Hardik Patel શું કોંગ્રસથી નારાજ છે? છેલ્લા અનેક કાર્યક્રમમાં હાર્દિકની ગેરહાજરી આંખે ઉડી જોવા મળી 


Updated: July 23, 2021, 6:20 PM IST
Hardik Patel શું કોંગ્રસથી નારાજ છે? છેલ્લા અનેક કાર્યક્રમમાં હાર્દિકની ગેરહાજરી આંખે ઉડી જોવા મળી 
હાર્દિક પટેલની ફાઈલ તસવીર

Gujarat congress news: હાર્દિક ખાસ ગણાતા નિખિલ સવાણી થોડા દિવસ પહેલા જ કોંગ્રેસનો પંજો છોડી આપનો ઝાડુ પકડ્યો છે. ત્યારથી જ હાર્દિક પટેલ કોંગેસ છોડશે તેવા સમાચાર વહેતા થયા છે. તેવા ફરી એકવાર કોંગ્રેસના કાર્યક્રમ હાર્દિક પટેલ ગેરહાજરી આંખે ઉડી દેખાય છે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના (Gujarat congress) કાર્યક્રમોમાં હાર્દિક પટેલની (Hardik Patel) સતત ગેરહાજરી આંખે ઉડી જોવા મળી રહી છે . કાર્યકારી પ્રમુખ હોવા છતાં હાર્દિક પટેલ છેલ્લા અનેક કોંગ્રેસના કાર્યક્રમ અને બેઠકમાં ગેરહાજર રહ્યા છે. આજે પણ યોજાયેલ રાજભવનના (RajBhavan) કાર્યક્રમમાં હાજર ના રહ્યા  ફરી એકવાર અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. અગાઉ પણ હાર્દિક પટેલ કોંગ્રેસ નેતાઓ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે.

હાર્દિક ખાસ ગણાતા નિખિલ સવાણી થોડા દિવસ પહેલા જ કોંગ્રેસનો પંજો છોડી આપનો ઝાડુ પકડ્યો છે. ત્યારથી જ હાર્દિક પટેલ કોંગેસ છોડશે તેવા સમાચાર વહેતા થયા છે. તેવા ફરી એકવાર કોંગ્રેસના કાર્યક્રમ હાર્દિક પટેલ ગેરહાજરી આંખે ઉડી દેખાય છે. અને ફરી એકવાર કોંગ્રેસમા હાર્દિક પટેલ નારાજગીના સંકેત મળી રહ્યા છે .

હાર્દિક પટેલની કોંગ્રેસનાકાર્યક્રમમાં ગેરહાજરી અંગે અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું હતુ કે રાજકીય પાર્ટીઓમાં અલગ અલગ નેતાઓ ને જવાબદારી હોય છે . અગાઉ ના કાર્યક્રમ ના કારણે નેતાઓ હાજર ના પણ રહીશે . નેતાઓ અલગ અલગ ઝોનમાં પાર્ટીના કાર્યક્રમ માં વ્યસ્ત હોઈ શકે છે .  ગુજરાત ના તમામ નેતાઓનો એકજ લક્ષ્યાંક કે સામાન્ય લોકોના અવાજ બુલંદ કરવો.

આ પણ વાંચોઃ-પતિ પત્ની ઔર વોઃ પત્નીએ હોટલમાં છાપો મારીને પતિને મહિલા મિત્ર સાથે પકડ્યો, પરંતુ પત્ની જ ભરાઈ ગઈ

આ પણ વાંચોઃ-વડોદરાઃ કમકમાટી ભર્યા અકસ્માતનો live video: મોબાઈલમાં મગ્ન યુવકને સિટી બસે મારી ટક્કર, યુવકનું મોત

આ અંગે હાર્દિક પટેલનો ટેલિફોનમાં પૂછવામા આવ્યું હતુ તેમાં હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે પાર્ટીના કામ માટે હિંમતનગર આવ્યો છું. યુથ કોંગ્રેસ ચૂંટણી ચાલી રહી છે તે કામ માટે અહીં યુથ સાથે બેઠક કરવા આવ્યો છું. પરંતુ પાર્ટીમા રહેલા નારાજગી મુદ્દે તેઓ કોઇ ફોડ પાડ્યો ન હતો.આ પણ વાંચોઃ-મકાન ભાડે આપતા પહેલા સાવધાન! સુરતઃ ગોડાદરામાં વિધવા મહિલાનું મકાન ભાડે રાખીને પુનમ અને મંગળા આહિરે પચાવી પાડ્યું

આ પણ વાંચોઃ-Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

અગાઉ પણ અનેક વાર હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યક્રમ હાજર રહ્યા નથી. 2 વાર રાજ્યપાલ મુલાકાત અને જન ચેતના કાર્યક્રમમાં પણ હાર્દિક પટેલની ગેરહાજરી જોવા મળી હતી . તેમજ કોંગ્રેસ કાર્યલાય ખાતે પણ બીજા માટે કાર્યલાય હોવા છતા હાર્દિક પટેલ કાર્યલાય પર ક્યારે આવ્યા હોય તેવો એક પણ કિસ્સો બન્યો નથી.

કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હોદ્દો હોવા છતા તેઓને ફાળવેલા ઓફિસમાં પણ ક્યારે જોવા મળ્યા નથી . એક ચર્ચા ચાલી છે કે ૨૦૨૨ ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથા હાર્દિક પટેલ છેડો ફાળી શકે છે અને અન્ય પક્ષનો હાથ પકડી શકે છે.
Published by: ankit patel
First published: July 23, 2021, 6:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading