કોરોનામાં થયેલા મોતના સાચા આંકડાઓ સાથે શ્વેતપત્ર જાહેર કરે સરકાર : અમિત ચાવડા


Updated: May 10, 2021, 8:59 PM IST
કોરોનામાં થયેલા મોતના સાચા આંકડાઓ સાથે શ્વેતપત્ર જાહેર કરે સરકાર : અમિત ચાવડા
દસાડાના ધારાસભ્ય નૌસાંદ સોલંકી અને ઋત્વિજ મકવાણાએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકાર કોરોનાથી થતા મોતના આંકડાઓ ખોટા બતાવી રહી છે. માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જ છેલ્લા 65 દિવસમાં ચાર હજારથી વધુ લોકોના મોત થયા છે

દસાડાના ધારાસભ્ય નૌસાંદ સોલંકી અને ઋત્વિજ મકવાણાએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકાર કોરોનાથી થતા મોતના આંકડાઓ ખોટા બતાવી રહી છે. માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જ છેલ્લા 65 દિવસમાં ચાર હજારથી વધુ લોકોના મોત થયા છે

  • Share this:
અમદાવાદ : ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ભાજપ સરકારની નિષ્ફળતા પગલે આજે અરાજકતા ફેલાઇ છે તેવા આરોપ સાથે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા , ધારાસભ્ય નૌસાદ સોલંકી , અને ધારાસભ્ય ઋત્વિજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી હતી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સરકાર સમક્ષ માંગ કરી હતી કે સરકાર મૃત્યુના આંકડાઓ અને તેની વિગતો સાથે શ્વેત પત્ર બહાર પડવું જોઇએ. તેમજ એપડેમિક એક્ટ અને ડિઝાસ્ટર એક્ટની કલમ મુજબ જે પણ મહામારીમાં મૃત્યુ પામ્યા છે તે પરિવારને સરકાર ચાર ચાર લાખની સહાય કરવા જોઇએ. જો સરકાર આ નહીં કરે તો કોંગ્રેસ હાઇકોર્ટનો દ્વાર ખખડાવશે. આ ઉપરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત ભરમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના વિગતો માટે ફોર્મ ભરાશે. જે સરકારના ખોટા આંકડાઓ સાબિત કરશે.

દસાડાના ધારાસભ્ય નૌસાંદ સોલંકી અને ઋત્વિજ મકવાણાએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકાર કોરોનાથી થતા મોતના આંકડાઓ ખોટા બતાવી રહી છે. માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જ છેલ્લા 65 દિવસમાં ચાર હજારથી વધુ લોકોના મોત થયા છે. આ આંકડા સત્તાવાર માહિતી માંગી સેવામાં આવ્યા છે ત્યારે સરકાર માત્ર 125 મોતના આંકડા સુરેન્દ્રનગર જિલ્લાના જાહેર કરાયા છે. જે માહિતી મળેલા આંકડા કરતા ઘણા ઓછા છે. આંકડાઓ છુપાવી સરકારી આપરાધિત ગુન્હો કર્યો છે.

આ પણ વાંચો - રાજ્યમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી સરકારે 200 કરોડ રૂપિયાથી વધારે દંડ વસૂલ્યો

ખાતરના ભાવ વધારા પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતુ કે ભાજપ સરકાર પહેલાથી ખેડૂત વિરોધી છે. કોંગ્રેસ ફરી એકવાર માંગ કરે છે કે ખાતરનો અસહ્ય ભાવ વધારો પાછો ખેંચવામા આવે.

મારુ ગામ કોરોના મુક્ત ગામ સરકારના અભિયાનને કોંગ્રેસ પ્રમુખે માત્ર ફોટો સેશન ગણાવ્યું છે. અમિત ચાવડાએ આરોપ મુકતા કહ્યું હતુ કે સરકાર માત્ર શહેરી વિસ્તારો જ દેખાયા છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકો દવાઓ અને બેડ વગર મરણ પામી રહ્યા છે. અધિકારી માત્ર દેખાડો કરવા ગ્રામીણ વિસ્તારમાં બેડ ઉભા કરી ફોટો સેશન કરી રહ્યા છે.
Published by: Ashish Goyal
First published: May 10, 2021, 8:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading