Ahmedabad news: પતિએ પત્નીના ગળાના ભાગે બ્લેડના ઘા મારી હત્યા કરી, આરોપીએ પોલીસને જણાવ્યું હત્યાનું કારણ


Updated: January 23, 2022, 8:46 PM IST
Ahmedabad news: પતિએ પત્નીના ગળાના ભાગે બ્લેડના ઘા મારી હત્યા કરી, આરોપીએ પોલીસને જણાવ્યું હત્યાનું કારણ
પકડાયેલા આરોપીની તસવીર

Ahmedabad crime news: નણંદનો ફોન આવ્યો હતો કે તેમની દીકરીની તબિયત બગડી છે. જેથી ફરિયાદી તાત્કાલિક દીકરીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં જોયું તો તેમની દીકરી બાથરૂમમાં લોહીલુહાણ (daughter found dead) હાલતમાં હતી.

  • Share this:
Ahmedabad crime news: અમદાવાદ શહેરના (Ahmedabad city news) પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યા નો બનાવ સામે આવ્યો છે. પત્ની પર શંકા વહેમ રાખીને પતિએ ગળાના ભાવે બ્લેડના (husband killed wife) ઘા મારીને હત્યા નિપજાવી છે. જો કે પોલીસને જાણ થતાં જ ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીની (police arrested accused) ધરપકડ કરી લીધી છે.

અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા સિહનાબાનુ પઠાણે વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવી છે કે ગત મોડી રાત્રે તેમની દીકરી તોફિયાબાનુની નણંદનો ફોન આવ્યો હતો કે તેમની દીકરીની તબિયત બગડી છે. જેથી ફરિયાદી તાત્કાલિક દીકરીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં જોયું તો તેમની દીકરી બાથરૂમમાં લોહીલુહાણ હાલતમાં હતી.

આ અંગે ફરિયાદી એ તેમની દીકરી ની નણંદ ને પૂછતા તેણે કહ્યું હતું કે તે જ્યારે રાત્રે જાગ્યા હતા ત્યારે જોયું તો તેનો ભાઈ મોહમ્મદ જુનેદ ખાન હાથ માં બ્લેડ લઈને તોફિયાબાનુના ગળાના ભાગે બ્લેડના ઘા મારતો હતો. અને બાદમાં ફરાર થઈ ગયો હતો. આરોપી તેની પત્ની પર શંકા વહેમ રાખતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.

જેથી મૃતક પંદર દિવસ પહેલા તેની માતા ને ત્યાં આવી હતી. જો કે ૨૨ મી જાન્યુઆરી એ આરોપી તેને સમજાવી ને પરત લઈ ગયો હતો. સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને ગણતરીની કલાકો માં જ ઝડપી લીધો છે.

આ પણ વાંચોઃ-Rajkot: હૃદયદ્રાવક video,'મારા ગયા બાદ તારી માતાને હેરાન ન કરતી' લાચાર પિતાનો આપઘાત, શું છે કારણ?

જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી ને તેની પત્ની પર શકે વહેમ જોવાથી તેની હત્યા કરી છે. હાલ માં પોલીસ એ આરોપી ની પૂછપરછ શરૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચોઃ-Ahmedabad : લો બોલો! બિલ્ડરો કે વેપારીઓ પાસેથી નહિ પણ ભિક્ષુકો પાસેથી હપ્તો લેનાર ઝડપાયો

ઉલ્લેખનીય છે કે જામનગર (Jamnagar news) નજીક હાપા માર્કેટિંગ યાર્ડ પાસે (Hapa marketing) ઘેટાં બકરા ચરાવતા ભરવાડ વૃદ્ધની હત્યાનો (Old man murder) LCBએ ભેદ ઉકેલી ચાર હત્યારાઓને દબોચી (murder accused arrested) લીધા છે. ઘેટા ચોરી કરી જતા આરોપીઓ સાથે વૃદ્ધે બાથ ભીડતા આરોપીઓએ હુમલો કરી વૃદ્ધનું કાસળ ઢાળી 6 ઘેટાં ચોરી નાસી ગયા હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધની હત્યા નિપજાવી નાસી ગયેલા ચારેય શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
Published by: ankit patel
First published: January 23, 2022, 8:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading