અમદાવાદમાં હિટ એન્ડ રન : ફરાર થયેલો પર્વ શાહ પોલીસ સમક્ષ હાજર થયો, જાણો શું કહ્યું

News18 Gujarati
Updated: June 29, 2021, 6:04 PM IST
અમદાવાદમાં હિટ એન્ડ રન : ફરાર થયેલો પર્વ શાહ પોલીસ સમક્ષ હાજર થયો, જાણો શું કહ્યું
અમદાવાદમાં હિટ એન્ડ રન : ફરાર થયેલો પર્વ શાહ પોલીસ સમક્ષ હાજર થયો

શિવરંજની પાસે મોડી રાતે હિટ એન્ડ રનની (Hit and run) ઘટના બની હતી, આ દૂર્ઘટનામાં એક મહિલાનુંમોત નીપજ્યું છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાં છે

  • Share this:
અમદાવાદ : શહેરમાં (Ahmedabad) શિવરંજની પાસે વીમા નગર નજીક સોમવારે મોડી રાતે હિટ એન્ડ રનની (Hit and run) ઘટના બની હતી. આ દૂર્ઘટનામાં એક મહિલાનું (woman death) મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાં છે. રાત્રે કાર મુકીને ફરાર થનાર કારચાલક પોલીસ સમક્ષ હાજર થયો છે. કારચાલકનું નામ પર્વ શાહ છે.

પર્વ શાહે જણાવ્યું હતું કે તે તેના મિત્રો સાથે સિંધૂભવન રોડ પર હતો. પરંતુ સિંધુ ભવન રોડ પર પોલીસ તેને જોઈ જતા તેઓ ગલીમાં વળી ગયા. પરંતુ પાછળ પોલીસ હોવાથી તેઓએ કાર ભગાવી હતી. જેને પગલે પોલીસે પણ પીછો કર્યો હતો. પોલસની બીકથી કાર જોરથી ભગાવી હતી.

આ પણ વાંચો - વડગામમાં પરિણીત યુવતી ડ્રાઇવર સાથે ભાગી ગઈ, સાસરિયામાંથી સોનાના દાગીના અને પૈસા પણ લઇ ગઈ

ફર્ફ્યૂમાં કેમ બહાર નીકળ્યા હતા તેવા સવાલ પર પર્વ શાહે કહ્યું હતું કે અમે વહેલા સિંધૂ ભવન રોડ પર પહોંચી ગયા હતા. હવે વહેલા નીકળવાના હતા પણ વરસાદ હોવાના કારણે અમારે મોડું થયું હતું. i20 કાર મીઠાખળીના શૈલેશ શાહ નામની વ્યક્તિની છે. જોકે કાર ચાલક શૈલેષ શાહનો પુત્ર પર્વ શાહ હોવાનો ખુલાસો થયો છે. ત્યાર બાદ પર્વ શાહ પોલીસ સમક્ષ હાજર થયો છે.હિટ એન્ડ રનની ઘટનામાં મૃતક મહિલાનું નામ શતુબેન છે અને તેમની ઉંમર 45 વર્ષ છે. ઇજાગ્રસ્તોના નામ બાબુભાઇ ભભોર (ઉં.વ- 35), જેતન ભાભોર, ચેતન અને સુરેખા છે.
Published by: Ashish Goyal
First published: June 29, 2021, 6:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading