અમદાવાદ : યુવકને નકલી પોલીસ બનીને 'તોડપાણી' કરવું ભારે પડ્યું, ભાંડો ફૂટતા થઈ જોવા જેવી


Updated: May 2, 2021, 8:10 AM IST
અમદાવાદ : યુવકને નકલી પોલીસ બનીને 'તોડપાણી' કરવું ભારે પડ્યું, ભાંડો ફૂટતા થઈ જોવા જેવી
અમદાવાદમાંથી ઝડપાયો નકલી પોલીસ

વાદળી કલરની પોલીસના સિમ્બોલ વાળી કેપ પહેરી વિજય મકવાણા મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

  • Share this:
અમદાવાદ: હાલ શહેરમાં એક તરફ કોરોનાની મહામારી છે અને ત્યાં બીજી તરફ પોલીસ  (Ahmedabad Police) પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે નકલી પોલીસે આ વાતાવરણ વચ્ચે પણ રૂપિયા કમાવવાનું ન છોડ્યું હોવાની ઘટના સામે આવી છે. શહેરના કાગડાપીઠ (Kagdapith) વિસ્તારમાં એક શખ્સ લોકો ને રોકી ડોક્યુમેન્ટ માગી પૈસા પડાવતો ઝડપાઈ ગયો હતો. આ શખ્સ જ્યારે લોકો પાસે ડોક્યુમેન્ટ માગતો ત્યારે લોકોને શંકા ગઈ હતી કે તે પોલીસ કર્મચારી નથી. જેથી લોકોએ તેની પાસે આઇકાર્ડ માગ્યું હતું અને આખરે તેનો ભાંડો ફૂટતાં કંટ્રોલ મેસેજ કરતા કાગડાપીઠ પોલીસે આવી એક શખ્સની સામે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.

શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ હિતેન્દ્ર સિંહ તેમના સ્ટાફ સાથે પોલીસ વિસ્તારમાં હતા. ત્યારે તેઓને કંટ્રોલ રૂમ તરફથી એક મેસેજ મળ્યો હતો કે ગૌતમ નગર ચાર રસ્તા બેરામપુરા કન્યા શાળા પાસેથી એક વ્યક્તિએ નકલી પોલીસ બાબતે ફોન કર્યો છે અને બધાએ ભેગા મળી આ નકલી પોલીસ બનીને આવેલા શખ્સને પકડી રાખ્યો છે.

આ્ પણ વાંચો : અમદાવાદ : અત્યાચારી પતિ પત્નીને રાત્રે રસોડામાં સુવડાવતો, શંકાની આડમાં કર્યો અમાનુષી અત્યાચાર

જેથી આ મેસેજ ના આધારે કાગડાપીઠ પોલીસ ત્યાં પહોંચી હતી. ત્યારે ત્યાં અનેક લોકો મળી આવ્યા હતા. ત્યારે સ્થાનિક લોકોના કહેવા મુજબ પોલીસને જાણવા મળ્યું હતું કે પોલીસનો ડ્રેસ પહેરી વાહનો ઊભા રાખીને પોલીસ હોવાનું જણાવી વિજય મકવાણા નામનો શખસ લોકો પાસેથી પૈસા ઉઘરાવતો હતો.

આ્ પણ વાંચો :  મોડાસા : કરૂણ ઘટના! પિતા માટે ઑક્સીજન લેવા નીકળેલા પુત્રની કારનો અકસ્માત, બેનાં મોત, બનાવ CCTVમાં કેદત્યારે ત્યાં હાજર એક વ્યક્તિની કુરિયરની રીક્ષા ઉભી રખાવી ને રિક્ષામાં ભરેલા માલ સામાનના બીલો આ શખ્સે માંગ્યા હતા. ત્યારે હાજર વ્યક્તિએ આ શખ્સ પાસેથી પોલીસનું આઇકાર્ડ માંગ્યું હતું અને તેના લક્ષણો નકલી પોલીસ જેવા હોવાથી કંટ્રોલરૂમમાં લોકોએ ફોન કર્યો હતો અને આ વ્યક્તિને પકડી રાખ્યો હતો. ત્યારે વાદળી કલરની પોલીસના સિમ્બોલ વાળી કેપ પહેરી વિજય મકવાણા મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: May 2, 2021, 8:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading