અમદાવાદ: ઘરે રાંધવું અને હોટલમાં જવું બધુ જ થયું મોંઘુ, શાકભાજીથી લઇ ગેસનાં ભાવમાં વધારો


Updated: December 2, 2021, 8:21 AM IST
અમદાવાદ: ઘરે રાંધવું અને હોટલમાં જવું બધુ જ થયું મોંઘુ, શાકભાજીથી લઇ ગેસનાં ભાવમાં વધારો
હોટલમાં જમવું થયુ મોંઘુ

ગ્રાહકોનાં કહેવા પ્રમાણે હવે કઠોળ જ તેમનો સહારો છે હવે એકાંતરે કઠોળ ખાવાનું પણ શહેરજનો એ શરૂ કરી દીધું છે. ધીમે ધીમે મોંઘવારી વધતી જાય છે અને મધ્યમ વર્ગ આમાં પીસાય છે ગમે તેટલું બચત કરી હોવા છતાં આમ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ વધે એટલે તમામ શહેરીજનોનું બજેટ ખોરવાય છે અને આગળ હવે ગુજરાન કેમ ચાલશે તેવો પ્રશ્ન ઉભો થાય છે

  • Share this:

શિયાળાની મોસમમાં લીલા શાકભાજી અને લીલી ડુંગળી સાથે ટામેટું ઉમેરી ઓળો ખવાય છે પરંતુ આ વખતના શિયાળામાં રીંગણનો ઓળો ભુલાવાં લાગ્યો હોય એવું લાગી રહ્યું છે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં શાકભાજીના વધતા ભાવ ગૃહિણીઓને પરેશાન કરી રહ્યાં છે. એક તરફ ટામેટા ડુંગળીનાં ભાવ આસમાને છે તો સામાન્ય નાગરીક માટે ચિંતાનો વિષય બની ગયા છે. ડુંગળી છેલ્લા ઘણાં સમયથી 120 રૂપિયે કિલો વેચાઇ રહી છે અને હવે ટામેટાં પણ 120 રૂપિયે કિલોનાં ભાવે વેચાઇ રહ્યાં છે. સામાન્ય રીતે 50થી 60 રૂપિયે કિલોએ મળતા ટામેટાંનો ભાવ બમણો થઇ ગયો છે. ટામેટાની માંગ પ્રમાણે ટામેટાંની ઉપજ જ ન થવાને કારણે તેમાં પણ ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ પણ લાગે છે જેને કારણે શહેરના માર્કેટમાં ટામેટા ના ભાવ આસમાને પહોંચ્યા છે તેવું વેપારીઓનું કહેવું છે.

આ પણ વાંચો-સુરત: સસરાએ વહુને નવડાવી, બહાર નીકળવા ગઇ તો ગરમ પાણી નાંખી દઝાડી, પતિ અને દીકરો તમાશો જોતા રહ્યાંશહેરની ગૃહિણીઓ તો આમ એકાએક તમામ વસ્તુઓ ના ભાવ વધતા ટેન્શન માં આવી ગઈ છે. પેટ્રોલથી લઈ તમામ શાકભાજી અને હવે દરેક શાક દાળમાં વપરાતા તથા સલાડ તરીકે ઉપયોગમાં લેવાતા ટામેટાંના ભાવ વધતા ગૃહિણીઓનાં બજેટ ખોરવાયા છે. વળી કેટલાક લોકોનું કેહવું છે કે એકાએક ટામેટાનાં ભાવ વધતા હવે અમે ટામેટાં ખરીદવાનું જ બંધ કર્યું છે કારણકે વારંવાર બજેટ ખોરવાય એના કરતા અમે સસ્તા હોય તેવા શાકભાજી અને બટાકા ખાઈને જ અમારું ગુજરાન ચલાવીશું.

આ પણ વાંચો-ગાંધીનગર કોર્ટે માત્ર 14 દિવસમાં આપી સજા: 3 વર્ષની બાળકીની હત્યા-રેપ કેસમાં આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલ


ગ્રાહકોનાં કહેવા પ્રમાણે હવે કઠોળ જ તેમનો સહારો છે હવે એકાંતરે કઠોળ ખાવાનું પણ શહેરજનો એ શરૂ કરી દીધું છે. ધીમે ધીમે મોંઘવારી વધતી જાય છે અને મધ્યમ વર્ગ આમાં પીસાય છે ગમે તેટલું બચત કરી હોવા છતાં આમ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ વધે એટલે તમામ શહેરીજનોનું બજેટ ખોરવાય છે અને આગળ હવે ગુજરાન કેમ ચાલશે તેવો પ્રશ્ન ઉભો થાય છે. આમ જો ધીમે ધીમે તમામ ખાદ્ય ચીજ વસ્તુઓનાં ભાવ વધતા સામાન્ય માણસને પેટ ભરવા માટે શું આરોગવું કે શું નહીં તે પ્રશ્ન બની રહ્યો છે.આ પણ વાંચો- અમદાવાદ: આ વર્ષે ચોમાસામાં પડ્યાં 73 ભૂવા, ફક્ત નવાં વાડજનો ભૂવો 38 લાખમાં પૂરાયો

કોમર્શિયલ સિલેન્ડરનાં ભાવમાં રૂ. 100નો વધોારો
ગત રોજ અચાનક એક ડિસેમ્બરથી લોકો માટે સરપ્રાઇઝ લઇને આવી છે આજે કોમશિયલ સિલિન્ડર ના ભાવ એકાએક વધી ગયા છે જે સિલિન્ડર આજે 100 રૂપિયા મોંઘો થઈ ગયો છે કોમર્શિયલ ગેસ સિલિન્ડર માં વધુ એક વાર ભાવ વધારો આવતા હોટેલ નું જમવાનું મોઘું પડશે.હોટેલ અને ઉદ્યોગમાં વાપરાતા 19 kg ગેસ સિલિન્ડરનો ભાવ વધારો આજથી લાગુ કરાયો છે આજનો નવો ભાવ 2106.50 છે જેમાં જૂનો ભાવ 2005.50 હતો જો કે હજી ઘરેલુ ગેસ સિલિન્ડર કોઈ ભાવ વધ્યા નથી એ સારી વાત છે પરંતુ જાણકારો ના મતે આગામી સમયમાં ઘરેલુ ગેસ સિલિન્ડર ના ભાવ વધવાની શક્યતા પૂરેપૂરી છે

Published by: Margi Pandya
First published: December 2, 2021, 8:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading