ગુજરાતની કોવીડ હૉસ્પિટલોમાં PM CARES હેઠળ 11 ઑક્સીજન પ્લાન્ટ શરૂ થશે : ગૃહમંત્રી શાહ

News18 Gujarati
Updated: April 24, 2021, 11:54 AM IST
ગુજરાતની કોવીડ હૉસ્પિટલોમાં PM CARES હેઠળ 11 ઑક્સીજન પ્લાન્ટ શરૂ થશે : ગૃહમંત્રી શાહ
કોલવડા ડેઝીગ્નેટેડ કોવીડ હૉસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટની શરૂઆત કરતા ગૃહમંત્રી શાહ

ગાંધીનગરના કોલવડાની ડેઝીગ્નેટેડ કોવીડ હૉસ્પિટલમાં અમિત શાહના હસ્તે 280 લીટર પ્રતિ મિનિટ ઑક્સીજન સપ્લાય કરતો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં પ્રવર્તેલી કોરોના વાયરસની વિકટ સ્થિતિઓ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ હાલમાં રાજ્યની મુલાકાતે આવ્યા છે. તેઓ કેટલાક દિવસો અમદાવાદમાં પરિવાર સાથે રોકાણ કરવાના છે ત્યારે કોરોનાની સ્થિતિની સમીક્ષા થઈ રહી છે. આજે ગૃહમંત્રી શાહ પોતાના સંસદીય વિસ્તારમાં આવેલી કોલવડા ડેઝીગ્નેટેડ કોવીડ હૉસ્પિટલમાં ઑક્સીજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું.

અમિત શાહ ગાંધીનગરમાં આવેલી આ હૉસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓક્સીજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ ઓક્સીજન પ્લાન્ટની ક્ષમતા 280 લીટર પ્રતિ મિનિટ છે અને આ પ્લાન્ટ પીએસએ ઓક્સીજન પ્લાન્ટ છે. દરમિયાનમાં ગઈકાલે તેમણે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા કન્વેન્શન હૉલમાં ડીઆરડીઓ દ્વારા નિર્મિત 900 બેડની કોવીડ હૉસ્પિટલની સમીક્ષા કરી હતી.

આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા અમિત શાહે જણાવ્યું, 'આજે ગુજરાત સરકારે કોલવડામાં ડેઝીગ્નેટેડ કોવીડ હૉસ્પિટલમાં 200 દર્દીઓ સારવાર લઈ શકે એવી વ્યવસ્થા કરી છે.  દેશભરમાં ઓક્સીજન પહોંચાડવા માટે અભિયાન શરૂ છે. ગુજરાત સરકારે આ અભિયાનને ગતિ આપવાનું કામ કર્યુ છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ હોવાના કારણે દેશના અન્ય રાજ્યનો સરખામણીમાં ગુજરાત પાસે વધારે ઓક્સીજન છે. પોતાની જરૂરિયાતને બાદ કરતા ગુજરાત બીજા રાજ્યોમાં ઓક્સીજન મોકલાવે છે. કોલાવડાના આ ઓક્સીજન પ્લાન્ટમાં દર મિનિટે 280 લીટર ઓક્સીજન ખેંચી શકે એવો પ્લાન્ટ છે. આ પ્લાન્ટ દ્વારા 200 દર્દીઓને સહાયતા મળશે. કદાચ આ પુરવઠો ખોરવાય તો સરકારે સિલિન્ડરો પણ અવેજીમાં રાખ્યા છે.

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં પીએમ કેર્સ દ્વારા દેશભરમાં આવા ઓક્સીજન પ્લાન્ટ શરૂ થઈ રહ્યા છે જેમાં ગુજરાતને પણ આવા 11 પ્લાન્ટની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરાકરે કોરોના સામેની લડાઈમાં જે પ્રકારની મજબૂતીથી લડાઈ આપી છે. વિજયભાઈ-નીતિન ભાઈની જોડી આ બીજી લહેરને પણ પરાસ્ત કરીને સૌને સ્વસ્થ્ય કરાવામાં મદદ કરશે.

ગાંધીનગર હેલિપેડ ખાતે 1200 બેડની કોવીડ હૉસ્પિટલ બનશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે સાંજે કહ્યું હતું કે આજે ડીઆરડીઓની હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું છે. 950 બેડની હોસ્પિટલ આવતી કાલથી ચાલુ થઈ જશે. હું ગાંધીનગરના સાંસદ તરીકે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માનું છું. આ બધા બેડ ઓક્સિજન સાથે છે. સમગ્ર દેશ અને વિશ્વમાં જે રીતે બીજી લહેર અને ત્રીજી લહેર આવી છે તેમ ગુજરાતમાં પણ આવી છે. ભવિષ્યની જરૂરિયાત ને ધ્યાનમાં લઈ બીજી હોસ્પિટલ ગાંધીનગર હેલિપેડ ખાતે 1200 બેડની હોસ્પિટલ ટાટા ટ્રસ્ટના સહયોગ થી ચાલુ કરવામાં આવશે.શાહે ઉમેર્યુ કે આ હૉસ્પિટલમાં 600 આઇસીયું બેડ હશે. ગુજરાત સરકાર એનજીઓના સહયોગ થી આઇસોલેશન સેન્ટર ચાલુ કરશે. આજે ટોલ ફ્રી નંબરની પણ શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓક્સિજન વેસ્ટજ ઘટાડવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. રેમડેસીબીર ઇન્જેક્શન જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ ડોકટર લખે તે માટે હું અપીલ કરું છું.

DRDO દ્વારા સંચાલિત આ 900 બેડ હોસ્પિટલમાં 150 વેન્ટિલેટર અને ICU ના બેડ તેમજ 750 ઓક્સિજનન બેડ રહેશે. તમામ દર્દીઓને ઓક્સિજન મળી રહે તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ 900 બેડ હોસ્પિટલમાં ઉપલબ્ધ હશે.ઓક્સિજનનો સપ્લાય સરળતાથી થઈ શકે તે માટે 35,000 લીટર ઓક્સિજન ક્ષમતાની ટેન્ક તૈયાર કરાઈ છે.તેમજ તકેદારીના ભાગરૂપે વધુ 25,000 લીટર ઓક્સિજનની ટેન્ક પણ મુકવામાં આવશે.
Published by: Jay Mishra
First published: April 24, 2021, 7:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading