં ગૃહરાજ્યમંત્રી જાડેજાને અને ખુદ સીએમ રૂપાણીને પણ દાખલ કરવામાં આવ્યા હતા.
Published by: Jay Mishra
First published: April 24, 2021, 4:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading