અમદાવાદ: દેવાના ડુંગર નીચે દબાઈ જતાં પિતા-પુત્રનો આપઘાત, બે સભ્યનાં મોતથી પરિવાર સ્તબ્ધ


Updated: September 8, 2021, 3:47 PM IST
અમદાવાદ: દેવાના ડુંગર નીચે દબાઈ જતાં પિતા-પુત્રનો આપઘાત, બે સભ્યનાં મોતથી પરિવાર સ્તબ્ધ
બોપલ વિસ્તારમાં આપઘાત કરી લેનાર પિતા-પુત્ર

Ahmedabad suicide case: પિતા અને પુત્રનું એક સાથે અવસાન થતા પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ શહેરમાં પિતા-પુત્રના આપઘાત (Father-Son suicide)નો કેસ સામે આવ્યો છે. શહેરના સરખેજ (Sarkhej area) વિસ્તારમાં એક યુવકે આપઘાત કર્યો હતો. જેની જાણ પોલીસને થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં એક સુસાઇડ નોટ (Suicide note) મળી આવી હતી. બનાવ સરખેજ વિસ્તારમાં બન્યો હોવાથી આ મામલે સરખેજ પોલીસે (Sarkhej police) તપાસ શરૂ કરી છે. આ દરમિયાન પુત્રના આપઘાતની જાણ થયાના બીજા દિવસે મૃતકના પિતાએ પણ આપઘાત કરી લીધો હતો. આ મામલે હવે બોપલ પોલીસે (Bopal police) અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બોપલમાં પિતા-પુત્રના આપઘાતની ઘટના સામે આવી છે. દેવું થઈ જતા પુત્રએ આપઘાત કર્યો તો બીજા દિવસે પુત્રના મોતના આઘાતમાં પિતાએ આપઘાત કરી લીધો હતો. પિતા અને પુત્રનું એક સાથે અવસાન થતા પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

Bopal father son suicide
બોપલ વિસ્તારમાં રહેતા પિતા-પુત્રનો આપઘાત.


બનાવની વિગતે વાત કરીએ તો અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા અને મૂળ સાવરકુંડલાના પિતા-પુત્રના આપઘાતથી ચકચાર મચી ગઇ છે. સરખેજ મકરબા રોડ પર આવેલી ઓફિસમાં પુત્ર અલ્પેશ પલાણે પાંચમી સપ્ટેમ્બરના રોજ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. અલ્પેશે આપઘાત કરવા પાછળનું કોઈ કારણ નહીં હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કર્યો હતો. અલ્પેશે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, "હું મારી મરજીથી મારા અંગત કારણોસર આ પગલું ભરું છું." આ ઉપરાંત પોલીસ કોઈને પણ હેરાન ન કરે તેવો ઉલ્લેખ કરાયો છે. બીજી તરફ પુત્ર અલ્પેશના આપઘાતથી પિતા આઘાતમાં સરકી ગયા અને બીજા દિવસે બળવંતભાઈ પલાણે પણ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.

Bopal father son suicide
સુસાઇડ નોટ


બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. એન. પટેલે આ મામલે જણાવ્યું ,કે પુત્ર અલ્પેશના આપઘાત કરવા પાછળનું પ્રાથમિક કારણ દેવું થઈ જતાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સરખેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બીજી બાજુ વૃદ્ધ પિતા બળવંતભાઈએ આપઘાત કરી લેવાના કેસમાં બોપલ પોલીસે પરિવારના નિવેદન લઇ તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ દેવું વધી જવાથી બંનેએ આપઘાત કર્યો છે કે આપઘાત પાછળ કોઈ બીજું કારણ છે તેની તપાસ કરી રહી છે.મળતી માહિતી પ્રમાણે પરિવાર પિતા-પુત્રના મૃતદેહને અંમિત સંસ્કાર માટે વતન લઈ ગયા છે. પરિવાર અમદાવાદ પરત ફરે ત્યાર બાદ બોપલ પોલીસથી તરફથી પરિવારના સભ્યોનું નિવેદન નોંધીને વધુ તપાસ કરવામાં આવશે.
Published by: Vinod Zankhaliya
First published: September 8, 2021, 3:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading