અમદાવાદ : 'તું મારી ઈચ્છા પૂરી કર, તમારા વિરુદ્ધની અરજી પાછી ખેંચી લઈશ, સસરાની શિક્ષિકા પુત્રવધૂ પર ગંદી નજર


Updated: September 26, 2021, 10:42 PM IST
અમદાવાદ : 'તું મારી ઈચ્છા પૂરી કર, તમારા વિરુદ્ધની અરજી પાછી ખેંચી લઈશ, સસરાની શિક્ષિકા પુત્રવધૂ પર ગંદી નજર
કૃષ્ણનગર પોલીસ સ્ટેશન (પ્રતિકાત્મક તસવીર)

શિક્ષિકા તરીકે નોકરી કરતી એક મહિલા તેના પતિ, પુત્ર અને સસરા સાથે રહે છે. જો કે છેલ્લા કેટલાક વર્ષથી તેઓને તેના સસરા સાથે ઝઘડા ચાલી રહ્યા છે

  • Share this:
અમદાવાદ: શહેરમાં દુષ્કર્મ અને છેડતીના અનેક બનાવો સામે આવી રહ્યા છે. છતાં કેટલાક નરાધમો હજી પણ સુધારવાનું નામ નથી લઈ રહ્યા. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં સસરા અને પુત્રવધૂના સબંધને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પુત્ર વધુની એકલતાનો લાભ લઈને સસરાએ હાથ પકડી કહ્યું, તું મારી ઈચ્છા પૂરી કર તો તમારા વિરુદ્ધ કરેલ અરજી પરત ખેંચી લઈશ. જો કે મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે.

કૃષ્ણનગર વિસ્તાર રહેતી અને શિક્ષિકા તરીકે નોકરી કરતી એક મહિલા તેના પતિ, પુત્ર અને સસરા સાથે રહે છે. જો કે છેલ્લા કેટલાક વર્ષથી તેઓને તેના સસરા સાથે ઝઘડા ચાલી રહ્યા છે. આજે બપોરે પોણા એક વાગ્યાની આસપાસ મહિલા ઘરે એકલી હતી. તેના પતિ નોકરીએ ગયા હતા. તે સમયે તેના સસરા ઘરે આવ્યા હતા. મહિલાએ તેના સસરાને કહેલ કે તમે મારા અને મારા પતિ વિરુદ્ધમાં પેપરમાં કેમ છપાવો છો. જેથી તેના સસરા ઉશ્કેરાઈ ગયા હતા. અને મહિલા નો હાથ પકડી કહેવા લાગ્યા હતા કે તું મારી ઈચ્છા પૂરી કર તો તમારા વિરુદ્ધ કરેલ અરજી પરત ખેંચી લઈશ.

જો કે મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા કૃષ્ણનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને મહિલાની ફરિયાદ નોંધીને હાલમાં વધુ કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આવી જ એક શિક્ષિકાની ઘટના રાજકોટથી સામે આવી હતી, જેમાં શિક્ષિકાએ આપઘાત કર્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શ્યામ સ્કાયની સામે આર્યલેન્ડ સોસાયટી બ્લોક નંબર 145માં રહેતા અર્પિતા બહેને કોઈ કારણોસર ગળાફાંસો ખાઇ લેતા તેમનું મોત નિપજ્યું હતું. જે સમયે પરિણીતાએ આપઘાત કર્યો તે સમયે ઘરમાં એકલી જ હાજર હતી. તેનો પતિ કોઈ કારણોસર બહાર ગયો હતો. પતિ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તેણે પત્નીને પંખા સાથે કપડું બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઇ હતી. જેથી તેને સૌ પ્રથમ પોતાના સહ કર્મચારી હરદેવસિંહ જાડેજાને જાણ કરી હતી.

આ પણ વાંચોરાજકોટ : મોદી સ્કૂલની શિક્ષિકાએ રહસ્યમય સંજોગોમાં કર્યો આપઘાત, પતિ હતા બહાર

હરદેવસિંહ જાડેજાએ ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ 108 અને પોલીસ કંટ્રોલ રૂમમાં પણ જાણ કરી હતી. જેથી તાત્કાલિક અસરથી 108 નો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર પહોંચેલી 108 ની ટીમ દ્વારા અર્પિતા બેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે કે તાલુકા પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડયો હતો
Published by: kiran mehta
First published: September 26, 2021, 10:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading