GUJCTOCના કેસમાં ફરાર ખૂંખાર અશરફ નાગોરી ઝડપાયો, 9 મહિનાથી આપી રહ્યો હતો 'હાથતાળી'


Updated: September 19, 2021, 10:12 PM IST
GUJCTOCના કેસમાં ફરાર ખૂંખાર અશરફ નાગોરી ઝડપાયો, 9 મહિનાથી આપી રહ્યો હતો 'હાથતાળી'
અમદાવાદ અને સુરત પોલીસ માટે માથાના દુ:ખાવો બનેલા અશફર નાગોરીની ધરપકડ

GUJCTOC Accused Ashraf Nagori Arrested : ફરિયાદનું માલુમ પડતા બંગાળ અને ત્યાર બાદ મહારાષ્ટ્ર માં છુપાઈ ને રેહતો હતો

  • Share this:
નવીન ઝા : 14 જેટલા ગંભીર ગુનાનો વોન્ટેડ આરોપી (Gujctoc Wanted Ashraf Nagori) ગુજરાત એટીએસના (Gujarat ATS) સકંજામાં આવ્યો છે. અમદાવાદ અને સુરત પોલીસ માટે માથાનો દુઃખાવો બનેલા કુખ્યાત આરોપીની મહારાષ્ટ્રમાંથી (Maharashtra)  ધરપકડ (Arrested) કરવામાં આવી છે. મહત્વનું છે કે જાન્યુઆરી (January) મહિનાથી પોલીસને (Police) થાપ આપી નાસ્તો ફરતો હતો.ગુજરાત એટીએસની (Gujarat ATS) ગિરફતમાં રહેલ કુખ્યાત અશરફ નાગોરીની (Ashraf Nagori) મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવેલી છે.

માથાભારે આરોપી છેલ્લાં 9 મહિનાથી પશ્ચિમ બંગાળ (West Bengal) અને મહારાષ્ટ્ર (Maharashtra) નવાપુરામાં પોતાની ઓળખ બદલી છુપાઈ રહેતો હતો.જો કે એટીએસને બાતમી મળતાં ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી અશરફ નાગોરી અને તેનાં ચાર સાગરીતો વિરૂદ્ધ 11 જાન્યુઆરી રોજ સુરત લાલગેટ પોલીસ સ્ટેશન ગુજસીટોકનો ગુનો ગુનો નોંધાયો હતો

જેમાં આરોપી અશરફ અને તેનાં સગીરતોએ એડવોકેટ હસમુખલાલ પર જીવલેણ હુમલો કરી ફાયરિંગ કર્યું હતુ.જેમાં 3 આરોપીની ધરપકડ થઈ છે અન્ય એક સાગરીત ફરાર છે જેની પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી અશરફ નાગોરી ગુનાહિત કુંડળી પર નજર કરીએ તો અમદાવાદ વર્ષ 2003માં નોંધાયેલ જેહાદી ષડ્યંત્ર ગુનામાં આરોપી અશરફ નાગોરી સહિત 54 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં અશરફ સાત વર્ષ જેલ રહ્યો હતો.

આ પણ વાંચો : સુરત : ફિલ્મોના DON જેવો કુખ્યાત લાલુ જાલિમ UPથી પકડાયો, GUJCTOCના કેસમાં હતો ફરાર

આ ઉપરાંત 11 આર્મ્સ એક્ટ ગુના બનાવટી દસ્તાવેજ બનાવી છેતરપિંડી અને હત્યા પ્રયાસના ગુનામાં સંડોવણી સામે આવી હતી જેમાં ધણા ગુનાઓમાં ફરાર પણ હતો..ગુજરાત એટીએસ આરોપી ધરપકડ બાદ સુરત પોલીસ સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના ચોક બજારમાં ,ઉમરા ,ઉધના,લાલગેટ,કતારગામ,સલાબતપુરા અને ક્રાઇમ બ્રાંચમાં આરોપી અશરફ વિરૂદ્ધ 14 જેટલાં ગુના નોંધાયા છે જેની ગેન્ગનો મુખ્ય આરોપી ફિરોઝ ઉર્ફે ગજની અંસારી પોલીસને થાપ આપી હજી પણ ફરાર છે.

જેથી પોલીસને શકા છે કે આરોપી કોઈ ગભિર ગુનાને અંજામ આપી શકે છે ત્યારે જોવું એ રહ્યુ કે સુરતને માથે લેનાર કુખ્યાત આરોપી પકડાય છે કે પછી વધું એક ગભિર ગુનો કરી પોલીસને પડકાર ફેંકે છે.
Published by: Jay Mishra
First published: September 19, 2021, 9:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading