વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી, ભારે પવન સાથે વરસાદ

News18 Gujarati
Updated: May 17, 2021, 10:23 PM IST
વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી, ભારે પવન સાથે વરસાદ
વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી, ભારે પવન સાથે વરસાદ

શહેરમાં 17થી 19 મે સુધી વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે

  • Share this:
અમદાવાદ : ટાઉતે વાવાઝોડાની અસર રાજ્યભરમાં જોવા મળી રહી છે. વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ દેખાવવાની શરૂ થઇ ગઈ છે.
અમદાવાદમાં સતત બીજા દિવસે પણ મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. શહેરના બોપલ, નવા વાડજ, સરખેજ, આશ્રમ રોડ, વસ્ત્રાલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. શહેરમાં 17થી 19 મે સુધી વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવેલી છે.

અમદાવાદમાં થોડા વરસાદમાં ભુવા પડવાનું શરુ થઇ ગયું છે. ભૈરવનાથ રોડના બીઆરટીએસ બસ સ્ટેશન પાસે ભુવો પડ્યો છે. અમદાવાદ શહેરમાં હજુ તો ચોમાસું બેઠું નથી ત્યાં હાલત ખરાબ થઇ છે.

આ પહેલા રવિવારે શહેરમાં 24 જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થવાની ઘટના બની હતી. જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે એક વિશાળવૃક્ષ તૂટી પડતા ચાર જેટલી ગાડીઓને નુકસાન થયુ હતું. જ્યારે ફૂલ બજાર પાસે 70 વર્ષ જૂનું લીમડાનું વૃક્ષ ધરાશાઈ થતાં મંદિર તૂટી ગયું હતું. અમદાવાદના દરિયાપુર, બહેરામપુરા, મણિનગર, જમાલપુર વિસ્તારમાં સૌથી વધુ નુકશાન થયું હતું.

આ પણ વાંચો - વાવાઝોડાના અસરગ્રસ્તઓ માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ તૈયાર

બીજી તરફ રાજ્યભરમાં વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાના દરિયા કિનારા પર તોફાની માહોલ જોવા મળી રહ્યો છે. દરિયા માં રાત્રે પણ કરંટ જોવા મળી રહ્યો છે. કિનારા વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દરિયા કિનારા વિસ્તારમાં અનેક જગ્યાએ કાચા છાપરાની છત ઉડી તો ઝાડ પાડવાના બનાવો પણ બન્યા છે. જાફરાબાદ, રાજુલા પંથકમાં વાવાઝોડાનો કહેર છે. તોફાની પવન સાથે ભારે વરસાદથી દરિયા કાંઠના વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.

જૂનાગઢ શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. શહેરના રાજમાર્ગો પરથી પાણી ફરી વળ્યાં છે. વાવાઝોડાને લઈને ઉપલેટા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ઉપલેટા શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થયો છે.
Published by: Ashish Goyal
First published: May 17, 2021, 10:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading