ધો. 1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા સ્કૂલ સંચાલકોની માંગ: જાણો શું છે વાલીઓ અને નિષ્ણાતોના મંતવ્ય


Updated: October 19, 2021, 3:56 PM IST
ધો. 1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા સ્કૂલ સંચાલકોની માંગ: જાણો શું છે વાલીઓ અને નિષ્ણાતોના મંતવ્ય
પ્રતીકાત્મક તસવીર

GSEB Education: દોઢવર્ષથી શાળાઓ બંધ રહેતા બાળકોને લાગ્યું મોબાઈલનું એડીક્શન : તબીબો

  • Share this:
અમદાવાદ : કોરોનાના કેસ (Corona case) કંટ્રોલમાં આવતા શાળાના સંચાલકોમાં  ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવા માંગ ઉગ્ર બની છે. શાળાના સંચાલકોનું માનવું છે કે, છેલ્લા દોઢ બે વર્ષથી નાના બાળકોનું  શાળામાં શિક્ષણ (School offline education) બંધ છે. શાળામાં ઓફલાઇન શિક્ષણ બંધ રહેવાની સીધી અસર બાળકોના માનસ પર પડી રહી છે. જો આ બાળકોનું ઓફલાઈન શિક્ષણ ઝડપથી શરૂ કરવામાં નહિ આવે તો બાળકો ધીરે ધીરે શાળાથી દૂર થઈ જશે. આવા બાળકોને ઓનલાઇન શિક્ષણ તેઓના આંખો અને મગજ પર અસર કરી રહ્યું હોવાનો મત તબીબો વ્યક્ત કરી રહ્યા છે.

રાજ્યમાં ગત જૂન માસથી ધોરણ 9થી 12 અને ધોરણ 6થી 8ના તબક્કાવાર વર્ગો શાળાઓમાં ઓફલાઇન શરૂ થઈ ગયા છે. જોકે છેલ્લા દોઢ-બે વર્ષથી સદંતર બંધ છે એવા બાળકોના પાયાના શિક્ષણ ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવાને લઈ છેલ્લા કેટલાંક સમયથી ગણગણાટ ચાલી રહ્યો છે. જોકે, હવે શાળાના સંચાલકોએ ધોરણ1થી 5ના સ્કૂલ વર્ગો શરૂ કરવા સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. જોકે વાલીઓ પણ પોતાના બાળકને શાળાએ મોકલવા તો ઈચ્છી રહ્યા છે પણ તે પહેલાં બાળકોને વેકસીન અપાઈ જાય તો બાળકોની સલામતી વધી જાય તેવું માની રહ્યા છે.

રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ જણાવે છે કે, 1થી 5 ધોરણએ બાળકના અભ્યાસનો પાયો છે.  દોઢવર્ષ બાળકો શાળાએ ગયા નથી અને જો હજુ શાળાઓ ખોલવામાં નહીં આવે તો બાળકો શાળાએ જવાનું ભૂલી જશે. ઓનલાઇન એજ્યુકેશનમાં બાળકો અભ્યાસ કરવા કરતાં મોબાઈલમાં ધ્યાન આપતા હોય છે. જેથી અભ્યાસ થઈ શકતો નથી.

આ પણ વાંચો- ઉના બસ સ્ટેન્ડ પર 47 લાખની રોકડ અને 18 લાખના દાગીનાની થઇ લૂંટ, દિલધડક દ્રશ્યો સીસીટીવીમાં કેદ

જાણીતા સિનિયર ફિજીશિયન ડો. પ્રવિણ ગર્ગ જણાવે છે કે, હવે કોરોનાના કેસ ખૂબ નહિવત છે. જેથી શાળાના બાકી ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવા જોઈએ. આમેય ઓનલાઇન એજ્યુકેશનથી બાળકોને આંખોની તકલીફ થવાની શક્યતા વધી જાય છે. બીજું કે, સતત ઘરે રહેવાથી બાળકો શાળાથી અળગા થઈ ગયા છે. શાળાએ નહીં જવાની તેમના પર ઘેરી અસર થઈ રહી છે. મહત્વનું છે કે, કોરોનામાં સૌથી વધુ જો કોઈ ક્ષેત્રમાં અસર થઈ હોય તો તે છે બાળકોના શિક્ષણ ને. હાલ જ્યારે કોરોનાના કેસ ઘટયા છે તેવામાં હવે શાળાઓ શરૂ કરી દેવાની માંગ પ્રબળ બની છે.
Published by: Kaushal Pancholi
First published: October 19, 2021, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading