મ્યુકોરમાઇકોસિસના વધતા કેસ માટે ઔધોગિક ઓક્સિજન જવાબદાર છે? જાણો શું કહી રહ્યા છે તબીબો


Updated: May 25, 2021, 4:57 PM IST
મ્યુકોરમાઇકોસિસના વધતા કેસ માટે ઔધોગિક ઓક્સિજન જવાબદાર છે? જાણો શું કહી રહ્યા છે તબીબો
પ્રતીકાત્મક તસવીર.

ઔદ્યોગિક ઑક્સિજન અશુદ્ધ હોવાના કારણે અને પ્રથમવાર મેડિકલ ઉપયોગમાં લેવાયું હોવાના કારમે મ્યુકરના કેસના વધ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું

  • Share this:
કોરોનાની પ્રથમ લહેરમાં અનેક લોકો કોરોનમાં સપડાયા બાદ પણ મ્યુકોરમાઈકોસીસના (Mucormycosis) કેસ નોંધાયા ન હતા, બીજી લહેરમાં ઓકિસજનની અછત બાદ ઔદ્યોગિક ઓકિસજનનો વપરાશ વધ્યા બાદ કેસ સામે આવતા હાલ આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આ અંગે તબિબો શુ કહી રહ્યા છીએ જાણીએ

છેલ્લા 20 વર્ષથી તબિબ તરીકે પ્રેક્ટીસ કરતા ENT તબિબ ડો રૂચિર શાહે જણાવ્યુ હતુ કે  ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ હવે નવી ઉપાધી સામે આવી છે મ્યુકરમાઇકોસિસ રોગની. રાજ્ય સરકાર દ્વારા આ રોગને મહામારી પણ જાહેર કરી છે.  દેશમાં સૌથી વધુ કેસ આજે ગુજરાતમા મ્યુકરમાઇકોસિસમા નોધાયા છે.  વધી રહેલા મ્યુકરમાઇકોસિસ કેસ પાછળ ઇન્ડ્રસ્ટીયલ ઓક્સિજન જવાબાદર હોવાની ચર્ચાએ હવે જોર પકડ્યું છે.  ઇન્ડસ્ટ્રીયલ ઑક્સિજન આ બીજી લહેરમાં પહેલીવાર ઉપયોગમાં લેવામાં આવ્યો છે. જોકે, ફક્ત તેના કારણે જ કેસમાં વધારો થયો છે તેવું કહેવું સહેજ ઉતાવળિયું કહેવાશે. આનો ઉપયોગ મેડિકલ ફિલ્ડે પહેલીવાર કર્યો છે. જોકે, તેના કન્ટેનરની અશુદ્ધીના કારણે જ મ્યુકરમાઇકોસિસના કેસમાં વધારો થયો છે તેવું ન કહી શકાય. જોકે કોઈ પણ ઉપકરણો જેમ કે માસ્ક, એ પાણી જે ઑક્સીજન માટે બદલવામાં વપરાતું હોય તેની અશુદ્ધીઓ પણ કારણ હોઈ શકે છે.

આ પણ વાંચો :  રાજ્યના ધોરણ-12ના 6.83 લાખ વિદ્યાર્થીઓની બોર્ડની વાર્ષિક પરીક્ષાની તારીખ જાહેર 

તેમણે ઉમેર્યુ, 'મેડિકલ માટે આપવામાં આવતો ઑક્સિજનની માત્રા રેગ્યુલટર દ્વારા જ આપવામાં આવતો હોય. ઇન્ડસ્ટ્રીયસલ ઑક્સિજન એ મ્યુકોરમાઇકોસિસના કેસ વધવાનું એક કારણ હોઈ શકે પરંતુ પ્રથમ વખત વપરાયો હોવાથી તે રિસર્ચ માંગી લે છે.'

સંશોધનનો વિષયસિલિન્ડરને ભરતા પહેલા વેકયુપ્રેશરથી સાફ કરવાના હોય છે, જે નિયમનું પાલન ન થતા આ સ્થિતિનું નિર્માણ થતું હોવાની માની શકાય છે. પરંતુ આ તમામ વિષયે મોટા સંસોધન વિષય છે .

આ પણ વાંચો : જામનગર : લક્ઝૂરિયસ કારની ટક્કરે બાઇક સવાર ફૂટબોલની જેમ ફંગાળાયો, અકસ્માતનો CCTV Video થયો Viral

આ પણ વાંચો : સુરત : લુખ્ખા તત્વોની દાદાગીરીનો Live Video, મહિલા પર કર્યો હુમલો, કારના કાચ તોડી નાખ્યા

તબીબનો અભિપ્રાયથી ચોક્કસ આ વાત તો સાચી પડી છે જો સારવાર દરમિયાન ક્યાંક કચાસ રહી હોય તો ફુગ એટલે ફંગસ થવાની શક્યતાઓ ચોક્કસ ઉભી થાય છે . પરંતુ હાલ ઓધોગિક ઓક્સિઝન ઉપોયગ કરવાથી મ્યુકરમાઇકોસિસ થયું હોય તે કહેવા ઉતાવળ્યુ થશે . ખરેખર આ મુદ્દે એક રિસર્ચ થવું જોઇએ . જેથી ભવિષ્યમાં ફરી એકવાર આ પ્રકારની કોઇ મિસ્ટેક થઇ હોય તો તે સુધારી શકાય છે .

ENT તબિબ ડો રૂચિર શાહના મતે હાલમાં આ અંગે કઈ પણ કહેવું ઉતાવળિયું ગણાશે.


સિલિન્ડરને ભરતા પહેલાં લેક્યૂમપ્રેશરથી સાફ કરવું  જરૂરી

સિલિન્ડરને ભરતા પહેલા વેકયૂમપ્રેશરથી સાફ કરવાના હોય છે, જે નિયમનું પાલન ન થતા આ સ્થિતિનું નિર્માણ થતું હોવાની ચર્ચામાં આખરે સાચું શું છે. તે તો સંસોધન વિષયે બન્યો છે. ઓક્સિજન રિફિલિંગ વખતે એસિટિલિન તથા અન્ય ગેસની તપાસ કરવી જોઈએ. સિલિન્ડરમાં આવા ગેસ ન હોય તો જ ઓક્સિજનનું રિફિલિંગ કરવું જોઈએ.

મેડિકલ અને ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનની શુદ્ધતા

મેડિકલ ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજનની શુદ્ધતા 99.90 ટકાથી વધુ હોય છે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજનની શુદ્ધતા 99.60 જેટલી જ હોય છે. તેમજ મેંડિકલ ઓક્સિજન સિલિન્ડરમાં કેટલીક SoP નું પાલન કરવામાં આવે છે, આ તકેદારી ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સિલિન્ડરમાં રાખવામાં આવતી નથી. એટલે કે ઈન્ડસ્ટ્રીયલ યુઝ માટે વપરાતા ઓક્સિજન માટે કોઈ SOP નથી હોતી.
Published by: Jay Mishra
First published: May 25, 2021, 4:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading