Exclusive: ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારોના નામનો પ્રસ્તાવ મુકાયો, રાહુલ ગાંધી લેશે અંતિમ નિર્ણય

News18 Gujarati
Updated: October 22, 2021, 6:10 PM IST
Exclusive: ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારોના નામનો પ્રસ્તાવ મુકાયો, રાહુલ ગાંધી લેશે અંતિમ નિર્ણય
દિલ્હીમાં રાહુલ ગાંધી અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ

Gujarat congress news:ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ દિલ્હીમાં (Gujarat congress leaders in delhi) ધામા નાખ્યા છે. અને દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસ્થાને (rahul gandhi home in delhi) ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો માટે મહામંથન ચાલી રહ્યું છે.

  • Share this:
નવી દિલ્હીઃ વર્ષ 2022માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) આવી રહી છે ત્યારે તમામ પક્ષો જીત માટે પોતાની રીતે તૈયારીઓ કરવા લાગ્યા છે. ત્યારે તાજેતરમાં ગુજરાત કોંગ્રેસમાં (Gujarat congress) ભારે હલચલ જોવા મળી રહી છે. અત્યારે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ દિલ્હીમાં (Gujarat congress leaders in delhi) ધામા નાખ્યા છે. અને દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસ્થાને (rahul gandhi home in delhi) ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો માટે મહામંથન ચાલી રહ્યું છે. ત્યારે આવી સ્થિતિમાં ન્યૂઝ18ગુજરાતી (news18 Gujarati) પાસેથી દિલ્હીથી એક્ઝુસિવ માહિતી (Exclusive information) મળી રહી છે. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતા અને કાર્યકારી નેતાઓના નામોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જેના ઉપર રાહુલ ગાંધી નિર્ણય લેશે.

ન્યૂઝ18 ગુજરાતીને મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી સાથે વનટુ વન થયા બાદ આશરે બે કલાક સુધી ચાલેલી બેઠક બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને જગદીશ ઠાકોરના નામનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત વિપક્ષ નેતા કરીતે ગુંજાવંશ અને અનિલભાઈના નામની રાહુલ ગાંધી સામે રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દીક પટેલની સાથે સાથે અનિલ પટેલ જે વાસદાના ધારાસભ્ય છે અને નવસાદ સોલંકીના નામ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-બોલિવૂડથી લઇ રાજકોટ સુધી નશાનો કાળો કારોબાર, પીડિત માતાએ વર્ણવી પુત્રની દર્દભરી કહાની

મળતી માહિતી પ્રમાણે આ તમામ નામો ઉપર રાહુલ ગાંધી અંતિમ નિર્ણય લેશે. 2022 પહેલા ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબીર યોજાશે. આ પહેલા કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષ નેતા અને કાર્યકારી નેતાઓના જામની જાહેરાત કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસનું માળખુ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-અજાણી મહિલાને મોબાઈલ નંબર આપવો અમદાવાદના વેપારીને ભારે પડ્યો, વાંચો honey trapનો ફિલ્મી કિસ્સોકોંગ્રેસ દ્વારા ગુજરાતમાં આવનારી 2022ની વિધાનસભાની ચુંટણીમાં જીત કેવી રીતે મેળવી એ અંગે પણ જવાબદારી આપવામાં આવશે. હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણીને રાષ્ટ્રીય કક્ષાની જવાબદારી સોંપવામાં આવી શકે છે. જે વિવિધ રાજ્યોમાં જઈને અભિયાનો ચલાવી કોંગ્રેસને મજબૂત બનાવવાનું કામ કરશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચેતવણી રૂપ કિસ્સો! બેકાર પતિ માટે ભાડે રીક્ષાનું પૂછવું પત્નીને ભારે પડ્યું, મહિલાને રીક્ષા ચાલકનો થયો કડવો અનુભવ

રાહલુ ગાંધીના નિવાસસ્થાને બેઠકોનો દોર
રાહુલ ગાંધીના નિવાસસ્થાને સવારે 10 વાગ્યે શરૂ થયેલી બેઠક બપોરે બે વાગ્યા સુધી ચાલી હતી. સતત ચાર કલાક સુધી ચાલેલી બેઠકને અંતે રાહુલ ગાંધીએ 26 ઓક્ટોબર એટલે કે દિવાળી પહેલાં ગુજરાત કોંગ્રેસનું નવું માળખું બનાવવાની ખાતરી આપી હતી.
Published by: ankit patel
First published: October 22, 2021, 5:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading