OPINION: નેતૃત્વ માટે તરસી રહેલી ગુજરાત કોંગ્રેસનો 2022ની ચૂંટણીમાં કપ્તાન કોણ?

News18 Gujarati
Updated: July 3, 2021, 2:32 PM IST
OPINION: નેતૃત્વ માટે તરસી રહેલી ગુજરાત કોંગ્રેસનો 2022ની ચૂંટણીમાં કપ્તાન કોણ?
કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓની ફાઇલ તસવીર

'હારમાંથી શીખવાને બદલે કોગ્રેસની સ્થિતિ બદથી બદતર બનતી જાય છે. કોંગ્રેસ ન રસ્તા પર તાકાત બતાવી શકે છે કે ન વિધાનસભામાં'

  • Share this:
પ્રવિણ પ્રજાપતિ, અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) સત્તાનો સ્વાદ ચાખ્યાને કોંગ્રેસને (Congress)અઢી દાયકા જેટલો સમય થઈ ગયો. 25 વર્ષથી ગુજરાતમાં ભાજપનું જાણે એક હથ્થુ શાસન છે. કોંગ્રેસ તમામ પાસાઓ સાથે નિષ્ફળતાને લઈને આગળ વધી રહી છે. હારમાંથી શીખવાને બદલે કોગ્રેસની સ્થિતિ બદથી બદતર બનતી જાય છે. કોંગ્રેસ ન રસ્તા પર તાકાત બતાવી શકે છે કે ન વિધાનસભામાં (Gujarat Assembly Elections 2022) કોંગ્રેસમાં નેતૃત્વની કમી હમેશાંથી મોટો મુદ્દો રહ્યો છે અને આંતરિક ખેંચતાણના કારણે પક્ષને સતત નુકસાન થઈ રહ્યું છે.

હાલમાં ગુજરાત કોંગ્રેસ વરરાજા વગરની જાનની જેમ છે, કારણ કે જશ્ન સૌ મનાવે છે પણ લગ્ન કોના છે એ ખબર નથી. સૌથી જુની પાર્ટી હાલ નેતૃત્વ માટે તરસી રહી છે. ચૂંટણીને હવે દોઢ વર્ષ જેટલો સમય બાકી છે પણ તૈયારીના નામે મીડું છે. આખરે મિશન 2022ની નેતૃત્વ કોણ કરશે કોણ હશે કોંગ્રેસનો કપ્તાન તે સૌથી મોટો અને પેચીદો સવાલ યથાવત છે.

કોંગ્રસે ગુજરાતમાં નથી ચાખ્યો અઢી વર્ષથી સત્તાનો સ્વાદ

સત્તા અને કોંગ્રેસ વચ્ચે 25 વર્ષથી વધુનો સમય વીતી ગયો છે. ભાજપની રણણીતિ અને રાજનીતિ સામે કોંગ્રેસ સતત સરેન્ડર કરતી નજરે પડી રહી છે. અને આ સમય દરમિયાન કોંગ્રસ સતત નેતૃત્વને લઇને સંઘર્ષ કરી રહી છે. કોંગ્રેસને એવો દમદાર નેતા ન મળ્યો જે કોંગ્રેસની નાવડીને કિનારે લઈ જઈ શકે. કોંગ્રેસમાં વ્હાલા દવલાની નીતિ અને આંતરિક જૂથનાદ પણ કોગ્રેસની પડતીનું એક કારણ મનાય છે.

આ પણ વાંચો : ચાણસ્મા : STમાં મુસાફરી કરતા વખતે ચેતજો! મહિલા તસ્કરે ચોર્યા 3.15 લાખના દાગીના, CCTVથી થયો પર્દાફાશ

હાર્દિક,અલ્પેશ અને જીગ્નેશની ત્રિપુટી થકી સત્તા સુધી પહોચવાની કોંગ્રેસની મનસા અધુરી રહી ગઈ એમ કહીએ કે એક આશાનું કિરણ પણ અસ્ત થઈ ગયુ્ં. નવસર્જનથી શરૂ થયેલી સફર વિસર્જન સુધી પહોંચી ગઈ. કોંગ્રેસ સત્તામાં ન આવવાના અનેક કારણો છે. જેમ કે આંતરિક જૂથવાદ,ટિકિટોની વહેંચણીમાં થતી માથાકૂટો,અંત સમય સુધી દાવેદારોને અંધારામાં રાખવા,તમામ બાબતો હાઈઇકમાન્ડ પર છોડીને પાર્ટીના નીચેના કાર્યકરો સુધી સ્પષ્ટ સંદેશ ન પહોંચાડવો.આંતરિક વિખવાદ સપાટી પર

જાણકારો અને કોંગેસને નજીકથી જાણતા લોકો માને છે કે કોંગ્રેસનો ગ્રાફ ઘટવા પાછળ સૌથી મોટું કારણ આંતરિક વિખવાદ છે. દરેક નેતા પોતાના લોકોને સાચવવાના કારણે અંતે પાર્ટીને નુકસાન થાય છે. સાથે જ કોંગ્રેસ પાસે એવો કોઇ નેતા નજરે પડતો નથી જે ડેમેજ કંટ્રોલ કરી શકે. પાર્ટીના નારાજ નેતાઓ જેના એક અવાજે શીસ્તમાં રહે એવા નેતાની ગેરહાજરી છે. અહેમદ પટેલ બાદ ગુજરાત કોંગ્રેસને ઐવા નેતા નથી મળ્યા.જે હાઇકમાન્ડ સાથે ડાયરેક્ટ ડાયલિંગ કરી શકે અને તેથી જ ગુજરાતના કદાવર નેતાઓને હાઈકમાન્ડને મળવા વેઈટિગમાં બેસવુ પડે છે.

એક નેતા દિલ્હીમાં હાઈકમાન્ડને મળી શકતા નથી તો બીજી તરફ બીજુ જૂથ નવો ચીલો ચાતરવાની વેતરણમાં છે. નરેશ રાવલના ઘરે મળેલી બેઠકમાં જુના નેતાઓને નેૃત્વવ ન સોપંવા પર સહમતિ સધાઈ. જેના કારણે હવે આ વિવાદના મળ વધુ ઉંડા જવાની શક્યતા છે.પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ,નેતા વિપક્ષે રાજીનામુ ધરી દીધું છે..નવા નેતા કોને બનાવવા એ મુદ્દે મંથન થાય છે..પણ તેમાંથી અમૃત નીકળશે કે વીષ. તેની રાહ છે. પણ કોંગ્રેસ આવા મહત્વના પદો પણ જો ચૂંટણીના દોઢ વર્ષ પહેલા નક્કી નથી કરી શકી. જેનો સીધો અર્થ એ થાય છે કે કપ્તાન વગર તૈયારીઓ પણ કેવી હશે

આ પણ વાંચો :સુરત : ડુમસના દરિયામાં તરતી કારનો Video Viral, પોલીસે ઉકેલ્યુ કુતુહૂલ જગાવતી ઘટનાનું કારણ

કોંગ્રેસનો કપ્તાન કોણ ?

જે ખામ થીયરીથી કોંગ્રેસ વિધાનસભામાં ઇતિહાસ સર્જો હતો એ ખામ થીયરીમાં જ હાલ કોંગ્રેસ ફસાઈ ગઈ છે. જો કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસનો કપ્તાન કોણ હશે.જે અઢી દાયકા બાદ સત્તા સુખને પરત લાવી શકે. શું કોગ્રેસ જુના જોગીઓ પર ભરોસો મુકશે કે નવા ચહેરાને મેદાને ઉતારી નવી રાજનીતિ બનાવશે.

કોંગ્રેસ પાસે ભરતસિંહ સોલંકી,અર્જૂન મોઢવાડિયા,શક્તિસિંહ ગોહિલ,તુષાર ચૌધરી,સિદ્ધાર્થ પટેલ જેવા જુના અને જાણીતા ચહેરા છે. ગુજરાતના મોટા ચાર નેતાઓ 2017ની ચુંટણી હારી ગયા હતા.જ્યારે ભરતસિંહ 2014 અને 2019ની લોકસભા ચૂંટણી હારી ચુક્યા છે.

આ પણ વાંચો : કચ્છ : NRI કચ્છીઓએ ભુક્કા બોલાવ્યા, કોરોનાકાળમાં પણ બેંકોની થાપણમાં 3,400 કરોડ જેટલો વધારો

પણ 2022માં ફરી વાર નેતૃત્વ કરવાની ચાહના રાખી રહ્યા છે. કોંગ્રેસ પાસે પરેશ ધાનાણી,હાર્દિક પટેલ જેવા યુવા નેતા છે. જે પાટીદાર સમાજમાંથી આવે છે. હાર્દિક કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને યુવા નેતા છે. જો કે હાર્દિકને મોટી જવાબદારી આપશે કે કેમ તે પણ સવાલ છે. આ તમામ પોલિટિકલ ગેમ વચ્ચે મિશન 2022ની જવાબદારીનો કાંટાળો તાજ કોને સોંપવો તે હાઈકમાન્ડ માટે પણ માથાપચ્ચીનું કામ છે.
Published by: Jay Mishra
First published: July 3, 2021, 2:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading