અમદાવાદ જિલ્લા પંચાયત પર ભગવા પર પંજા ભારે પડશે! ભાજપની જીત પણ પ્રમુખ કોંગ્રેસનો બનશે 


Updated: March 2, 2021, 11:12 PM IST
અમદાવાદ જિલ્લા પંચાયત પર ભગવા પર પંજા ભારે પડશે! ભાજપની જીત પણ પ્રમુખ કોંગ્રેસનો બનશે 
કોંગ્રેસ ઉમેદવારની તસવીર

અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી 30 બેઠક પર ભગવો લહેરાઓ છે. પરંતુ કોંગ્રેસ શાહપુર બેઠક પર જીતેલા ઉમેદવાર અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નિમણૂક થશે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Gujarat local body polls) બીજા તબક્કાના મતદાનના પરિણામ (Election results) આવી ચૂક્યો છે. નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે. ત્રણ મોચરે ભાજપે જીત મેળવી છે. ત્યારે ભાજપ (BJP win) જીતેલા બાજી પણ હારી હોય તેવો ઘાટ અમદાવાદ જિલ્લા પંચાયતની (Ahmedabad jilla panchayat election) ચૂંટણી થઇ છે. અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી 30 બેઠક પર ભગવો લહેરાઓ છે. પરંતુ કોંગ્રેસ શાહપુર બેઠક પર જીતેલા ઉમેદવાર અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નિમણૂક થશે. કોંગ્રેસ ભલે જિલ્લા પંચાયતમાં માત્ર ચાર બેઠક જીતી છે પરંતુ કોંગ્રેસ એક સભ્યનું પલડું ભારે થઇ ગયું છે. જીત ભલે ભાજપની થઇ છે પણ પ્રમુખ તો કોંગ્રેસની જ બનશે

છ મહાનગર પાલિકા બાજ પંચાયત ચૂંટણી પરિણામમાં કોંગ્રેસનો જળ મુળથી સફાયો કરી નાંખ્યા છે . કોંગ્રેસ જોજોનો દુર દેખાતી નથી . છ મહાનગર પાલિકામા કોંગ્રેસ સુપડા સાફ થયા બાદ જિલ્લા પંચાયત , તાલુકા પંચાયત અને નગરપાલિકા પર કોંગ્રેસ પંજો ઉખાડી ભાજપનો ભગવો લહેરાયો છે. પરંતુ સમગ્ર ચૂંટણીમાં અમદાવાદ જિલ્લા પંચાયત પરિણામ સરસ પ્રદ આવ્યું છે . આ વખતે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ ST બેઠક માટે રિઝર્વ રાખ્યું છે.

અમદાવાદ જિલ્લામાં એક માત્ર શાહપુર બેઠક ST માટે મહિલા અનામત સાથે રિઝર્વ રખાઇ હતી. જેમા કોંગ્રેસ મહિલા ઉમેદવાર પારૂબહેન પઢાર ભાજપના ઉમેદવાર હરાવી ચૂંટણી જીત્યા છે. આથી અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપને ૩૪ માથી ૩૦ બેઠક મળી છે.

આ પણ વાંચોઃ-આયશાને મળ્યો ન્યાય! 'તું મરી જા અને વીડિયો મોકલજે', કહેનાર પતિ આરીફની રાજસ્થાનમાંથી કરી ધરપકડ

આ પણ વાંચોઃ-આયશા આપઘાત કેસ: આયેશા સામે પતિ આરીફ તેની મહિલા મિત્ર સાથે વાત કરતો હતો, લગ્ન કરવાની પણ તૈયારી હતી

જે પૈકી ત્રણ બેઠક ભાજપ બિન હરિફ થઇ હતી . પરંતુ કોંગ્રેસ પક્ષ માત્ર ચાર બેઠક જીત સંતોષ માનવો પડ્યો છે . ત્યારે વિચિત્ર ઘટના હશે કે વિપક્ષ પદ પણ કોગ્રેસ હશે અને સત્તા પક્ષના પ્રમુખ પદે પણ કોંગ્રેસ હશે. ભાજપ પાસે બહુમતી હોવા છતા કોંગ્રેસ ઉમેદવાર પારૂબહેન પઢાર અઢી વર્ષ માટે જિલ્લા પંચાયત પ્રમુખ રહેશે . જિલ્લા પંચાયત રિઝર્વ બેઠક કોંગ્રેસ પંજો મારવા સફળ રહ્યું છે પરંતુ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા પરિણામ કોંગ્રેસ પાર્ટી માટે ભારે નિરાશાજનક છે.આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! પ્રેમિકાની ઇચ્છાથી પ્રેમીને પલંગ સાથે બાંધી શરીર સંબંધ બાંધવો ભારે પડ્યો, પ્રેમીનું થયું મોત

ઉલ્લેખનીય છે કે રાજ્યન 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં ભાજપને અપેક્ષા કરતા વધારે શાનદાર પ્રદર્શન કર્યું છે. શહેરોની જેમ ગામડાઓમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે જોરદાર વિજય મેળવ્યો છે. કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે.રાજ્યમાં આજે યોજાયેલી 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરીમાં ભાજપે 80 ટકા કરતાં વધુ જીત મેળવી છે. BJPએ આ ચૂંટણીમાં તમામ 31 જિલ્લા પંચાયતો જીતી છે જ્યારે 81 નગરપાલિકામાંથી 75 BJPએ અને 3 કૉંગ્રેસ તેમજ 3માં અન્યએ જીત મેળવી છે. જ્યારે રાજ્યની 321 તાલુકા પંચાયતમાં 196 BJPએ 33 કૉંગ્રેસે અને અન્યએ 0 પર જીત મેળવી છે.
Published by: ankit patel
First published: March 2, 2021, 9:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading