અમદાવાદ : યુવકે કર્યો પ્રેમ તો પ્રેમિકાના પરિવારે કર્યું અપહરણ, દોરડાથી હાથ-પગ બાંધીને માર માર્યો


Updated: October 5, 2021, 10:16 PM IST
અમદાવાદ : યુવકે કર્યો પ્રેમ તો પ્રેમિકાના પરિવારે કર્યું અપહરણ, દોરડાથી હાથ-પગ બાંધીને માર માર્યો
ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch)યુવકને સલામત છોડાવીને ત્રણ આરોપીની ધરપકડ કરી

Ahmedabad ​​Crime news- ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch)યુવકને સલામત છોડાવીને ત્રણ આરોપીની ધરપકડ કરી

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં (Ahmedabad)એક યુવકને પ્રેમસંબંધ રાખવો ભારે પડયો હોવાની ઘટના સામે આવી છે. પ્રેમિકાના પિતાએ અન્ય લોકો સાથે મળીને યુવકનુ અપહરણ (Kidnapping)કરીને ગોંધી રાખીને માર માર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch)યુવકને સલામત છોડાવીને ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જે યુવકનું અપહરણ થયું તેને જે હાલતમાં એક મકાનમાં બંધ રાખવામાં આવ્યો હતો તેનો વીડિયો પણ સામે આવ્યો છે. મોઢે અને હાથ પગથી બંધક હાલતમા રહેલો યુવક રાહુલ પરમાર છે. આ યુવકને પ્રેમ કરવાની સજા મળી છે.

ઘટનાની વાત કરીએ તો રાહુલને બાપુનગરમાં રહેતા વિનુભાઈ દંતાણીની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધની જાણ વિનુભાઈને થઈ જતા રાહુલને શબક શીખવાડવા માટે મિત્રો અને પરિવાર સાથે મળીને યુવકનુ બાપુનગર ડી માર્ટ નજીકથી અપહરણ કર્યું હતું. આ પછી વિજયમીલના નેળીયામાં આવેલા ભૈરવસિંગના ઔડાના મકાનમા હાથ-પગ દોરડાથી બાંધીને અપહરણ કરીને ગોંધી રાખીને માર માર્યો હતો. આ ઘટનાની જાણ ક્રાઈમ બ્રાન્ચને થતા પીઆઇ ચિરાગ ટંડેલની ટીમે આ મકાનને કોર્ડન કરીને રાહુલને સલામત છોડાવીને ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો - સુરત : અડાજણની સ્કૂલમાં ત્રણ બાળકો કોરોના પોઝિટિવ આવતા ફફડાટ, 14 દિવસ માટે શાળા બંધ

આરોપી રમણ તમાયચે, વિનુભાઈ દંતાણી અને પ્રિતેશ દાતણીયાની ક્રાઈમ બ્રાન્ચે અપહરણ કેસમા ધરપકડ કરી છે. વિનુભાઈ ઉર્ફે વિનોદ દંતાણી બાપુનગરના રહેવાસી છે. તેમની દીકરીને રાહુલ સાથે પ્રેમસંબંધ છે તેની જાણ વિનુભાઈને થઈ ગઈ હતી. રાહુલ ચમનપુરામાં રહે છે. જે પ્રેમિકાને મળવા બાપુનગર આવતો હતો. જેથી દીકરીના પ્રેમીને સબક શિખવાડવા અપહરણનું ષડયંત્ર રચ્યું હતું.

આ પણ વાંચો - અમદાવાદ: એક ફોન કૉલની કિંમત છરીના ત્રણ ઘા, શહેરમાં ગુંડાગીરીના બે વિચિત્ર કિસ્સા

ફોર વ્હિલ ગાડીમા યુવકનું અપહરણ કરીને ગોંધી રાખ્યો હતો. પરંતુ ક્રાઈમ બ્રાંન્ચે ટેકનીક સેલની મદદથી યુવકને સલામત છોડાવીને પરિવારને સોપ્યો છે. આ અપહરણ કેસમા વિનુભાઈની પત્ની રઈબેન અને દીકરી તેમજ જમાઈની સંડોવણી ખુલી છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે. જયારે આ આરોપીઓને બાપુનગર પોલીસે સોંપવામા આવ્યા છે.
Published by: Ashish Goyal
First published: October 5, 2021, 10:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading