EXCLUSIVE: હવે કૉંગ્રેસમાં પણ થશે ધરમૂળથી પરિવર્તન, નવા પ્રભારી ડૉ.શર્માએ ખોલ્યા 'પત્તા'

News18 Gujarati
Updated: October 10, 2021, 1:03 PM IST
EXCLUSIVE: હવે કૉંગ્રેસમાં પણ થશે ધરમૂળથી પરિવર્તન, નવા પ્રભારી ડૉ.શર્માએ ખોલ્યા 'પત્તા'
કૉંગ્રેસના નવનિયુક્ત પ્રભારી ડૉ.રઘુ શર્મા અને વર્તમાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડ પુષ્પગુચ્છની આપ લે કરતા તસવીરમાં નજરે પડે છે

Gujarat Congress Prabhari: ગુજરાત કૉંગ્રેસના નવા પ્રભારી ડૉ. રઘુ શર્મા (Dr. Raghu Sharma)નો હુંકાર, 2022માં ભાજપનો કિલ્લો ધ્વસ્ત કરી કૉંગ્રેસ સરકાર બનાવશે

  • Share this:
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના નવ નિયુક્ત પ્રભારી તરીકે (Gujarat congress New Prabhari Dr.Raghu Sharma) પદ સંભાળ્યા બાદ ગુજરાત પ્રવાસે આવેલા ડો રઘુ શર્માએ (Raghu Sharma first Gujarat visit) ન્યુઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યુ (Exclusive Interview of News Gujarat Congress Prabhari) હતું કે કોંગ્રેસ આગામી સમયમાં મોટા ફેરબદલ જોવા (Changes in Gujarat Congress) મળશે . કોંગ્રેસ 2022 વિધાનસભા ચૂંટણી લક્ષ્યાંક સાથે (Gujarat Assembly Election 2022) અત્યારથી કામે લાગી છે .

રાજસ્થાન સરકારના આરોગ્ય મંત્રી અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્માએ ન્યુઝ 18 ગુજરાતી સાથે ખાસવાતચીત કરતા જણાવ્યુ હતુ કે ગુજરાત કોંગ્રેસ ભલે ચૂંટણી પરાજીત થયો છે .પણ કોંગ્રેસ ફરી બેઠી થશે.

ડૉ. શર્માએ ખાસ વાતચીતમાં કહ્યું કે 'વર્ષ 2022ની ચૂંટણી માટે કોંગ્રેસનુ પ્લાનિગ અત્યારથી શરૂ કર્યું છે. કોંગ્રેસ 2022 વિધાનસભા ચૂંટણી આ વખતે જીતશે . 2017 ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર થોડા આંકડાઓ પાછળ હતી . કૉંગ્રેસ નવા સંગઠન અને નવી ટીમ સાથે મેદાનમાં ઉતરશે. ગુજરાત કોંગ્રેસમા નવા સંગઠનની નિમણૂક ટુંક સમયમાં જ થશે.

આ પણ વાંચો :  ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડૉ રઘુ શર્મા અમદાવાદ પ્રવાસે, કહ્યું- કોરોનામાં ભાજપ નિષ્ફળ થતા સીએમ સહિત મંત્રી મંડળ બદલવા પડ્યા

પ્રભારી ડો શર્માએ કહ્યું હતુ કે બેરોજગારી, ભ્રષ્ટચાર , કોરોના મુદ્દો ચૂંટણી મુખ્ય રહેશે. કોરોના કાળમાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે . ભાજપ સરકાર ગુજરાત જનતાની માફિ માગવી જોઇએ.

'હાર જોઈ એટલે ચહેરા બદલી નાંખ્યા'ગુજરાતમાં ચૂંટણી એક વર્ષ પહેલા જ કેમ નવા ચહેરા ભાજપ લાવા પડે છે . સીએમ સહિત મંત્રીઓને ભાજપ બહારનો રસ્તો બતાવ્યો છે તે જ દર્શાવે છે કે ભાજપ કોરોના સમય સાશનમાં નિષ્ફળ રહી છે. રાજસ્થાન સરકાર કોરોના સમયે સૌથી શ્રેષ્ઠ કામગીરી કરી અને કેન્દ્ર સરકાર પણ વખાણ કરવા પડ્યા હતા. ભાજપ સરકારે કોરોના લોકોને મરવા તરછોડી મુક્યા હતા. હવે જ્યારે હાર જોઈ એટલે ચહેરા બદલી નાંખ્યા છે.

' મારી જવાબદારી નવા સંગઠન બનાવાની'

વધુમાં ડો શર્માએ જણાવ્યુ હતુ કે કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતા રાજીનામા સ્વિકાર તત્કાલીન પ્રભારીએ કર્યો છે. મારી જવાબદારી નવા સંગઠન બનાવાની છે. કોંગ્રેસ 2022માં સરકાર બનાવશે. કોંગ્રેસનો એક એક કાર્યકર્તા કામે લાગી ગયો છે. ભાજપ ચૂંટણી નજીક આવે છે અને ધાર્મિક મુદ્દા પર આવે છે. ભાજપ સરકાર સારા કામ કર્યા છે તો કેમ આ મુદો ચૂંટણી નથી આવતો. હિન્દુ - મુસ્લિમ તેમજ રામ મંદિર માત્ર મુદો ભાજપ પાસે છે ભાજપ સરકારના ૨૫ વર્ષમાં સાશનના કિલાને ધ્વંશ કરશે.

આ પણ વાંચો :  ગાંધીનગર : તરછોડાયેલા શિવાંશના પિતાને પોલીસ કોટાથી લઈ આવી, બાળકની માતાનું રહસ્ય ઘેરાયું!

વધુમા ડૉ. શર્માને રાજસ્થાન સરકારમાં આરોગ્ય મંત્રી તરીકે કાર્યરત રહેશો કે નહી તે સવાલ પર જવાબ આપતા કહ્યું હતુ કે હુ પાર્ટીનો કાર્યકર્તા છુ, પાર્ટીએ જ મને મંત્રી બનાવ્યો છે . પાર્ટી સેવા માટે દિલ્હી હાઇકમાન્ડ મને આદેશ આપ્યો છે .
મંત્રી મારા માટે કોઇ વિશેષ નથી , પાર્ટી હાઇ કમાન્ડ જવાબાદારી સર્વોપરી છે.
Published by: Jay Mishra
First published: October 10, 2021, 1:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading