અમદાવાદ : 'દાનપેટીમાં રૂપિયો નાખી ચેક કરતા કેટલી ભરેલી છે', હઠીલા ગેંગ મંદિરોને બનાવતી ટાર્ગેટ


Updated: October 16, 2021, 9:49 PM IST
અમદાવાદ : 'દાનપેટીમાં રૂપિયો નાખી ચેક કરતા કેટલી ભરેલી છે', હઠીલા ગેંગ મંદિરોને બનાવતી ટાર્ગેટ
હઠીલા ગેંગના ચારની ધરપકડ

ગ્રામ્ય LCBએ દાહોદની ગેંગની ધરપકડ કરીને અન્ય 6 જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે, હાથીજણ સર્કલ પાસેથી હઠીલા ગેંગના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. 

  • Share this:
અમદાવાદ : ગ્રામ્ય એલ સી બી એ દાહોદ અને જામ્બુઆની હઠીલા ગેંગના ચાર આરોપીઓની એક ગેંગની ધરપકડ કરી છે. આ ગેંગ માત્ર ધાર્મિક સ્થળોને જ ટાર્ગેટ બનાવતા. અને દાનપેટી સહિત કીમતી વસ્તુ ઓની કરતા હતા ચોરી. આરોપી ઓએ કેટલાક દિવસ અગાઉ સાણંદ બાયપાસ રોડ પર આવેલ ઉમિયા માતાના મંદિર ના ધાડ પાડીને પૂજારીને માર મારીને ધાતુની ચેન, બુટ્ટી અને દાનપેટી ની રોકડ રકમ ની ચોરી કરી હતી.

ગ્રામ્ય LCBએ દાહોદની ગેંગની ધરપકડ કરીને અન્ય 6 જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે, જેમાં સાણંદ માં થયેલી ધાડ, વિરમગામ પાસે થયેલી મંદિરમાં ચોરી અને મોબાઈલ ફોનની લૂંટ, સાણંદ ના ઇયાવા ગામે મંદિરમાં ચોરી, અડાલજ ખાતે શનિદેવ મંદિરમાં રોકડ રૂપિયાની ચોરી તથા ગાંધીનગરમાં જૈન મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સહિત વડસરમાં જૈન મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપી ચુક્યા છે.

ગ્રામ્ય LCB એ ઝડપેલાં હાથીજણ સર્કલ ખાતેથી કાળું વિરસિંહ હઠીલા, કેવન વિરસિંહ હઠીલા, હરેશ હઠીલા અને પ્રવીણ હઠીલા ચારેય આરોપીઓની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે અને આ ગુનામાં બે આરોપીઓ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ છે. આ ગેંગ આખો દિવસ મજૂરી કામ કરવાનું અને રાત્રે મંદિરનો ટાર્ગેટ બનાવતી હતી.

આ પણ વાંચોઅમદાવાદ : તમે ઓનલાઈન શોપિંગ કરો છો? તો આ News ખાસ જોજો! હેકર્સનો Idea જોઈ તમે પણ ચોંકી જશો

ઉલ્લેખનીય છે કે આ ગેંગના એક સભ્ય દ્વારા સવારે મંદિરમાં રેકી કરવાંમાં આવતી હતી અને દાનપેટીમાં સિક્કો નાંખીને અનુમાન કરવામાં આવતું હતું કે દાનપેટી ભરેલી છે ખાલી અને બાદમાં મોડી રાત્રે બે વાગ્યાથી ત્રણ વાગ્યાના અરસામાં લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો. હાલ તો LCBના હાથે ઝડપાયેલી આ ગેગના તમામ સભ્યો એક જ કુટુંબના છે તમામ સભ્યો લૂંટ અને ચોરીના ગુનાહ જ આચરે છે તેવી પણ હકીકત હાલ પોલીસ પાસે આવી છે. ત્યારે ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: October 16, 2021, 9:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading