અમદાવાદ : ટોપી કોની? ગાંધી કે નહેરુની, આ વિવાદ વચ્ચે ટોપી બનાવનાર વ્યવસ્થા સાથે જોડાયેલ પરિવારની શું છે સ્થિતિ?


Updated: September 7, 2021, 11:41 PM IST
અમદાવાદ : ટોપી કોની? ગાંધી કે નહેરુની, આ વિવાદ વચ્ચે ટોપી બનાવનાર વ્યવસ્થા સાથે જોડાયેલ પરિવારની શું છે સ્થિતિ?
અમદાવાદ શહેરમાં વાળી ગામમાં રહેતા ગદાણી હરીશભાઇ છેલ્લા 45 વર્ષોથી ટોપી બનાવવાનો વ્યવસ્થા કરે છે

Gandhi topi- ટોપી (Gandhi Topi) કોની ? ગાંધી કે નહેરુની, આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય વિવાદ (Gujarat politics)શરૂ થયો છે

  • Share this:
અમદાવાદ : ટોપી (Gandhi Topi) કોની ? ગાંધી કે નહેરુની, આ મુદ્દે રાજકીય વિવાદ (Gujarat politics)શરૂ થયો છે. ભાજપ પ્રદેશ (Gujarat BJP)સંગઠન મહામંત્રી રત્નાકરે (Ratnakar) ટ્વિટ કરી ટોપી (Gandhi Cap)પર વિવાદનો મધપૂડો છેડ્યો છે. ત્યારે કોંગ્રેસે (Congress)પણ મેદાનમાં આવી ભાજપ પર નિશાન તાકીને કહ્યું હતું કે ભાજપ ઇતિહાસ બદલવાનો પ્રયાસ કરે છે . ભાજપના નેતાઓએ જાહેરમાં માફી માંગવી જોઇએ. પરંતુ ખરેખર આજે 21 સદીમાં ટોપી કેટલાક લોકો પહેરે છે અને આ વ્યવસાય સાથે જોડાયેલ લોકોની શું સ્થિત છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદ શહેરમાં વાળી ગામમાં રહેતા ગદાણી હરીશભાઇ છેલ્લા 45 વર્ષોથી ટોપી બનાવવાનો વ્યવસ્થા કરે છે. માત્ર અમદાવાદમાં કહી શકાય તો ત્રણ પરિવાર આ વ્યવસ્થા સાથે જોડાયેલા છે. હરીશભાઇ આજે ટોપી પહેરી પોતાની રોજગારી મેળવી રહ્યા છે. આજે ખાદી ટોપી મોંઘી પડતા હવે અન્ય કાપડની ટોપી પર લોકો વળ્યા છે.

ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા ટોપી બનાવનાર હરીશભાઇ ગદાણીએ જણાવ્યું હતું કે ગાંધી ટોપી કેમ કહેવાય તેના અનેક પ્રસંગ બન્યા છે. ગાંધી જ્યારે ભારત ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે તેઓએ જોયું કે પુરુષો તેમના માથા પર અલગ અલગ રિવાજ પ્રમાણે પાઘડી કે સાફાઓ પહેરતા હતા. જેમા ચારથી પાંચ મીટર કાપડનો ઉપયોગ થતો હતો. એક તરફ લોકોને પહેરાવા યોગ્ય કપડાં ન હતા ત્યારે આ કપડાં બચાવવા માટે ટોપી ચલણમાં આવી હતી.

આ પણ વાંચો - અમદાવાદ : ગાંધી ટોપી મુદે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને-સામને, એકબીજા પર કર્યા પ્રહારો

વધુમાં હરીશભાઇએ જણાવ્યું હતું કે આજે પણ ટોપીનું ચલણ પંચમહાલ વિસ્તારમાં સૌથી વધુ જોવા મળે છે. તેમજ ઉતર ગુજરાતના ગામડાઓમાં આજે પણ અનેક વડીલ લોકો આ ટોપીનો ઉપયોગ કરે છે. આદિવાસી વિસ્તારમાં તો પ્રસંગમાં પણ ટોપી , રૂમાલ સહિત ભેટ આજે પણ અપાય છે.

ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિના આસિ. પ્રોફેસર વિક્રમસિંહ કહે છે કે ટોપી આઝાદી લડાઈનું એક પ્રતિક હતું . દેશમાં આઝાદીની ચળવળનો હિસ્સો ચોક્કસ ટોપી હતી. ગાંધીજી નાના હતા ત્યારે તેઓ ટોપી પહેરતા હતા તેવા અનેક ફોટા આજે પણ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ છે કે લોકો પોતાનું માથું ઢાંકતા હતા. અલગ અલગ પ્રાંત રજવાડા તેમની ઓળખ માટે માથા પર પાઘડી કે સાફા પહેરતા હતા.પ્રોફેસરે વધુમાં કહ્યું કે ટોપીનો સફેદ કલર પસંદ કરવા પાછળ પણ એક લોજીક હતું. ટોપીથી માથું પણ ઢંકાતું હતુ અને ધોઇ પણ સરળતાથી શકાતી હતી. કોંગ્રેસના તમામ સંગઠન અને નેતાઓને સમાન સ્તરે લાવવા માટે પણ ટોપી એક મોટો ફાળો ભજવતી હોવાનું માલુમ પડે છે. અસહયોગ આંદોલન બાદ કદાચ ગાંધીએ ટોપી પહેરવાની છોડી હોઇ શકે છે પણ તમામ કોંગ્રેસી નેતા ટોપીમાં જોવા મળતા હતા. જેમા નહેરુ પણ ટોપી પહેરતા હતા. આંદોલનનું પ્રતિક પણ ગાંધી ટોપી બની હતી.

આ પણ વાંચો - Gandhi cap Explainer: ગાંધી ટોપીનું રાજકારણ : શું ગાંધીજી ખરેખર ટોપી પહેરતા હતા? જાણો રસપ્રદ અજાણી વાતો

ગાંધીજીએ શરૂ કરેલી ટોપીની પંરપરા હવે ધીમે ધીમે ભૂલાતી જાય છે. મોર્ડન યુગમાં હવે બહુ ઓછા લોકો ટોપી પહેરવાનું પસંદ કરે છે. ત્યારે ભવિષ્યમાં કોઇ ટોપી પહેરશે કે નહી તે પણ સવાલ છે.

ટોપીના ભાવ

ખાદી ટોપી - 100 રૂપિયા
કોટન ટોપી - 25 રૂપિયા
રેનન્ડ કોટન - 20 રૂપિયા
શૂટિંગ ટોપી - 20 રૂપિયા
Published by: Ashish Goyal
First published: September 7, 2021, 11:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading